Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Agriculture Boost: સરકારે કૃષિ ક્ષેત્રને વેગ આપવા રૂપિયા. 1.08 લાખ કરોડની ફર્ટિલાઈઝર સબસિડીને મંજૂરી આપી

ઘટી રહેલા ઉત્પાદન, પરિવહન ખર્ચમાં સતત વધારો તેમ જ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ સહિતના અનેક પ્રતિકૂળ સ્થિતિની ખેતીવાડી પર વ્યાપક અસર થઈ રહી છે.

KJ Staff
KJ Staff
ફર્ટિલાઈઝર સબસિડી
ફર્ટિલાઈઝર સબસિડી

ખાસ કરીને ખાતરની કિમતોમાં અસાધારણ ઉછાળો આવ્યો છે. સરકારદ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે ખાતર સબસિડીની રકમ રૂપિયા 2.25 લાખ કરોડ થઈ ગઈ છે.

આ પણ વાંચો : થાઈલેન્ડના ચિયાંગ માઈમાં 7મી ઈન્ટરનેશનલ વેટીવર કોન્ફરન્સ યોજાઈ રહી છે.

દરમિયાન કેન્દ્રીય કેબિનેટે વર્તમાન ખરીફ એટલે કે ચોમાસુ સિઝન માટે રૂપિયા 1.08 લાખ કરોડની મંજૂરી આપવામાં આવી છે, તેમ કેન્દ્રીય ખાતર બાબતોના પ્રધાન મનસુખ માંડવિયાએ માહિતી આપી હતી.

સબસિડી પાછળની કુલ રકમ પૈકી રૂપિયા 38,000 કરોડ ફોસ્ફેટિક અને પોટાસિક (P&K) ખાતરોની સબસિડી આપવા માટે ફાળવવામાં આવશે, જ્યારે રૂપિયા 70,000 કરોડ યુરિયા સબસિડીને ટેકો આપવામાં આવશે. તુલનાત્મક રીતે જોઈએ તો ગયા વર્ષની ખાતર સબસિડી અંદાજે રૂપિયા 2.56 લાખ કરોડ સુધી પહોંચી હતી. કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ ખાતરી આપી હતી કે કેન્દ્ર સમગ્ર સિઝન દરમિયાન યુરિયા અને ડીએપીના સ્થિર ભાવ જાળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. વર્તમાન સમયમાં યુરિયાની કિંમત સબસિડી સાથે રૂપિયા 276 પ્રતિ બેગ છે અને ડીએપીની કિંમત રૂપિયા 1,350 પ્રતિ થેલી છે. આ નિર્ણયથી દેશભરના લગભગ 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે

દેશમાં યુરિયાનો વપરાશ 325 થી 350 લાખ મેટ્રિક ટન (LMT) ની વચ્ચે છે. વધુમાં, વાર્ષિક ધોરણે 100 થી 125 LMT DAP, 100 થી 125 LMT NPK અને 50 થી 60 LMT મ્યુરિએટ ઑફ પોટાશ (MoP) વેચાય છે. કેન્દ્રીય પ્રધાન માંડવિયાએ ખેડૂતો માટે ખાતરની સમયસર પહોંચના મહત્વ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે ઊંચા આંતરરાષ્ટ્રીય ભાવના સમયગાળા દરમિયાન તેમના પર બોજ ન હોવો જોઈએ.

સામાન્ય રીતે, ખાતર સબસિડી રૂપિયા લાખ કરોડથી રૂ. 1.25 લાખ કરોડની વચ્ચે હોય છે. જોકે, ગયા વર્ષની સબસિડી વિવિધ પરિબળોને કારણે રૂ. 2.56 લાખ કરોડ સુધી પહોંચી હતી. દેશમાં 1,400 લાખ હેક્ટર જમીનમાં ખેતી થતી હોવાથી, પ્રતિ હેક્ટર ખાતરની સબસિડી આશરે રૂપિયા 8,909 જેટલી છે. દરેક ખેડૂતને 21,223 રૂપિયાની સબસિડી મળે છે.

ડીએપીની એક થેલીની વાસ્તવિક કિંમત રૂપિયા 4,000 છે, પરંતુ ખેડૂતો તેને રૂપિયા 1,350 પ્રતિ થેલીના સબસિડીવાળા દરથી રૂપિયા 2,461 પ્રતિ થેલીની સબસિડી સાથે મેળવી શકે છે. NPK સબસિડી 1,639 રૂપિયા પ્રતિ બેગ છે અને MoP સબસિડી 734 રૂપિયા પ્રતિ બેગ છે. કેન્દ્ર યુરિયાની બેગ દીઠ રૂપિયા 2,196નો ખર્ચ કરે છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More