કેન્દ્ર સરકાર સામાન્ય જનતા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે. આમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના પણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ઈંધણની સમસ્યાને દૂર કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપે છે. અત્યાર સુધીમાં, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 10 કરોડથી વધુ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડર આપ્યા છે. જો તમે પણ આ યોજના માટે પાત્ર છો અને તેના લાભો મેળવવા માંગો છો, તો તમે સત્તાવાર વેબસાઇટ https://www.pmuy.gov.in/ પર જઈને અરજી કરી શકો છો.
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચેની મહિલાઓને ગેસ કનેક્શન સાથે મફત સિલિન્ડર આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે સિલિન્ડરની સાથે ગેસ સ્ટવ પણ ફ્રીમાં મળે છે. વાસ્તવમાં, આ યોજના પીએમ મોદીએ શરૂ કરી હતી જેથી કરીને ગરીબ મહિલાઓને રસોઈ બનાવતી વખતે થતી સમસ્યાઓથી રાહત મળી શકે. ખાસ કરીને મહિલાઓને ધુમાડાનો સામનો કરવો ન પડે. પરંતુ હવે કેટલીક એવી મહિલાઓને કેન્દ્ર સરકાર આ યોજનાથી બાહર કાઢી દીધું છે. કેન્દ્ર સરકારે નિર્દેશ આપીને કહ્યું છે કે હવેથી આ મહિલાઓને મફ્તમાં રાંઘણ ગેસનું બાટલો નહીં મળે.
સરકાર મુજબ કોણે નહીં મળે મફ્તમાં રાંધણ ગેસના બાટલા
કેન્દ્ર સરકારના કાયદના મુજબ હવે આ મહિલાઓને ઉજ્જલા યોજના થકી રાંધણ ગેસના બાટલા નહીં મળે. જેમના પાસે આ દસ્તાવેજ નથી તેઓને હવે આ યોજનાનો લાભ નહીં મળે સરકાર મુજબ ગરીબ મહિલાઓને આ યોજનાનો લાભ મેળવવા માટે તેમના પાસે જાતિ પ્રમાણપત્ર, બીપીએલ રેશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર, આવકના પુરાવા, સરનામાનો પુરાવો અને પાસપોર્ટ સાઇઝ ફોટો ચોક્કસ હોવી જોઈએ.
કોણે મળશે યોજનાનું લાભ
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી મહિલાની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. આ યોજનાના નામે લાભાર્થી મહિલા પાસે પહેલાથી કોઈ એલપીજી કનેક્શન ન હોવું જોઈએ. તેમજ લાભાર્થી BPL પરિવારમાંથી હોવી જોઈએ. ભારત ગેસ, ઇન્ડિયન ગેસ, એચપી ગેસ. આ ત્રણ એજેંસીમાંથી મહિલાએ કોઈ પણ એજેન્સીની ચૂંટણી કરી શકે છે. જેના થકી તેમને રાંધણ ગેસના બાટલા ઉપબલ્ઘ કરવામાં આવશે.
અરજી કરવાની રીત
ઉજ્જવના યોજના હેઠળ મફ્ત રાંધણ ગેસના બાટલા મેળવવા માટે લાભાર્થીને ઉજ્જવલા યોજનાની સત્તાવાર વેબસાઇટ www.pmuy.gov.in પર જવું પડશે. તેના પછી હોમ પેજ પર ક્લિક કરવું પડશે. તેના પછી ડાઉનલોડ ફોર્મ પર ક્લિક કરો.તેના પછી તમને તમારા કંપ્યુટર સ્ક્રીન પર અરજી ફોર્મ દેખાશે. તેમાં પોતાની આખી માહિતી નાખ્યા પછી તમારે તમારા બધા ડોકોમેન્ટ્સ અપલૉડ કરવું પડશે. આ બધું કરવા પછી તમારા દ્વારા પંસદ કરાયેલી એજેન્સીમાં જઈને આ ફોર્મની ફોટો કૉપી સબમિટ કરવી પડશે. તેના પછી તમારા અરજી ફોર્મનું વેરિફિકેશન થશે અને તમને ઉજ્જવલા યોજના થકી મફ્તમાં રાંધણ ગેસના બાટલા મળી જશે.
Share your comments