Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

LIC કન્યાદાન પૉલિસીઃ ફક્ત રૂપિયા 121ના રોકાણથી દીકરીના લગ્ન માટે રૂપિયા 27 લાખ મેળવી શકાય; આ માટેની પ્રક્રિયાને જાણો

પારકી થાપણ દીકરી માટે આજે જ થાપણ મૂકો સાસરીએ જતી દીકરીને ગૌરવપૂર્ણ વિદાય આપો દીકરીનો પ્રસંગ સફળ કરવા આજથી જ વિચારો તમારી દીકરીના લગ્નની જવાબદારી મક્કમતાથી નિભાવો

KJ Staff
KJ Staff
LIC Kanyadan Policy
LIC Kanyadan Policy

દરેક માતા-પિતાનું સ્વપ્ન હોય છે કે દીકરીને સારું શિક્ષણ આપવું અને યોગ્ય ઉંમરે ધામધૂમથી તેને સાસરે વળાવવી. પણ તેમનું આ સપનું પૂરું કરવા માટે વર્ષો અગાઉ આર્થિક બચત કરવી પડે છે, ઘણી વાર પેટે પાટા બાંધવા પડે છે. જો તમે પણ તમારી દીકરીના ઉજ્જવળ ભવિષ્ય અંગે પરેશાન હો તો હવે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે અમે એલઆઈસીની એક એવી ખાસ પૉલિસી અંગે માહિતી આપીએ છીએ કે જેના વડે તમે તમારી દીકરીનું ભવિષ્ય વધારે સારું અને સધ્ધર બનાવી શકો છો. આ પૉલિસીનું નામ LIC કન્યાદાન પૉલિસી છે. આ પૉલિસીના નામ પરથી સ્પષ્ટ થઈ જાય છે કે આ પૉલિસી ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે ચલાવવામાં આવે છે. તો ચાલો જાણીએ આ પૉલિસીને લગતી કેટલીક વધુ માહિતી.

LIC કન્યાદાન પૉલિસી શું છેઃ

આ પૉલિસી અંતર્ગત તમારે દરરોજ રૂપિયા121 એટલે કે પ્રત્યેક મહિને રૂપિયા 3,600 પ્રિમિયમ જમા કરાવવાનું રહેશે.

પૉલિસીનો લાભ ઓછા પ્રિમિયમ સાથે પણ મેળવી શકાય છે.

જો તમે દરરોજ રૂપિયા 121 જમા કરાવો છો તો 25 વર્ષ બાદ રૂપિયા 27 લાખ રૂપિયા મળશે.

દુર્ભાગ્યે જો પૉલિસીધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારને પ્રિમિયમ જમા કરાવવું નહીં પડે. તે સાથે જ પરિવારને પ્રત્યેક વર્ષ 1 લાખ રૂપિયા આપવામાં આવશે. એટલે કે તેનો અર્થ એવો થાય છે કે આ પ્લાનમાં ડેથ બેનેફિટનો પણ સમાવેશ થાય છે.

આયુષ્યને લગતો નિયમ શો છે?

અલબત્ત, આ પૉલિસીનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકતી નથી. કારણ કે કંપનીએ LIC કન્યાદાન પૉલિસી માટે ઉંમરની મર્યાદા નક્કી કરી છે. આ પૉલિસીનો લાભ લેવા માટે ઓછામાં ઓછી 30 વર્ષની ઉંમર હોવી જોઈએ. આ સાથે દીકરીની ઉંમર ઓછામાં ઓછી 1 વર્ષ હોવી જોઈએ. આ પૉલિસીનો લાભ 25 વર્ષ સુધી મળશે અને પ્રિમિયમ 22 વર્ષ સુધી આપવાનું રહેશે. એ બાબત ધ્યાન રાખવી કે આ પૉલિસીની સમય-મર્યાદા દીકરીની ઉંમર સાથે ઘટાડી નાખવામાં આવે છે.

જરૂરી દસ્તાવેજ

આધારકાર્ડ

આવકનું પ્રમાણપત્ર

જન્મનું પ્રમાણપત્ર

ઓળખકાર્ડ

સરનામાનો પુરાવો

પાસપોર્ટ સાઇઝનો ફોટો

સહી કરેલું અરજીફોર્મ

પ્રથમ પ્રિમિયમ માટે ચૅક અથવા રોકડ

13 વર્ષ માટે પણ પ્લાન ઉપલબ્ધ છેઃ

ખાસ વાત એ છે કે તમે LIC ના આ પ્લાનને 13 વર્ષ માટે પણ મેળવી શકો છો. આ રકમનો ઉપયોગ લગ્ન માટે કરી શકાય છે. આ ઉપરાંત દીકરીના અભ્યાસ માટે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તમે આ પૉલિસી મારફતે તમારી દીકરીના ભવિષ્યને વધારે સારું કરી શકો છે અને તેની જવાબદારી અંગે નિશ્ચિંત થઈ શકો છો.

LIC કન્યાદાન સાથે સંકળાયેલા કેટલાક મહત્ત્વના મુદ્દાઃ

આ પૉલિસી 25 વર્ષ માટે લઈ શકાય છે, પણ તેમાં પ્રિમિયમ ફક્ત 22 વર્ષ સુધી જ આપવાનું રહેશે. પ્રિમિયમ માસિક અને દૈનિક બેમાંથી ગમે તે રીતે તમે ભરી શકો છો. દર મહિને પ્રિમિયમ તરીકે રૂપિયા 3600 જમા કરાવી શકો છો અથવા દરરોજ રૂપિયા 121 પણ જમા કરાવી શકો છો. જો પૉલિસીધારકનું મૃત્યુ થાય તો તેના પરિવારે કોઈ પણ પ્રકારના પ્રિમિયમની ચુકવણી કરવાની જરૂર પડતી નથી. ખાસ વાત એ છે કે આ સ્થિતિમાં દીકરીને પૉલિસીનાં બાકી વર્ષો દરમિયાન રૂપિયા 1 લાખ વાર્ષિક આધાર પર મળશે. આ ઉપરાંત જ્યારે પૉલિસીનો સમયગાળો પૂરો થાય ત્યારે દીકરી (નોમિની)ને રૂપિયા 27 લાખ પણ આપવામાં આવશે. તમે ઇચ્છો તો ઓછા અથવા વધારે પ્રિમિયમની ચુકવણી પણ કરી શકો છો.

રીતે મેળવો LIC કન્યાદાન પૉલિસીનો લાભ

જો તમે LIC કન્યાદાન પૉલિસીનો લાભ મેળવવા ઇચ્છતા હો તો તમારે નજીકની LIC ઑફિસ કે LICના એજન્ટનો સંપર્ક કરવાનો રહે છે.

તો, આજે જ વિચારો, દીકરીને ગૌરવપૂર્ણ સ્વાવલંબી જીવનની ભેટ આપવાનો વિકલ્પ, જે તમને એલ.આઈ.સી.ના દ્વારે મળી રહેશે. 

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More