કેન્દ્રની મોદી સરકાર વર્ષોવર્ષ યોજનાઓને વધુ મહત્વ આપી રહી છે. આ યોજનાઓનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોને સરકારી લાભો આપવાનો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મોદી સરકાર આવી અનેક યોજનાઓ લઈને આવી છે, જે લોકોને પસંદ આવી છે અને સરકારી યોજનાઓમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. હવે ફરી એકવાર કેન્દ્ર સરકાર એવી સ્કીમ લઈને આવી છે, જેનાથી લોકો ખુશખુશાલ થયા છે. આ યોજનાને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યોજના શરૂ થયાના એક મહિનામાં જ 1 કરોડથી વધુ પરિવારોએ તેના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જી હાં.. અમે વાત કરી રહ્યા છે PM-સૂર્ય ઘર: મફત વીજળી યોજના વિશે. જેને સામાન્ય લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. જો તમે પણ આ મફત વીજળી યોજનાનો લાભ મેળવા માંગો છો આજે જ અરજી કરો.
આ પણ વાંચો: ગ્રામીણ ક્ષેત્ર મહિલાઓ માટે ખુશખબર, આ યોજના હેઠળ કરો અરજી સરકાર આપશે રૂ.4000
વડા પ્રધાને પોતે જ કરી હતી જાહેરાત
જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજનની જાહેરાત બે મહિના પહેલા કરી હતી અન એક મહીના પહેલા પીએમ પોતે જ તેને શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન 1 કરોડથી વધુ પરિવારોએ આ યોજના માટે નોંધણી કરાવી છે. આ ઉપલબ્ધિ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે.તેમણે સોશલ મીડિયા સાઈડ એક્સ ઉપર પોતાની ખુશી વ્યક્ત કરતા લખ્યું કે ફક્ત એક મહીનાની અંદર એક કરોડથી વધું લોકોએ પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ નોંધણી કરાવી છે. તેમને આગળ લખ્યો કે જે લોકોએ હજુ સુધી યોજના હેઠળ નોંધણી નથી કરાવી તે લોકોને પણ વહેલી તકે યોજના માટે નોંધણી કરવાની લેવી જોઈએ.
ગુજરાતમાં 5 લાખની વધું લોકોએ કરવાની નોંધણી
વડા પ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દેશના તમામ ભાગોમાંથી યોજના માટે નોંધણી થઈ રહી છે. આસામ, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે. જેઓ નોંધણી કરવાનું ચૂકી ગયા છે તેઓએ શક્ય તેટલું વહેલું કરવું જોઈએ. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ અનોખી પહેલનો હેતુ ઉર્જા ઉત્પાદનની સાથે સાથે ઘરો માટે વીજળીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરવાની પ્રતિજ્ઞા લેવાનો છે. આ પહેલ મોટા પાયે પૃથ્વીને ઇકો-ફ્રેન્ડલી પર્યાવરણ પ્રદાન કરવા માટે જીવનશૈલીમાં યોગદાન આપવા માટે નિર્ધારિત છે.
શું છે પીએમ સુર્ય ઘર: મફત વીજળી યોજના
PM-સૂર્ય ઘર: મફત વીજળી યોજના કેન્દ્ર સરકારની એક યોજના છે, જેનો ઉદ્દેશ્ય 1 કરોડ ઘરોની છત પર સોલર પેનલ લગાવવાનો છે. આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને વિવિધ કેટેગરીમાં રૂ. 78 હજાર સુધીની સબસિડી આપશે. આ સાથે, લાભાર્થીને 300 યુનિટ મફત વીજળી મળશે, જેના કારણે વાર્ષિક 18 હજાર રૂપિયાની બચત થઈ શકશે. આ યોજના હેઠળ 1 કિલોવોટની ક્ષમતાવાળી સોલાર પેનલ માટે રૂ. 30 હજાર, 2 કિલોવોટની ક્ષમતાવાળી પેનલ માટે રૂ. 60 હજાર અને 3 કિલોવોટ કે તેથી વધુ ક્ષમતાવાળી પેનલ માટે રૂ. 78 હજારની સબસિડી આપવામાં આવશે. જો તમે પણ યોજના માટે અરજી કરવા માંગો છો તો આ લિંક ઉપર ક્લિક કરીને પોતાની નોંધણા કરાવો. https://pmsuryaghar.gov.in
આવી રીતે કરવામાં આવશે નોંધણી
લિંક ઉપર ક્લિક કર્યા પછી રૂફટોપ સોલર માટે અરજી કરો. આ પછી તમારે તમારું રાજ્ય, વીજળી વિતરણ કંપની, વીજળી ગ્રાહક નંબર, મોબાઇલ નંબર અને ઇમેઇલ પસંદ કરવાનું રહેશે.આ પછી, જ્યારે તમે આગળ વધશો, ત્યારે એક નવું પેજ ખુલશે અને ગ્રાહક નંબર અને મોબાઇલ નંબર દાખલ કરીને લોગન કરવાનું રહેશે. અહીં એક ફોર્મ હશે જેમાં તમે આપેલ માર્ગદર્શિકા અનુસાર રૂફટોપ સોલર પેનલ માટે અરજી કરી શકો છો.અરજી કર્યા પછી, તમારે સંભવિતતાની મંજૂરી માટે રાહ જોવી પડશે.મંજૂરી મેળવ્યા પછી, તમે તમારા ડિસ્કોમ સાથે નોંધાયેલા કોઈપણ વિક્રેતા પાસેથી પેનલ ઇન્સ્ટોલ કરી શકો છો.આ પછી તમારે વિગતો સાથે નેટ મીટર માટે અરજી કરવાની રહેશે. ડિસ્કોમ દ્વારા નેટ મીટર ઇન્સ્ટોલેશન અને વેરિફિકેશન પછી, તમને પોર્ટલ પરથી કમિશનિંગ સર્ટિફિકેટ મળશે.કમિશનિંગ સર્ટિફિકેટ મેળવ્યા પછી, તમારે પોર્ટલ પર રદ થયેલ ચેક અને બેંક ખાતાની વિગતો સબમિટ કરવી પડશે.
Share your comments