ખરીફ પાકની લણણી કર્યા પછી ખેડૂતોએ ટૂક સમયમાં રવિ પાકનું વાવેતર કરશે તેના માટે નાના અને સીમાંત ખેડૂતોએ ઘણા દિવસથી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા હતા. જો કે આજે તેમના ખાતામાં પહોંચાડી દેવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેંદ્ર મોદીએ 9.2 કરોડ નાના અને સીમાંત ખેડૂતોના ખાતામાં આજે મહારાષ્ટ્રના વાશિમથી 2000-2000 હજાર રૂપિયાની રકમ તેમના ખાતામાં મોકલી દીધી છે. જણાવી દઈએ કે તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા 20 હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
સરકારને આશા
સરકારને આશા છે કે આ રકમ થકી હવે ખેડૂતોને રવિ પાકની વાવણી વહેલા કરવામાં મદદ મળશે. આ ઉપરાંત તેઓ પીએમ કિસાનના પૈસામાંથી સમયસર બિયારણ અને ખાતર પણ ખરીદી શકશે જો કે તેમને વધુ સારી ઉપજ આપશે. વાશિમમાં 18મો હપ્તો જ્યારે વડા પ્રધાન દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમના સાથે મંચ પર કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદ અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર હતા. આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ ઘણી વધુ કલ્યાણકારી યોજનાઓની પણ શરૂઆત કરી હતી.
દર વર્ષે મળે છે 6000 રૂપિયા
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે, જેના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. આ રકમ 2000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે. આ પહેલા પીએમ મોદીએ 18 જૂને પીએમ કિસાનનો 17મો હપ્તો જાહેર કર્યો હતો. ત્યારે કરોડો ખેડૂતોએ તેનો લાભ લીધો હતો. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતો માટે નાણાકીય કટોકટી ઘટાડવા અને તેમની આજીવિકા વધારવાનો છે.
જો ખાતામાં પૈસા નહીં આવ્યા તો ત્યા કરો કૉલ
જો કોઈ કારણોસર પીએમ કિસાન યોજનાના 18મા હપ્તાના પૈસા તમારા ખાતામાં નથી આવ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી. તમે તમારા ઘરની નજીકના કોઈપણ ATM પર જઈને મિની સ્ટેટમેન્ટ ચેક કરી શકો છો. આ સિવાય તમે હેલ્પલાઈન નંબર 0120-6025109, 011-24300606 પર પણ કોલ કરી શકો છો. તેના સાથે જ તમે પીએમ કિસાન હેલ્પલાઈન નંબર 155261 પર પણ કોલ કરી શકો છો, જો ત્યાં પણ કામ નહીં થાય તો તમે લેન્ડલાઇન નંબર 011-23381092, 23382401 પર કૉલ કરીને પણ મદદ મેળવી શકો છો.
Share your comments