Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

આઇ-ખેડુત પોર્ટલ મુકાયું ખુલ્લું, જાણી લો અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે અનેક લાભ

Chetna Rajesh Raja
Chetna Rajesh Raja
IKHEDUT PORTAL
IKHEDUT PORTAL

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસીડી ચોજનાઓ ચલાવવામાં આવે છે. ખેડૂતો ને વિવિધ પ્રકારના પાક ઉગાડવા અને ખેતી માટે ટ્રેકટર, પંપસેટ જેવી સાધનસામગ્રી ખરીદવા માટે IKHEDUT PORTAL 2023 પર ઓનલાઇન અરજીઓ કરી શકાશે. હાલ ખેડૂતો માટે બાગાયત વિભાગની વિવિધ યોજનાઓની  સબસીડી મેળવવા IKHEDUT PORTAL 2023 ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યુ છે.

ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકારશ્રી દ્વારા અખાત્રીજના શુભ દિવસ તા. ૨૨/૦૪/૨૦૨૩ થી તા. ૩૧/૦૫/૨૦૨૩ સુધી આઇ-ખેડુત પોર્ટલ  શુભ દિવસથી ખુલ્લુ મુકવામાં આવેલ છે.  આઈ-ખેડુત પોર્ટલ પર ખેડૂત ભાઈઓ ઓનલાઇન અરજીઓ કરી શકશે.

બાગાયત વિભાગ સહાય ઘટકો 

1 અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો
2 અનાનસ (ટીસ્યુ)
3 અન્ય સુગંધિત પાકો
4 ઉત્પાદન એકમ
5 ઔષધિય / સુગંધિત પાકોના વાવેતર માટે સહાય
6 કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ
7 કંદ ફૂલો
8 કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ
9 કેળ (ટીસ્યુ)
10 કોલ્ડ ચેઇન ના ટેકનોલોજી ઇન્ડકશન અને આધુનિકીકરણ માટે
11 કોલ્ડ ચેઇન મેનેજમેન્ટ કાર્યક્રમ
12 કોલ્ડ ચેઇનને પ્રોત્સાહિત કરવા માટે
13 કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ )
14 કોલ્ડ્ રૂમ (સ્ટેગીંગ) (ક્ષમતા ૩૦ મે. ટન)
15 ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે
16 ચાલુ ટીસ્યુકલ્ચર લેબ.નું સ્ટ્રેન્ધનીંગ
17 છુટા ફૂલો
18 જૂના બગીચાઓનું નવીનીકરણ/ નવસર્જન કેનોપી મેનેજમેન્ટ સાથે
19 ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય
20 ટુલ્સ,ઇકવીપેમન્ટ, શોર્ટીગ/ગ્રેડીંગના સાધનો,પીએચએમના સાધનો (વજનકાંટા, પેકીંગ મટીરીયલ્સવ, શોર્ટીંગ/ગ્રેડીંગ મશીનરી જેવા સાધનો સાથે પ્લાસ્ટીક ક્રેટસ)
21 ટ્રેકટર માઉન્ટેડ/ ઓપરેટેડ સ્પ્રેયર (૩૫BHP થી વધુ)/ ઇલેક્ટ્રોસ્ટેટીક સ્પ્રેયર
22 ટ્રેકટર માઉન્ટેડ/ઓપરેટેડ સ્પ્રેયર(૨૦ BHP થી ઓછા)
23 દાંડી ફૂલો (કટ ફલાવર્સ)
24 નવી ટીસ્યુકલ્ચર લેબ.ની સ્થાપના

