Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

સરકાર આપી રહી છે ડ્રોન પર 50 ટકા સબસિડી, ડ્રોનના ઉપયોગથી ખેતી કરવી બનશે સરળ

ખેડુત તેની ખેતીમાં અવનવી તક્નીકોનો ઉપયોગ કરી પોતાની ખેતીને સફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે વિકસિત દેશોની જેમ ભારતમાં પણ ખેડૂતો નવી ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરે. જેથી મહત્તમ ઉત્પાદન મળી રહે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી રહે.

Mihirkumar Jashubhai Parmar
Mihirkumar Jashubhai Parmar

ખેડુત તેની ખેતીમાં અવનવી તક્નીકોનો ઉપયોગ કરી પોતાની ખેતીને સફળ બનાવવાના પ્રયાસ કરી રહ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે વિકસિત દેશોની જેમ ભારતમાં પણ ખેડૂતો નવી ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરે. જેથી મહત્તમ ઉત્પાદન મળી રહે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી રહે.

DRONE
DRONE

ડ્રોનની ખરીદી પર 50 % સબસિડી

કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડુતો આર્થિક રીતે મજબુત બને તે માટે સમય સમય પર નવી નવી યોજનાઓ બહાર પાડતી હોય છે. તેવી જ એક યોજના છે ડ્રોન યોજના. ડ્રોન ખરીદવાનું વિચારી રહેલા ખેડૂતો માટે આ સમાચાર મહત્વના છે. કેન્દ્ર સરકારે એક શાનદાર યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને ડ્રોનની ખરીદી પર 50 ટકા સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતો 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, સીમાંત ખેડૂતો, પૂર્વોત્તર રાજ્યોના ખેડૂતો અને મહિલા ખેડૂતો ડ્રોન સબસિડી યોજના માટે પાત્ર બનશે, જ્યારે અન્ય ખેડૂતો ડ્રોન પર તેની કિંમતના 40 ટકા અથવા 4 લાખ રૂપિયા સુધીની સબસિડી મેળવી શકે છે. ખેડૂતો સરળતાથી ડ્રોન દ્વારા તેમના પાક પર ખાતર અને અન્ય રસાયણોનો છંટકાવ કરી શકે છે. તેનાથી ખેડૂતોનો સમય ચોક્કસ બચશે. તેમજ કેમિકલનો બગાડ પણ ઓછો થાય છે.

ડ્રોન સબસિડી સ્કીમ હેઠળ ખેડૂતો પાસે ડ્રોન ખરીદવાની મોટી તક છે. સરકાર પણ ઇચ્છે છે કે વિકસિત દેશોની જેમ ભારતમાં પણ ખેડૂતો નવી ટેકનિકનો ઉપયોગ કરીને ખેતી કરે. જેથી મહત્તમ ઉત્પાદન મળી રહે અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી રહે.

 

અત્યાર સુધી મોટાભાગના ખેડૂતો જાતે જ પાક પર જંતુનાશકો અને અન્ય રસાયણોનો છંટકાવ કરે છે. આવી સ્થિતિમાં જંતુનાશકો અને અન્ય રસાયણોથી તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. સાથે જ ડ્રોનની મદદથી ઓછા સમયમાં કેમિકલનો છંટકાવ કરવામાં આવશે. અને તેઓ જંતુનાશકોના સંપર્કમાં આવશે નહીં. આ સાથે ડ્રોનમાં લગાવવામાં આવેલા હાઈ રિઝોલ્યુશન કેમેરાની મદદથી ખેડૂતો તેમના પાકના સ્વાસ્થ્યનો રેકોર્ડ રાખી શકશે.

અગાઉ 1 એકર જમીનમાં જાતે કેમિકલ છાંટવામાં કલાકો લાગી જતા હતા. તે જ સમયે, ડ્રોન દ્વારા, તે કામ માત્ર 10 થી 15 મિનિટમાં થઈ જશે. તેનાથી ખેડૂતોનો ઘણો સમય બચી જશે. તે જ સમયે, ડ્રોન દ્વારા છંટકાવ કરવા માટે મેન્યુઅલી કરવામાં આવતા છંટકાવની તુલનામાં ઓછા પાણીની જરૂર પડશે.

આવી સ્થિતિમાં ડ્રોન ખેડૂતો માટે અસરકારક સાબિત થઈ શકે છે તેમજ પાણીનો બચાવ પણ કરી શકે છે. આ સાથે, જાતે છંટકાવમાં માટી અને રાસાયણિક બગાડની વધુ શક્યતા છે.

આ પણ વાંચો:કેન્દ્ર સરકારની કિસાન ઉડાન યોજના :જલ્દીથી ખરાબ થતા શાકભાજી, ફળ અને ડેરી ઉત્પાદકો હવે ખેડૂતો મફતમાં વિમાનમાં અન્ય સ્થળે ઝડપથી પહોચાડી શક્શે

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More