મારો આધાર મારી ઓળળ ફક્ત તમારી ઓળખ જ નથી પરંતુ સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઘણી યોજનાઓ અને દરેક ક્ષેત્રમાં તમારી ઓળખાણ તરીકે ફરજિયાત દસ્તાવેજ પણ છે. જો તમને વિશ્વાસ ન હોય ને તો કોઈપણ યોજનામાં વગર આધાર તમે અરજી કરીને જોઈ શકો છો. તેના વગર કેટલા મોટા કામો અટકી જાય છે. ખાસ કરીને જો તમે કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લેવા માંગતા હોવ તો તેના વિના કઈં જ શક્ય નથી. આમા ખેતીની લગતી યોજનાઓ પણ સામેલ છે.આ શ્રેણીમાં દેશના પામ ઓઈલ સંબધિત ખેડૂતો માટે એક નવો નિયમ બાહર પાડવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ખજૂરના ખેડૂતો તેમની અરજીમાં આધાર પુરાવા રજુ નહીં કરે તો તેઓ કેન્દ્રીય સબસિડીનો લાભ મેળવી શકે નહીં.
આધાર થયા ફરજિયાત
સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ મુજબ કેન્દ્રીય કૃષિ મંત્રાલયે તાડના ખેડૂતો માટે આધાર પુરાવા ફરજિયાત બનાવ્યા છે. જો આ ખેડૂતોને ખજૂરની ખેતીમાં કેન્દ્રીય સબસિડી જોઈતી હોય તો આધાર કાર્ડ આપવું જરૂરી બનશે. જણાવી દઈએ કે આધારની માંગ એટલા માટે કરવામાં આવી રહી છે જેથી સબસિડીના પૈસા તેની સાથે જોડાયેલા બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવી શકાય. જો ડીબીટી દ્વારા આવશે. સરકારના નવા નિયમ મુજબ જો ખેડૂતોને પામ પર સબસિડી જોઈતી હોય તેમણે તેમની આધાર માહિતી આપવી પડશે.
જો આધાર કાર્ડ નથી તો વહેલી તકે તેને બનાવી કાઢો
જોકે આ કડક નિયમમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે, પરંતુ ફક્ત થોડા દિવસો માટે. સરકારે રાજ્ય સરકારોને જે ખેડૂતોની પાસે આધાર કાર્ડ નથી તેમના કાર્ડ જલ્દી બનાવવાની સૂચના આપી છે. ત્યાર સુધી કોઈ પણ ખજૂર ખેડૂત તાત્કાલિક સબસિડી યોજનાથી વંચિત ન રહે તે માટે આધારની જગ્યાએ વિકલ્પ તરીકે અન્ય કોઈ ઓળખ દસ્તાવેજ જમા કરાવવા સૂચના પણ આપવામાં આવી છે. ખેડૂતો હવે વૈકલ્પિક ઓળખ કાર્ડ આપીને સબસિડીનો લાભ લઈ શકે છે, પરંતુ બાદમાં તેમણે આધાર પુરાવા રજૂ કરવો પડશે.
ખજૂરના ઉત્પાદન માટે મિશન મોડમાં સરકાર
આ બધુ કરવા પાછળ સરકારનો લક્ષ્ય દેશમાં ખજૂરનું ઉત્પાદન વધારવા માટે છે. જેના માટે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય ખાદ્ય તેલ મિશન-ઓઈલ પામ એટલે કે એનએમઈઓ-ઓપી શરૂ કરવામાં આવ્યું છે. જેના હેઠળ સરકારે 2025-26 સુધીમાં દેશમાં 11.20 લાખ ટન ફ્રુડ પામ ઓઈલનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. હાલમાં દેશનો મોટાભાગનો વપરાથ વિદેશમાંથી આયાત કરવામાં આવે છે. જેના પર સરકારી તિજોરીના અબજો રૂપિયાનો ખર્ચ થાય છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે અત્યારે તે મિશન દેશના 15 રાજ્યોમાં કામ કરી રહ્યું છે. જેમાં 21.75 લાખ હેક્ટર જમીનને આવારી લેવામાં આવી છે.
શું છે પામ સબસિડી
સરકાર આ મિશન હેઠળ પામ ખેડૂતોને સબસિડી આપે છે, જેને VGP એટલે કે વાયેબિલિટી ગેપ પેમેન્ટ કહેવામાં આવે છે. આ સબસિડી એટલા માટે આપવામાં આવે છે કે જેથી ક્રૂડ ઓઈલના ઘટતા ભાવના કારણે ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકાય. દેશના બજારમાં ક્રૂડ પામ ઓઈલના ભાવ ઘટતાની સાથે જ સરકાર સબસિડીના નાણાં ડીબીટી દ્વારા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે.
શા માટે આપવામાં આવે છે સબસિડી
કોઈ પણ કારણે જો પામના ખેડૂતોને નુકસાન થાય તો આ સબસિડી થકી ખજૂરની ખેતી ખેડૂત ચાલૂ રાખી શકે છે. હવે આ સબસિડી મેળવવા માટે સરકારે આધાર નંબર ફરજિયાત બનાવ્યો છે. સબસિડી માટે આધારનો પુરાવો આપવો પડશે અને જો નહીં આપી શકતા તો તમારે તેના માટે અરજી કરવી પડશે. હમણાં માટે, કોઈપણ વૈકલ્પિક ઓળખ કાર્ડ પૂરતું હશે, પરંતુ પછીથી આધાર નંબર વિશેની માહિતી ફરજિયાત કરી દેવામાં આવી છે.
Share your comments