Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

નમો ટેબ્લેટ યોજના 2022 : કોને મળશે લાભ જુઓ સંપૂર્ણ વિગત

ઈન્ટરનેટ કનેક્ટિવિટી વધારવા અને દેશની ટેક્નોલોજી ક્ષેત્રે ડિજિટલ રૂપે સશક્ત બનાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા 2015માં "ડિજિટલ ઇન્ડિયા અભિયાન" શરૂ કરવામાં આવ્યું હતુ. અને ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયા અભિયાનને પ્રોત્સાહન આપવા માટે નમો ઈ- ટેબ્લેટ યોજના 2022 અમલમાં મૂકવામાં આવી છે.

Himanee Chauhan
Himanee Chauhan
Namo Tablet Scheme
Namo Tablet Scheme

નમો ટેબ્લેટ યોજના 2022થી કોને લાભ

નમો ઈ- ટેબ્લેટ યોજના 2022 હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને મફ્ત ટેબ્લેટ આપવામાં આવશે. આ ટેબ્લેટ યોજના હેઠળ 1000 રૂપિયાની સબસિડીથી વિદ્યાર્થીઓને બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાવાળા ટેબ્લેટ આપવામાં આવશે. નમો ટેબ્લેટ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો અને અરજી કરવાની રીત વિશે માહિતી નીચે મુજબ છે.

યોજનાનો લાભ મેળવવા શું જરુરી છે ?

નમો ટેબ્લેટ યોજનાનો લાભ મેળવવા માટે સરકાર દ્વારા કેટલીક પાત્રતા અને ધારા ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આ બાબતો મહત્વની છે.

  • વિદ્યાર્થી ગુજરાતનો જ વતની હોવો જોઈએ
  • વિદ્યાર્થી પાસે યોગ્યતા હોવી જોઈએ કે જેથી તે આ યોજનાનો લાભ મેળવી શકે.
  • શકે વિદ્યાર્થીએ ગુજરાત રાજ્ય બોર્ડ અથવા અન્ય ગુજરાત રાજ્ય માન્ય બોર્ડથી ધોરણ 12ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત રાજ્યની કોલેજ અને પોલિટેક્નિકના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોવો જોઈએ. તેવા જ વિદ્યાર્થીઓને નમો ઈ- ટેબ્લેટ યોજનાનો લાભ મળશે.

પ્રધાનમંત્રી નામો ટેબ્લેટ યોજના હેઠળ વિદ્યાર્થીઓને નજીવી કિંમતે ટેબ્લેટ આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓએ 1000 રૂપિયા જમા કરવાના રહેશે. આ ઉપરાંત લાભ બાબતે કેટલીક અગત્યની બાબતો નીચે મુજબ છે.

  1. ગુજરાત સરકાર નમો ઈ- ટેબ્લેટ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે.
  2. કોલેજમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટને માત્ર 1000 રૂપિયામાં ટેબ્લેટ યોજનાનો લાભ આપવામાં આવશે.
  3. નમો ઈ- ટેબ્લેટ યોજના દ્વારા અંદાજીત 5 લાખ મહિલા વિદ્યાર્થીનીઓને લાભ આપવામાં આવશે.

આ ડોક્યુમેન્ટની પડશે જરૂર

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ સબમીટ રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જરૂરી છે.

  • Domicile Certificate
  • વિદ્યાર્થીનું આધારકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ધોરણ-12 ની માર્કશીટ
  • ગ્રેજ્યુએશન (સ્નાતક) ના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો હોય તેનું પ્રમાણપત્ર
  • કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યાની પહોંચ
  • જાતિનું પ્રમાણપત્ર
  • BPL કાર્ડ ધરાવતા હોય તો તેનું રેશનકાર્ડ

ઓનલાઈન રજિસ્ટ્રેશનની માટેની પ્રક્રિયા

નમો ઈ-ટેબ્લેટ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન થાય છે. રજિસ્ટ્રેશન કરવા માટે તમારી કોલેજમાં જવાનુ રહેશે.

  • વિદ્યાર્થીઓની સંસ્થા અથવા કોલેજ નમો ટેબ્લેટ યોજનાનું ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.
  • કોલેજ દ્વારા નમોઇ-ટેબ્લેટ યોજનાનું રજીસ્ટ્રેશન કરવા માટે Digital Gujarat Portal ખોલવાનું રહેશે. 
  • ત્યારબાદ એમાં આપેલાlogin પર ક્લિક કરો.
  • ત્યારબાદ School Login / Institution Login પર ક્લિક કરો. 
  • હવે તમારે ફાઇનાન્સિયલ વર્ષ પસંદ કરવાનું રહેશે.
  • ત્યારબાદTablet Distribution પર ક્લિક કરીને Tablet Student Entry માં જવાનું રહેશે
  • હવે તમારેAdd New Student પર ક્લિક કરીને વિદ્યાર્થીની તમામ માહિતી ભરવાની રહેશે.

આ પણ વાંચો : ડેરી ફાર્મિંગ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર આપશે 25 ટકા સબસિડી

આ પણ વાંચો : બજેટ થયુ રજૂ, ખેડૂતોના માટે કરી કઈ મોટી જાહેરાત

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More