કેંદ્રની મોદી સરકાર ખેડૂતોને ફરીથી એક ભેટ આપી છે. કેંદ્ર સરકારે ખેડૂતો માટે નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના થકી હવે ખેડૂતોએ પોતાના પાક એટલે કે ફળ, શાકભાજી, દૂધ અને અન્ય કૃષિ ઉત્પાદકોને વિમાન થકી દેશના એક ભાગથી બીજા ભાગમાં મોકલી શકે છે. તેના માટે કેંદ્ર સરકાર જે યોજના શરૂ કરી છે તેને પીએમ કિસાન ઉડાન યોજના નામ આપવામાં આવ્યું છે. એમ તો કેંદ્ર સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવી રહી છે. જેમાં ખેડૂતોને સબસિડીથી લઈને લોન અને ક્રેડિટ કાર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવે છે. હવે કેંદ્ર જો નવી યોજના પીએમ કિસાન ઉડાન યોજના લઈને આવી છે તેનાથી સરકાર ખેડૂતોની આ સમસ્યા દૂર કરવા માંગે છે જેમા ખેડૂતોનું કહવું છે પાક મોકલવામાં દેર થવાના કારણે તે બરબાદ થવા માંડે છે, જેથી આપણે મોટું નુકસાન વેઠવું પડે છે.
પ્લેન દ્વારા ઉત્પાદનોનું ઝડપથી થાય છે પરિવહન
PM કિસાન ઉડાન યોજના હેઠળ, દેશ-વિદેશમાં ફૂલ, ફળ, શાકભાજી, ડેરી સહિત ટૂંકા ગાળાના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરવા માટે અનુકૂળ વ્યવસ્થા છે. પ્લેન દ્વારા ઉત્પાદનોનું ઝડપથી પરિવહન થાય છે, જેથી ઉત્પાદનો સમયસર પહોંચાડી શકાય અને ખેડૂતોને સારા ભાવ પણ મળી શકે. કોઈપણ ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકે છે.આ યોજના પર્વતીય વિસ્તારો, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને આદિવાસી વિસ્તારોમાંથી કૃષિ ઉત્પાદનોના પરિવહન પર ધ્યાન કેન્દ્રિત કરે છે, કારણ કે આ વિસ્તારોમાં માર્ગ પરિવહન ખૂબ મુશ્કેલ છે.
8 મંત્રાલયોના આ યોજના હેઠળ સમાવેશ
જણાવી દઈએ કે કૃષિ ઉડાન યોજના હેઠળ 8 મંત્રાલયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, પશુપાલન અને ડેરી વિભાગ, મત્સ્યોદ્યોગ વિભાગ, ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રાલય, વાણિજ્ય વિભાગ, આદિજાતિ બાબતોનું મંત્રાલય અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ યોજના માટે અરજી કરવા પર તમને ખેડૂતોને લેન્ડિંગ, પાર્કિંગ, ટર્મિનલ નેવિગેશન લેન્ડિંગ ચાર્જિસ અને રૂટ નેવિગેશન ફેસિલિટી ચાર્જિસમાંથી મુક્તિ આપવામાં આવશે.
Share your comments