Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

KCC: ખેડૂતો માટે કેસીસીને લઈને મોટી જાહેરાત, આટલા રૂપિયા સુધીનું લોન લેવા પર નથી આપવું પડે વ્યાજ

અત્યારે સંસદમાં બજેટ સેશન ચાલી રહ્યું છે.જેમાં કેન્દ્ર સરકાર દેશના દરેક ક્ષેત્ર માટે મોટી મોટી ઘોષણાઓએ કરી રહી છે. એજ સંદર્ભમાં બુધવારે કેન્દ્ર સરકારે ચાલૂ નાણકીય વર્ષમાં કિસાન ક્રેડિટ કાર્ટ એટલે કે કેસસી દ્વારા લેવામાં આવેલ 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માટે વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

અત્યારે સંસદમાં બજેટ સેશન ચાલી રહ્યું છે.જેમાં કેન્દ્ર સરકાર દેશના દરેક ક્ષેત્ર માટે મોટી મોટી ઘોષણાઓએ કરી રહી છે. એજ સંદર્ભમાં બુધવારે કેન્દ્ર સરકારે ચાલૂ નાણકીય વર્ષમાં કિસાન ક્રેડિટ કાર્ટ એટલે કે કેસસી દ્વારા લેવામાં આવેલ 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માટે વ્યાજ સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. સરકારના સૂત્રો દ્વારા મળી માહિતી મુજબ આ યોજના હેઠળ ખેડૂતોને 7 ટકાના રાહત દરે લોન મળે છે, જો ખેડૂતો સમયસર લોન ચૂકવે છે તો સરકાર તેમને દર વર્ષે 3 ટકા વધારાની વ્યાજ સહાય આપવામાં આવે છે.

કુદરતી આફતોથી પ્રભારિત ખેડૂતોને મળશે રાહત

ખેડૂતોને જો સુવિધા પૂરી પાડવામાં આવશે તેને લઈને વાત કરતા ભારતીય રિઝર્વ બેંકે જણાવ્યું કે જે ખેડૂતો તેમની લોન સમયસર ચૂકવે છે તેમને નાણાકીય વર્ષ 2024-25 ટૂકાં ગાળા દરમિયાન વાર્ષિક ચાર ટકાના દરે ટૂંકા ગાળાની પાક લોન અથવા પશુપાલન લોન આપવામાં આવશે. ડેરી, માછીમારી, મધમાખી ઉછેર વગેરે જેવી કૃષિ પ્રવૃત્તિઓ માટે લોન ઉપલબ્ધ થશે. કેન્દ્રીય બેંકે કહ્યું કે લોન આપતી સંસ્થાઓને વ્યાજ સબસિડીનો દર 2024-25 માટે 1.5 ટકા રહેશે. રિઝર્વ બેંકે કહ્યું કે કેટલીવાર ખેડૂતો કુદરતી આફત કે અન્ય કોઈ કારણસર પોતાનો પાક વેચી શકતા નથી. જેના કારણે તેઓને નુકસાન થાય છે અને તેમનો મનોબળ પણ ઘટી જાય છે.

ખેડૂતોને વેરહાઉસમાં ઉત્પાદનો રાખવા માટે પ્રોત્સાહિત કરવું

રિઝર્વ બેંકે કહ્યું કે પરિસ્થિતિને સંભાળવા અને ખેડૂતોને વેરહાઉસમાં ઉત્પાદનો રાખવા માટે પ્રોત્સાહિત કરવા, KCC હેઠળ વ્યાજ માફીનો લાભ લણણી પછી છ મહિના સુધીના સમયગાળા માટે નાના અને સીમાંત ખેડૂતોને ઉપલબ્ધ થશે. રિઝર્વ બેંકે કહ્યું કે કુદરતી આફતોથી પ્રભાવિત ખેડૂતોને રાહત આપવા માટે, પુનર્ગઠિત લોનની રકમ પર તે વર્ષ માટે લાગુ વ્યાજ માફીનો દર પ્રથમ વર્ષ માટે બેંકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે. આવી પુનર્ગઠિત લોન પર બીજા વર્ષથી સામાન્ય વ્યાજ દર લાગુ થશે. સંશોધિત વ્યાજ સબવેન્શન સ્કીમ (MISS) હેઠળ ખેડૂતોને મુશ્કેલી-મુક્ત લાભો સુનિશ્ચિત કરવા, 2024-25માં ઉપરોક્ત ટૂંકા ગાળાની લોન મેળવવા માટે આધાર લિંકેજ ફરજિયાત રહેશે.

કિસાન ક્રેડિચ કાર્ડએ લોનનો એક પ્રકાર

કિસાન ક્રેડિટ કાર્ડ એ લોનનો એક પ્રકાર છે જે બેંકો દ્વારા ખેડૂતોને સસ્તા વ્યાજે આપવામાં આવે છે, આ યોજના 1998 માં ભારત સરકાર, ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવી હતી, જેનું નામ કિસાન ક્રેડિટ કાર્ડ હતું. જો તમે પહેલા ક્યારેય કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાંથી લોન લીધી નથી, તો તમે તમારી નજીકની બેંકમાં જઈને તમારી જમીનના દસ્તાવેજો સબમિટ કરી શકો છો અને કેટલીક અન્ય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, તમે ખેતી માટે લોન લઈ શકો છો. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 2022-23 હેઠળ, ખેડૂતોને માત્ર 4 ટકાના વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More