પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો 16મો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે. વિશ્નની સૌથી મોટી ડીબીપી યોજના તરીકે ઓળખાણ ધરાવતી પીએમ સન્માન નિધી યોજના હેઠળ પરમ દિવસે એટલે કે બુધવારે 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં તેના 16મો હપ્તો ક્રેડિટ કરી દેવામાં આવશે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે ઘણા બધા એવા ખેડૂતો છે જેમના બેંક ખાતામાં 16મો હપ્તો નાખવામાં નહીં આવે. સરકારનું કહેવું છે જે ખેડૂતોએ યોજનાને લગતી કેટલીક મહત્વપૂર્ણ કામગીરી કરી નથી તેઓને યોજનાના લાભથી વંચિત રાખવામાં આવશે. આથી નોંધણી કરનાર તમામ ખેડૂતોને 16મો હપ્તોનો લાભ મળશે નહી
આવી રીતે જાણી શકશો પૈસા આવશે કે નહી
જો તમેં નોંધણી કરાવી હોય, તો તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર બેબસાઇટ પર જઈને લાભાર્થીઓની સૂચીમાં તમારો નામ તપાસી શકો છો અને જાણી શકો છો કે તમારા ખાતામાં પૈસા આવશે કે નહી.આથી તમને ખબર પડી જશે કે તમે નોંધણી કરતી વખતે કોઈ ખોટી માહિતી દાખલ તો નથી કરી ને.જેમ કે ફોર્મમાં સરનામું કે બેંક ખાતું ખોટું હોય કે પછી એનપીસીઆઈ આધાર સીડીંગ કરવામાં આવ્યું છે કે નહી.
જણાવી દઈએ, જો પબ્લિક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા રેકોર્ડ્સ સ્વીકારવામાં નહીં આવે, તો તમને યોજનાના લાભો મળશે નહીં. આ સિવાય આ યોજના હેઠળ એવા ખેડૂતોને પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે નહીં જેમણે KYC પૂર્ણ કર્યું નથી. આ માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે.
ખેડૂત હેલ્પલાઈન નંબર
આ યોજના સંબંધિત કોઈપણ સમસ્યાના કિસ્સામાં, ખેડૂતો હેલ્પલાઈન નંબર - 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 દ્વારા સંપર્ક કરી શકે છે. આ સિવાય તમે pmkisan-ict@gov.in પર ઈમેલ કરીને સંપર્ક કરી શકો છો.જણાવી દઈએ આ યોજના હેઠળ સરકાર દ્વારા વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે. આ રૂપિયા ખેડૂતોને 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 15 હપ્તા મોકલવામાં આવ્યા છે. તે જ સમયે, 16મા હપ્તાની રાહ હવે પૂરી થઈ ગઈ છે. જો કે 28 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવશે.
Share your comments