Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

તમામ સુવિધાઓ મળી રહે તેવી સુપર એપ લોન્ચ કરશે સરકાર, ખાસિયત જાણીને રહી જશો દંગ

દેશના ખેડૂતોની આવક બમણી કરવી તે કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, જેના માટે સરકાર સતત પ્રયત્નશીલ પણ છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે આગામી થોડા સપ્તાહોમાં નવી એપ્લિકેશન તેમના દ્વારા લોન્ચ કરવામાં આવશે જેથી સીધો જ ફાયદો ખેડૂતોને થઈ શકે છે.

Himanee Chauhan
Himanee Chauhan
Government Will Launch Super App For Farmers
Government Will Launch Super App For Farmers

દેશના ખેડૂતોની આવક બમણી કરવી  તે કેન્દ્ર સરકારનો મુખ્ય ઉદ્દેશ છે, જેના માટે સરકાર સતત પ્રયત્નશીલ પણ છે.  કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે આ અંગે જણાવ્યું હતું કે તેઓ અધિકારીઓ અને અન્ય મંત્રીઓ સાથે પણ સતત ચર્ચા અને વિચારણા કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી થોડા સપ્તાહોમાં નવી એપ્લિકેશન તેમના દ્વારા લોન્ચ કરવામાં આવશે જેથી સીધો જ ફાયદો ખેડૂતોને થઈ શકે છે.

સુપર એપમાં મળશે તમામ સમસ્યાઓનું સમાધાન

સમગ્ર વિશ્વમાં ડિજિટલ ક્ષેત્રનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, ત્યારે આપણા દેશના દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ડિજિટલ દુનિયા સાથે જોડાયેલા છે. એટલા જ માટે ખેડૂતોને તેમના વિકાસ અને સુવિધા માટે ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ કારણે સરકાર ખેડૂતો માટે સુપર એપ Super App લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે આ એપમાં ઘણા ડિજિટલ પ્લેટફોર્મ અને હાલની મોબાઈલ એપ્સને પણ સામેલ કરવામાં આવશે. આ રીતે આ એપ એક એવું પ્લેટફોર્મ હશે, જ્યાં તમામ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ એક જ જગ્યાએ મળી શકશે. એટલે કે નવા સંશોધનોથી લઈને વિકાસ, હવામાન, બજાર અપડેટ્સ, ઉપલબ્ધ સેવાઓ, સરકારી યોજનાઓ અને જળવાયુ સંબંધિત દરેક માહિતી ખેડૂતો એક જ એપમાં મેળવી શકાશે.

એપ લોન્ચ કરવાનો મુખ્ય હેતુ

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતો માટે સુપર એપ Super App For Farmers લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. આની પાછળનો મુખ્ય હેતુ છે કે ખેડૂતો પાક, ઉત્પાદન, લણણી પછીનું સંચાલન, હવામાન અને બજાર અપડેટ્સ અને પાક માટે જાહેર કરવામાં આવતી તમામ માહિતી એક જ જગ્યાએ મેળવી શકે. આ દિશામાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય Agriculture Ministry દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સ્માર્ટફોનની ઉપલબ્ધતા અને ઈન્ટરનેટની વધતી પહોંચને જોતા સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી એપ્સ લોન્ચ કરવામાં આવી છે.

આ પણ વાંચો : તમારા ઘરની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે આ ખાતું ખોલો, 44,793 રૂપિયાની માસિક આવક થશે

નહીં કરવી પડે અલગ-અલગ એપ ડાઉનલોડ

દરેક એપ્લિકેશન અમુક ચોક્કસ મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા તો નક્કી કરેલા અમુક ચોક્કસ મુદ્દા આવરી લે છે. તમને જણાવીએ કે ખેડૂતો માટે કૃષિ સંબંધિત તમામ એપ ફોનમાં રાખવી શક્ય નથી. આવી સ્થિતિમાં તેમને સરકારની આ યોજનાનો ફાયદો થશે અને હવે કૃષિ સંબંધિત અલગ-અલગ એપ ડાઉનલોડ કરવાને બદલે તમામ માહિતી એક જ એપ્લિકેશનમાં મળી જશે. ખેતી ક્ષેત્રે અનેકવિધ નવા ઉપાયો અને નવા આવિષ્કારો પણ કરાવી રહ્યું છે ત્યારે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં જણાવ્યું છે કે ખેડૂત લક્ષી જે કોઈ સરકારી યોજનાઓ હોય અથવા તો ખેતી ક્ષેત્રે જે રિસર્ચ થયેલા હોય તે તમામ માહિતી ખેડૂતોને એક જ ક્લિક મારફતે મળી રહે તે માટે સરકાર સુપર એપ્લિકેશન ખેડૂતો માટે લોન્ચ કરશે. 

આ પણ વાંચો : FPO યોજના નાના ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી કૃષિ મંત્રીએ શું કરી વાત

ખેડૂતોને મળશે જ્ઞાન

કૃષિ મંત્રાલય કિસાન સુવિધા, પુસા કૃષિ, એમકિસાન, ફાર્મ ઓ પીડિયા, ક્રોપ ઈન્સ્યોરન્સ એન્ડ્રોઈડ એપ, એગ્રીમાર્કેટ, ઈફ્કો કિસાન IFFCO અને આઈસીએઆર કૃષિ જ્ઞાન જેવી તમામ એપ્સને એકીકૃત કરવા પર વિચાર કરી રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે સુપર એપ હેઠળ આવતા તમામ એપ્સથી ખેડૂતોને સેવાઓ પસંદ કરવામાં મદદ મળશે. આ એપ લાવવાનો મુખ્ય હેતુ એ છે કે ખેડૂતોને સંબંધિત માહિતી શોધવામાં સરળતા મળી રહે. એટલું જ નહીં આ એપ્લિકેશનના માધ્યમથી ખેડૂતોએ કયા પાકનું વાવેતર કરવું જોઈએ અને સારું એવું ઉપજ મળી શકે તેના માટે ક્યાં પગલાઓ લેવા જોઈએ આ તમામ મુદ્દે એપ્લિકેશનમાં ખેડૂતોને જ્ઞાન મળી રહેશે. આ સાથે, ICAR અને તેની સંલગ્ન સંસ્થાઓ, રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને અન્ય વિભાગો જેવી સરકારી સંસ્થાઓના ખેડૂતો માટે બનાવવામાં આવેલી એપને પણ સુપર એપમાં મર્જ કરવામાં આવશે.

આ પણ વાંચો : GPSSB Recruitment 2022 : નીકળી બમ્પર ભરતી, જાણો શૈક્ષણિક લાયકાત અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી

આ પણ વાંચો : કાળઝાળ ગરમીમાં પીવો તરબૂચનું જ્યૂસ, શરીરમાં નહીં થવા દે પાણીની કમી

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More