Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ગુજરાતના ખેડૂતોને આંગળીના ટેરવે ‘ટેકો’ આપે છે આ ઑનલાઇન પોર્ટલ : જુઓ DAY TO DAY અને રહો સતત UPDATE

નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પટેલ આપણી માટે આજે લાવ્યો છું એક જગ-જાણીતી હોવા છતા મોટા ભાગના ખેડૂતોની જાણ બહારની સરકારશ્રીના વન એંડ ઑન્લી પોર્ટલ વિશેની માહિતી . તો આ પોર્ટલ કે વેબસાઈટ છે શું ? કઈ રીતે આપણા જેવા ખેડૂતને લાભકારક છે ? અને બીજી ઘણી વાતો પણ છે આ પોર્ટલમાં. જાણવા માટે ધ્યાન થી વાંચો .

KJ Staff
KJ Staff

નમસ્કાર ખેડૂત મિત્રો, હું તુષાર પટેલ આપણી માટે આજે લાવ્યો છું એક જગ-જાણીતી હોવા છતા મોટા ભાગના ખેડૂતોની જાણ બહારની સરકારશ્રીના વન એંડ ઑન્લી પોર્ટલ વિશેની માહિતી . તો આ પોર્ટલ કે વેબસાઈટ છે શું ? કઈ રીતે આપણા જેવા ખેડૂતને લાભકારક છે ? અને બીજી ઘણી વાતો પણ છે આ પોર્ટલમાં. જાણવા માટે ધ્યાન થી વાંચો .

તો ખેડૂત મિત્રો, આ ‘ખેડૂત-ઇ પોર્ટલ’ એ ગુજરાત સરકાર દ્વારા કૃષિ માટે બનાવવામાં આવેલી એક વેબસાઇટ છે, જેમાં કૃષિ, પશુપાલન, બાગાયત , મત્સ્ય વિભાગોની યોજનાઓ અને રાજ્યના ખેડૂતોને ખેતી માટે જરૂર પડતી કૃષિ સામગ્રી વિશેની માહિતી તથા કૃષિ પેદાશોના બજારમાં શું જુદા-જુદા ભાવ ચાલે છે ? તે વિશેની માહિતી આપવા તથા વિવિધ કલ્યાકારી યોજનાઓનો લાભ ખેડુતોને ઘર-આંગણે કઈ રીતે મળી શકે ? તે માટે બનાવવામાં આવી છે આ વેબસાઇટ કે જેને તમે ગૂગલ પર i-khedut આવું લખી સર્ચ મારશો અને લિંક ખોલશો, તો પેજ ઓપન થતાં જ નીચે ફોટોમાં દર્શાયેલ વેબસાઇટ ઓપન થશે.       

હવે ત્યાર બાદ તમે એમાં જોશો. એમાં જુદા જુદા ૯+ વિભાગો જોવા મળશે, જે આપણે એક પછી એક જોઇશું .

જુદા - જુદા વિભગો :-

૧) સંર્પક વિભાગ :- જેમ તમે ગુજરાતના ૩૩ જીલ્લાઓના ખેતીવાડી અધિકાર શ્રીના નામથી લઈ તે વિભાગોના સરનામા તથા ફોન નંબરની માહિતી મળશે, જે નીચેના ફોટોમાં દર્શાવાયેલ અનુસાર સંર્પક વિભાગમાં ક્લિક કરતા જોવા મળશે.

[ સંર્પક વિભાગ ]

૨) ઇનપુટ ડીલરો :-  જેમા તમને

ગુજરાત એગ્રો ઇંડસ્ટ્રીઝનાં ડીલર્સ

ગુજરાત સીડ કૉર્પોરેશનનાં ડીલર્સ

જી. એસ. એફ. સી. જિપ્સમ ડીલર્સ

અન્ય એટ સોર્સ ડીલર્સ

ઘટકો માટે એમપૅનલ્ડ વેન્ડર્સ પેસ્ટીસાઇડ્સ અને ફર્ટિલાઇઝર્સ ઘટકો માટે એમપૅનલ્ડ વેન્ડર્સ

-- જેવા ડીલરોની જીલ્લા વાઇઝ માહિત મળશે.

એ જ રીતે બાકીના વિભાગો જેવા કે

ધિરાણ આપનાર સંસ્થાઓ

યોજનાઓ

કૃષિ વિષયક માર્ગદર્શન

બજાર ભાવ

હવામાન

મોબાઇલ એપ્સ અને

મૂંઝવતા પ્રશ્નો

-- જોવા મળશે કે જેનો ઉપયોગ કરી ખેડૂત મિત્રો રહશે UP-TO-DATE . આમ આ વેબસાઇટ થકી સરકારશ્રી તરફ થી મળતા લાભો વિશે ખેડૂત મિત્રો વંચિત નહીં રહે. સાથે-સાથે કેટલીક વાર આ વાંચી ખેડૂતોના લાભો કેટલાક લોકો એમના નામે ભોગવે છે કે જેથી આવી છેતરપિંડી પણ થશે ઓછી.

તો આ જાણ્યા બાદ કેટલાક નવા પ્રશ્નો ઉદ્ભવશે... જેમ કે ધિરાણ માટે અરજી કઈ રીતે કરવી ?

વિવિધ યોજના માટે શું કરવું ? અને બીજા તમામ પ્રશ્નોના જવાબ માટે આ વેબસાઇટ જોતા રહો અને વાંચતા રહો.     ‘કૃષિ જાગરણ’ સાથે જોડાવા માટે, આવી કૃષિ સંબંધિત અવનવી વિવિધ માહિતીઓ મેળવના માટે ઇંસ્ટાગ્રામ પર ફૉલો કરો ‘PATH OF AGRICULTURE’ .

Links :-

https://ikhedut.gujarat.gov.in/Admin/Login.aspx

https://pmmodiyojana.in/ikhedut-portal/

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More