ભારતને કૃષિપ્રધાન દેશ કહેવાય છે. આજે પણ ભારતની 60 ટકા વસ્તી કૃષિ પર નિર્ભર છે. જેથી ભારત સરકાર કૃષિને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને વિવિધ પ્રકારના પ્રોત્સાહનો આપતી હે છે. જેમ કે તમને ખબર જ છે કે ખેતી માટે સિંચાઈ બઉ મહત્વ ધરાવે છે, જેના માટે મોટા પાટે વીજળીનો ઉપયોગ થાય છે. જેના કારણે ભારતના અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વીજળીની સમસ્યા રહે છે ત્યાં સિંચાઈનું કામ ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જેથી ખેડૂતોને સામે સમસ્યાઓ ઉભી થઈ જાય છે. તેને જોતા જ હવે સરકાર સોલર પંપને મહત્વ આપવાની વાત કરે છે. જેથી ઈલેક્ટ્રીકલ કામ ખૂબ જ સરળતાથી થઈ જાય છે. અને સિંચાઈ સરળતાથી હોય છે. જેના માટે હવે ગુજરાત સરકાર ખેડૂતોને સોલાર પંપ માટે સબસિડી પણ આપી રહી છે.
કેવી રીતે મળશે સબ્સીડી
રાજ્ય અને કેંદ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તે પૈકીની એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્થાન મહા અભિયાન આ યોજના હેઠળ ખેડૂતોને સોલાર પંપ પર સબસિડી આપવામાં આવી રહી છે. જેમાં 30% કેન્દ્ર સરકાર આપે છે અને બાકીની જવાબદારી રાજ્ય સરકારોની છે. અલગ-અલગ રાજ્યોમાં આ માટે અલગ-અલગ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જેના માટે ખેડૂતોને ઑનલાઇન અરજી કરવી પડશે.
ગુજરાત સરકાર કેટલી સબસિડી આપી રહી છે.
જો અમે આપણી ગુજરાત સરકારની વાત કરીએ તો ભૂપેદ્રભાઈ પટેલની સરકાર સોલર પેનલ માટે ખેડૂતોને 30 ટકા સબસિડી આપી રહી છે, જેનો અર્થ એજ થયો કે ખેડૂતોને સોલર પેનલ ખરીદવા માટે 60 ટકા સબસિડી મળશે 30 ભૂપેંદ્ર સરકાર તરફથી અને 30 મોદી સરકાર તરફથી. ધારો કે ગુજરાતમાં 5kW સોલર પેનલની કિંમત રૂ. 3,15,000 થી રૂ. 3,57,000 વચ્ચે છે. તે કદ, સામગ્રી, કાર્યક્ષમતા, બ્રાન્ડ વગેરે જેવા વિવિધ પરિબળો પર આધાર રાખે છે. તમે રૂ 60 હજારની સબસિડીનો લાભ લઈ શકો છો.
Share your comments