
કૃષિ મંત્રાલય દ્વારા આજે ખેડૂતો માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય ખાતર ગુણવત્તા નિયંત્રણ અને તાલીમ સંસ્થાના પોર્ટલ,સોઈલ હેલ્થ કાર્ડ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન તેમજ શાળ માટી આરોગ્ય કાર્યક્રમ, કૃષિ સખી કન્વર્જન્સ પ્રોગ્રામ અને ખાતર નમૂના પરીક્ષણ આજે ગુરૂવારે 7 માર્ચે લોન્ચ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ, દિલ્લીના કૃષિ ભવન ખાતે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન ગિરિરાજ સિંહના હસ્તે તેને લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અન્ય મંત્રાલયો સાથે મળીને ખેડૂતોના હિતમાં આવી પહેલો સતત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે જો આપણા ખેડૂતોને આવી તમામ સુવિધાઓથી સશક્ત કરવામાં આવશે તો તેઓ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દેશ અને વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે. તેમણે ઉમેર્યું કે, સહકાર દ્વારા ઉદ્દેશ્યપૂર્ણ, લક્ષ્યાંકિત અને સમૃદ્ધિના મૂળ મંત્ર સાથે સહકાર આધારિત ભારત બનાવવા માટે સરકાર આ કાર્ય કરી રહી છે.
આ પણ વાંચો: આવનારા બે વર્ષમાં સમગ્ર ગુજરાતમાં થશે પ્રાકૃતિક ખેતી, ઉદ્યોગકારોને આગળ આવવાની વિનંતી
આથી આપણે એક નવીન ક્ષિતિજનું નિર્માણ કરીશું
મુંડાએ જણાવ્યું હતું કે, આપણી જમીનના આરોગ્ય અને ઉપજ દ્વારા આપણે લોકોનું આરોગ્ય સારું રાખીને આપણા દેશ અને વિશ્વની જરૂરિયાતો પણ પૂર્ણ કરીને એક નવી ક્ષિતિજનું નિર્માણ કરી શકીશું. તેમણે કહ્યું કે, જમીનની તંદુરસ્તી સારી જાળવવામાં કૃષિ સખીની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીના નેતૃત્વમાં આ એક મહાન શક્તિ છે જે ખેડૂતોને જમીનના સ્વાસ્થ્ય વિશે શિક્ષિત કરી શકે છે. મહિલા સશક્તિકરણ સાથે, અમે ધ્યેય તરફ પગલાં ભરી રહ્યા છીએ અને અર્થપૂર્ણ પરિણામો તરફ આગળ વધી રહ્યા છીએ.
મુંડાએ કહ્યું કે કૃષિ મંત્રાલયે શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સાથે મળીને શાળા જમીન આરોગ્ય કાર્યક્રમ પર એક પાયલોટ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. આ અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં કેટલાક કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં માટી પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી, જેઓ તેમના ગામો અને કૃષિ ક્ષેત્રના વિકાસમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારના આ અનોખા કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલય, નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડલ સ્કૂલનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોર્ટલને ફરીથી ડિઝાઈન કરવામાં આવ્યું
પોર્ટલને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને ગ્રામ્ય સ્તરે કેન્દ્રીયકૃત ડેશબોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. GIS વિશ્લેષણ વર્ચ્યુઅલ રીતે તરત જ ઉપલબ્ધ છે. ખેડૂતો એસએમએસ દ્વારા અને પોર્ટલ પર તેમનો મોબાઈલ નંબર દાખલ કરીને SHC ડાઉનલોડ કરી શકે છે. પોર્ટલમાં સોઈલ રજીસ્ટ્રી, ખાતર વ્યવસ્થાપન, ઈમોજી આધારિત સોઈલ હેલ્થ કાર્ડ, પોષક તત્ત્વોનું ડેશબોર્ડ, પોષક તત્વોના હીટ નકશા આપવામાં આવ્યા છે. હવે પ્રગતિ પર તરત જ નજર રાખી શકાશે.
મોબાઈલ એપ આધારિક માટીના નમૂનાનું ક્લેક્શન
મોબાઈલ એપ આધારિત માટીના નમૂનાનું કલેક્શન અને ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે. હવે એપમાંથી ખેડૂતોના જીઓ-કોઓર્ડિનેટ્સ આપોઆપ કેપ્ચર થઈ રહ્યા છે જ્યાંથી સેમ્પલ લેવામાં આવે છે. QR કોડ સ્કેન સક્ષમ નમૂના સંગ્રહ રજૂ કરવામાં આવ્યો છે, જે યોગ્ય માટી નમૂના સંગ્રહની ખાતરી કરે છે. એપ પ્લોટની વિગતો પણ રજીસ્ટર કરે છે અને ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં કામ કરે છે. જ્યાં સુધી સોઈલ હેલ્થ કાર્ડ ન બને ત્યાં સુધી ખેડૂતો માટીના નમૂનાઓ પર નજર રાખી શકે છે.

શાળા જમીન આરોગ્ય કાર્યક્રમ
શાળા જમીન આરોગ્ય કાર્યક્રમ પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં 20 કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયોમાં માટી પ્રયોગશાળાઓની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે, અભ્યાસ મોડ્યુલ વિકસાવવાની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મોબાઇલ એપ શાળાના કાર્યક્રમ માટે કસ્ટમાઇઝ કરવામાં આવી છે અને પોર્ટલમાં કાર્યક્રમ માટે એક અલગ વિભાગ છે, જ્યાં વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ મૂકવામાં આવે છે. હવે, આ કાર્યક્રમને 1000 શાળાઓમાં વિસ્તારવામાં આવ્યો છે.
એકલવ્ય મોડલ સ્કૂલ
કાર્યક્રમમાં સમાવિષ્ટ કેન્દ્રીય નવોદય વિદ્યાલય અને એકલવ્ય મોડલ સ્કૂલ. પોર્ટલમાં શાળાઓ ઉમેરવામાં આવી રહી છે, ઓનલાઈન બેચ બનાવવામાં આવી રહી છે. નાબાર્ડ દ્વારા, કૃષિ મંત્રાલય શાળાઓમાં માટી પ્રયોગશાળાઓ સ્થાપિત કરશે. વિદ્યાર્થીઓ માટીના નમૂના એકત્રિત કરશે, શાળાઓમાં સ્થાપિત પ્રયોગશાળાઓમાં પરીક્ષણ કરશે અને માટી આરોગ્ય કાર્ડ બનાવશે. આ પછી તેઓ ખેડૂતો પાસે જશે અને તેમને જમીનના સ્વાસ્થ્ય સંબંધી ભલામણો વિશે માહિતગાર કરશે.
Share your comments