25 નાની નર્સરી (૧ હે.)
26 નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે
27 પપૈયા
28 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૨-૧૬લી. ક્ષમતા)
29 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૧૬ લી. થી વધુ ક્ષમતા)
30 પાવર નેપસેક સ્પ્રેયર / પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર (૮-૧૨ લી. ક્ષમતા)
31 પોલી હાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા કાર્નેશન અને જર્બેરાના પ્લાન્ટીંગ મટીરીયલ માટે તથા ખેતી ખર્ચ માટે
32 પોલીહાઉસ (નેચરલી વેન્ટીલેટેડ)-નળાકાર સ્ટ્રક્ચર માટે
33 પોલીહાઉસ/ શેડનેટ હાઉસમાં ઉગાડવામાં આવતા ઓર્કીડ અને એન્થુરીયમના પ્લાન્ટીંગ મટીરીયલ તથા ખેતી ખર્ચ માટે
34 પ્રાઇમરી/ મોબાઇલ/ મીનીમલ પ્રોસેસીંગ યુનિટ
35 પ્રી કૂલીંગ યુનિટ (ક્ષમતા ૬ ટન)
36 પ્લગ નર્સરી
37 પ્લગ નર્સરી (વનબંધુ)
38 પ્લાસ્ટીક આવરણ (મલ્ચીંગ)
39 પ્લાસ્ટીક મલ્ચ લેઇંગ મશીન
40 ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય
41 ફળપાકના વાવેતર(ડાંગ જિલ્લા માટે- HRT-10)
42 ફળપાકો જેવા કે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ વિગેરે
43 ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય (વનબંધુ)
44 ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (કલેકશન, શોર્ટીંગ /ગ્રેડીંગ,પેકીંગ એકમો વગેરે તેમજ ગુણવતા નિયંત્રણ /પૃથ્થયકરણ પ્રયોગશાળા )
45 બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય
46 બાગાયતી પાકના પોસેસીંગના નવા યુનિટ માટે સહાય
47 બાયો કંટ્રોલ લેબોરેટરીની સ્થા૫ના
48 મહિલા તાલીમાર્થીઓને વૃતીકા (સ્ટાઇપેંડ)
49 મેન્યુઅલ સ્પ્રેયર – નેપસેક/ ફૂટ ઓપરેટેડ સ્પ્રેયર
50 રાઇપનીંગ ચેમ્બર (ક્ષમતા મહત્તમ ૩૦૦ મે.ટન)
51 રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટ વેહીકલ
52 લીફટીસ્યુ એનાલીસીસ લેબોરેટરીની સ્થા૫ના
53 લો કોસ્ટ પ્રિઝર્વેશન યુનિટ
54 વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો
55 વધુ ખેતી ખર્ચવાળા સુગંધિત પાકો (પચોલી, જિરેનીયમ, રોઝમેરી વિગેરે)
56 સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સીસ્ટમ
57 સ્ટ્રોબેરી
58 સ્પાન મેકીંગ યુનિટ
59 સ્વયં સંચાલિત બાગાયત મશીનરી
60 હવાઇ માર્ગે બાગાયત પેદાશની નિકાશ માટેના નૂરમાં સહાય

આ પણ વાંચો: Chief Minister Kisan Sahay Yojana 2023: જાણો ઓનલાઈન અરજી, નોંધણીની પ્રક્રિયા વિશેની તમામ માહિતી

રાજય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે. ikhedut Portal પર વિવિધ પ્રકારની યોજનાઓ ચાલે છે. જેવી કે ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજનાઓ તથા બાગાયતી વિભાગ વગેરે ચાલે છે. આઈ ખેડૂત પોર્ટલ પર તાજેતરમાં વિભાગ દ્વારા બાગાયતી યોજના ગુજરાત 2023 ચાલુ કરેલ છે. બાગાયતી વિભાગ દ્વારા ખેડૂતોના કલ્યાણ અને વિકાસ માટે 60 થી વધુ યોજના ઓનલાઈન મૂકવામાં આવેલ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓ આઈ ખેડૂત પોર્ટલ પર ઉપલબ્ધ છે, જે તારીખ 31 મે સુધીમાં લાભ લેવા ખેડૂતોને અનુરોધ સરકારે કર્યો છે.

 યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓની પાત્રતા 

 • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
 • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
 • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
 • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા Ikhedut portal પરથી Online Arji કરવાની હોય છે.

 યોજનાનો લાભ લેવા આવશ્યક દસ્તાવેજ 

 • ખેડૂતની જમીનની નકલ 7-12
 • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
 • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
 • રેશનકાર્ડની નકલ (Ration Card)
 • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
 • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
 • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
 • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
 • મોબાઈલ નંબર
 • બેંક ખાતાની પાસબુક

કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? 

બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે I kedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

 • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
 • ગુગલ સર્ચ પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
 • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
 • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “બાગાયતી યોજના” ખોલવીની રહેશે.
 • જેમાં “બાગાયતી યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 60 યોજનાઓ બતાવશે.
 • જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
 • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
 • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
 • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
 • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
 • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
 • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
 • છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More