ખેડૂતોને સરકારની કોઈ પણ યોજનાનું લાભ સરળતાથી મળે અને તેમને કોઈ પણ સમસ્યા જોવાનો વારો નહીં આવે, તેના માટે હવે આધાર કાર્ડની જેમ કિસાન કાર્ડ બનાવવાની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી છે. આવતા મહિનાની 1 તારીખથી આ યોજના માટે ખેડૂતોની નોંઘણી શરૂ કરી દેવામાં આવશે. જણાવી દઈએ આ યોજના થકી સૌથી પહેલા કિસાન કાર્ડ ઉત્તર પ્રદેશના ખેડૂતોનું બનાવવામાં આવશે, ત્યાર પછી દેશના બીજા રાજ્યના ખેડૂતોનું એક એક કરીને નંબર આવશે. આ કાર્ડ માટે ખેડૂતોનો આધાર નંબર, ખેતરનો વિસ્તાર અને ઠાસરા નંબરની વિગતો ભરવામાં આવશે. સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી કિસાન કાર્ડ જારી કરવામાં આવશે, જેના થકી ખેડૂતોએ સરકારની કોઈ પણ યોજનાનું લાભ મેળવી શકશે.
કિસાન કાર્ડ માટે ગામે ગામ યોજાશે કેમ્પ
ખેડૂતોને સરકારની દરેક યોજનાનું લાભ પહોંચાડવા માટે જો કિસાન કાર્ડ બનાવવામાં આવી રહ્યું છે, તેના માટે ગામે ગામ કેમ્પ લગાવવામાં આવશે. જેથી ખેડૂતો સામે કિસાન કાર્ડ માટે પોતાની નોંધણી કરાવવામાં કોઈ મુશ્કેલી ઉભી ન થાય. જો કે આ યોજનાની શરૂઆથ ઉત્તર પ્રદેશથી કરવામાં આવશે, તેથી કરીને સમગ્ર દેશમાં સૌથી પહેલા આ યોજનાનું લાભ ત્યાંના ખેડૂતોને મળશે. જણાવી દઈએ આ કાર્ડ માટે નોંધણી કરાવવા માટે 1 જુલાઈથી નોંધણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે અધિકારિઓ કાર્ડ માટે ખેડૂતોની નોંધણી કરાવશે તેઓ ખેડૂતોથી તેમના પિતાનું નામ, ખાતા નંબર. આધાર નંબર, મોબાઇલ નંબર વગેરે જેવી વિગતો માંગશે. તેમ જ છેલ્લા બે સિઝનમાં વાવામાં આવેલ પાકોની માહિતી પણ મેળવવામાં આવશે.
નોંધણી પ્રક્રિયાની તૈયારી થઈ પૂર્ણ
1 જુલાઈથી શરૂ થનારી કિસાન કાર્ડ બનાવવા માટેની નોંધણી પ્રક્રિયાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કૃષિ વિભાગના સંયુક્ત નિયામક ડીકે સિંહે જણાવ્યું હતું કે કૃષિ અને મહેસૂલ વિભાગના છ-છ અધિકારીઓને માસ્ટર ટ્રેનર બનાવવામાં આવ્યા છે. તેવી જ રીતે જિલ્લા કક્ષાએ પણ તાલીમ આપવામાં આવી છે. પ્રથમ તબક્કામાં ગામડાઓમાં કેમ્પ લગાવીને ખેડૂતોની નોંધણી કરવામાં આવશે. બીજો તબક્કો 1 ઓગસ્ટથી શરૂ થશે. આમાં ખેડૂતો પોતે તેમની મોબાઈલ એપ અથવા જાહેર સુવિધા કેન્દ્રની મુલાકાત લઈને નોંધણી કરાવી શકશે.
આ હશે કાર્ડના ફાયદા
હાલમાં, ખેડૂતોએ લોન લેવા માટે રેવન્યુ રેકોર્ડ્સ આપવા પડે છે. ખેડૂત નોંધણી પછી, સંબંધિત એપ્લિકેશન પર તેનો નંબર દાખલ કરીને તેની સંપૂર્ણ વિગતો જોઈ શકાય છે. લાભાર્થીઓની ચકાસણી, કૃષિ પેદાશોના માર્કેટિંગ અને અન્ય નાણાકીય બાબતોમાં સગવડતા રહેશે. તેમજ પીએમ કિસાન સન્માન નિધિ, પાક લોન માટે કિસાન ક્રેડિટ કાર્ડ, પાક વીમો અને આપત્તિ દરમિયાન વળતરની ચુકવણી માટે ખેડૂતોને ઓળખવામાં સરળતા રહેશે.
Share your comments