PM Awas Yojana હેઠળ ભારત સરકાર દ્વારા ઘર વિહોણાને ઘર બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આજે અમે તમેન એ જણાવીશુ કે આ યોજનાનો લાભ કોણ લઈ શકે છે ? કઈ રીતે યોજનાનો લાભ મેળવી શકાય અને તમારુ નામ આ યોજના અંર્ગત સૂચીમાં છે કે કેમ ?
સૂચિમાં નામ ચેક કરવાની રીત
- આ યોજના હેઠળ લાભાર્થી તરીકે તમારું નામ સૂચિમાં છે કે નહીં તે તમે સરળતાથી જાણી શકો છો.
- આ માટે, સૌ પ્રથમ, તમારી પાસે અરજી પછી પ્રાપ્ત થયેલ નોંધણી ID હોવી જોઈએ. આ દ્વારા તમે તમારી સબસિડીની સ્થિતિ ચકાસી શકો છો.
- આ તપાસવાની ચાર સરળ રીતો છે.
શહેરી અને ગ્રામીણ અરજદારો માટે અલગ અલગ છે નિયમો:
- આ યોજના હેઠળ, જે લોકો શહેરી વિસ્તારોમાં પ્રથમ વખત મકાન ખરીદે છે અથવા બાંધે છે, તેમને CLSS અથવા ક્રેડિટ લિંક્ડ સબસિડી મળે છે.
- ગ્રામીણ વિસ્તારોના લોકોને આ યોજના હેઠળ આવાસના નિર્માણ માટે એક નિશ્ચિત રકમ આપવામાં આવે છે.
- શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે અલગ અલગ નિયમો છે.
- યોજનાનો લાભ લેનારાઓની આવક મર્યાદા 6 લાખ હતી પરંતુ હવે તેને વધારીને 18 લાખ કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ, કોઈપણ વર્ગના લોકો તેમની આવક અનુસાર સરકાર તરફથી તેમના પ્રથમ ઘર માટે સબસિડીનો લાભ લઈ શકે છે.
કોણ મેળવી શકશે યોજનાનો લાભ
- 21થી 55 વર્ષની વયજૂથના લોકો સરકારની આ અદ્ભૂત યોજનાનો લાભ લઇ શકે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે, નીચલા આર્થિક વર્ગ EWSના લોકોની વાર્ષિક ઘરેલુ આવક રૂપિયા 3 લાખ હોવી જોઈએ.
- મધ્યમ વર્ગ LIG માટે વાર્ષિક આવક 3-6 લાખ રૂપિયા હોવી જોઈએ. જો કે, 12-18 લાખની આવક ધરાવતા લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે છે.
- યોજનાનો લાભ લેવા અરજદારે આવકનો પુરાવો, ફોર્મ 16 અથવા આવકવેરા રિટર્ન દસ્તાવેજો આપવાના રહેશે.
- સ્વરોજગાર પૂરુ પાડે છે તેઓએ તેમની આવકનું પ્રમાણપત્ર આપવું પડશે.
યોજના અંર્ગત મળવાપાત્ર સહાય
- જેઓ યોજનાનો લાભ લેવા માગે છે તેમને તેમની આવક અનુસાર સબસિડીનો લાભ મળશે.
- ઉદાહરણ તરીકે, વાર્ષિક રૂ. 12 લાખ સુધીની કમાણી કરનારાઓને 9 લાખ રૂપિયા સુધીની લોન પર 4 ટકા વ્યાજ સબસિડીનો લાભ મળશે.
- 18 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 12 લાખ રૂપિયા સુધીની લોન પર 3% સબસિડીનો લાભ લઈ શકશે.
Share your comments