જ્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. ત્યારે તેમણે એક સપનું જોયું હતું, કે એક દિવસે આપણું ગુજરાત રાસાયણિક ખાતરનું ઉપયોગ કરવાની જગ્યા ગાય આધારિત ખેતી કરશે અને ઓર્ગેનિક ખાતરનું ઉપયોગ કરશે. પીએમ મોદીના એક સપનાને પૂરા કરવા માટે ગુજરાત સરકાર હવે અગ્રસર છે. ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઓર્ગેનિક ખેતીને લઈને મોટો નિર્ણય લીધુ છે. રાજ્ય સરકારે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની યોજના બનાવી છે.
પ્રાકૃતિ ખેતીને પ્રોત્સાહન આપવા સરકાર કરશે તેના ઉપર કામ
રાજ્યમાં પ્રાકૃતિ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કૃષિ વિભાગ દ્વારા ભેગા મળીને ખેડૂતોને ઓર્ગેનિક ખેતીને તાલીમ આપી શકાય તેને લઈને એક યોજના અમલમાં મુકી છે. તેના સાથે ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ખેતી ઈન્પુટ ખર્ચ, અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા માટે 20 હજાર રૂપિયા પ્રતિ હેક્ટરના હિસાબે સહાય ચૂકવાશે.એજ નહીં યોજનાને અમલમાં મુકવા માટે રાજ્ય સરકાર દ્વારા 1 લાખ રૂપિયાની રકમ પણ ફાળવામાં આવી છે.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના
પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવેલ યોજનાના સાથે જ આજે ગુજરાત સરકાર પશુપાલકોને પણ ભેટ આપી છે. રાજ્ય સરકાર પશુપાલકો માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની પણ જાહેરાત કરી છે.જેના હેઠળ પશુપાલકોએ લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર નોંઘણી કરી શકે છે. તેના અંતર્ગત ગૌશાળા અને પાંજરાપોળ માટે પશુપાલકોને આઈ-ખેડૂત પોર્ટલ થકી 1 જુલાઈથી લઈને 15 જુલાઈ સુધી અરજી કરવાની રહેશે. ત્યા ધ્યાન આપવાની બાબત એવું છે કે આ 15 દિવસમા તમે ફક્ત એપ્રિલથી જૂનના તબક્કાની સહાય માટે જ અરજી કરી શકો છો.
Share your comments