કેંદ્રની મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાથી જોડાયેલા ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. ખેડૂતોને ભૂલથી પણ તેની અવગણના નથી કરવી જોઈએ. કેમ કે આમ કરવાથી તેમનો 16મા હપ્તાના પૈસા અટકી શકે છે. વાત જાણો એમ છે કે કેંદ્ર સરકારે આ યોજના હેઠળ ઈ-કેવાયાસી કરવા માટે ખેડૂતોને જાણ કરી હતી. જેની છેલ્લી તારીખ નજીક આવી રહી છે. 16માં હપ્તા મેળવા માટે ખેડૂતોએ 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી કરવાની રહેશે, જો તેમને 31 જાન્યુઆરી સુધી ઈ-કેવાયસી નથી કરાવી તો થઈ શકાય કે તેમનો 16માં હપ્તા અટકી જશે. તેથી તેમને જલ્દીથી જલ્દી ઈ-કેવાયસી 31 જાન્યુઆરી સુધી કરાવી લેવી જોઈએ.
ખાતા થઈ જશે નિષ્ફળ
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમે 31 જાન્યુઆરી સુધી પોતાનું ઇ-કેવાયસી નથી કરવતા તો તમારૂ ખાતુ નિષ્ફળ પણ કરી દેવામાં આવશે. ખેડૂતોએ વધુમાં વધુ આ યોજનાઓનું લાભ મેળવી શકાય તેના માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ પંચાયતના મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, જે ખેડૂતોએ હજુ સુધી નોંધણી કરાવી નથી તેઓ CSC અથવા ઈ-મિત્રની મદદથી અરજી કરી શકે છે.
આવી રીતે કરાવો ઇ-કેવાયસી
યોજના સંબંધિત ઇ-કેવાયસી મેળવવા માટે, તમે તમારા નજીકના CSC કેન્દ્ર અથવા નજીકની બેંક શાખાની મુલાકાત લઈ શકો છો. આ સિવાય તમે ઘરે બેઠા પણ પીએમ કિસાન પોર્ટલ પર ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. આ માટે, વેબસાઈટ પર આપેલા ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો અને આગળની પ્રક્રિયાને અનુસરતા રહો.
ઘરે બેઠા કેવી રીતે કરવી ઇ-કેવાયસી
ઇ-કેવાયસી કરવા માટે, પહેલા પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmkisan.gov.in પર જાઓ. આ પછી હોમ પેજ પર e-KYC પર ટેપ કરો. હવે તમારો આધાર નંબર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી અહીં દાખલ કરો.આ કર્યા પછી, તમારા નંબર પર એક OTP આવશે, તેને દાખલ કરો. આ કર્યા પછી તમારું ઇ-કેવાયસી પૂર્ણ થઈ જશે. ક તો પછી તમે હેલ્પલાઇન નંબર 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરી શકો છો. આ સિવાય તમે pmkisan-ict@gov.in પર ઈમેલ કરીને પણ તેમણા સાથે જોડાઇને પોતાની ઈ-કેવાયસી કરાવી શકો છો.
શું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે, જે ખેડૂતોના ખાતામાં 2,000 રૂપિયા વર્ષ ત્રણ સમયગાળા દરમિયાન આવે છે. 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે
Share your comments