એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે એઆઈસીએ ગ્રામીણ મહિલાઓના સશ્ક્તિકરણ માટે તેમને વીમા કવચ આપશે. ગુરૂવારે મોડી રાતે તેની જાહેરાત કરતા એઆઈસીએ જણાવ્યું કે આ વીમા કવચ હેઠળ ગ્રામીણ મહિલાઓને નાણકીય સહાય પૂરી પાડવામાં આવશે. જો તમે પણ આ કવચનો લાભ લેવા માંગતા હોવ તો તેના માટે આજેથી અરજી શરૂ થઈ ગઈ છે. જણાવી દઈએ તેનું નામ ગૃહ લક્ષ્મી સરુક્ષા કવચ યોજના પાડવામાં આવ્યું છે.
શું છે ગૃહ લક્ષ્મી સુરક્ષા કવચ?
એઆઈસીના અધિકારિઓ આ કવચની જાહેરાત કરતા જણાવ્યું કે આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2024 ના અવસર પર એઆઈસીએ સરલ કૃષિ વીમા હેઠળ "ગૃહ લક્ષ્મી સુરક્ષા" નામનું નવું "હીટ ઇન્ડેક્સ કવર" લોન્ચ કર્યું છે. જેમાં ગ્રામીણ મહિલાઓ જોકે મનરેગા હેઠળ કામદારો છે તેમના માટે છે. આ કવચ હેઠળ જો તાપમાન નિર્ધારિત દર કરતાં વધી જાય તો એઆઈસી દ્વારા તેમને નાણાકીય પ્રદાન કરવામાં આવશે. સરળ ભાષામાં કહીએ તો, આ એક પ્રકારનો વીમો છે, જેનો લાભ તે ગ્રામીણ મહિલાઓને મળશે જેમના ગ્રામીણ રોજગાર પર નિર્ધારિત દર કરતા તાપમાન વધુ હોવાને કારણે અસર થશે.
આ પણ વાંચો: પાક વીમા યોજનાને લઈને સરકાર આપી ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી
ઉનાળામાં કામગીરી પર થાય છે અસર
ઉનાળામાં ઉંચા તાપમાનને કારણે ગ્રામીણ વિસ્તારોમાં મનરેગાની કામગીરીને અસર થાય છે. જેના કારણે ગ્રામજનોને રોજગારી મળી શકતી નથી. આ સમસ્યાના ઉકેલ માટે અને ખાસ કરીને મહિલાઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે, AIC એ આ વીમા કવચ શરૂ કર્યું છે. જે મહિલાઓ પાસે મનરેગા જોબ કાર્ડ છે તે જ આ વીમા કવચનો લાભ મેળવી શકશે. જો તમારી પાસે પણ મનરેગા જોબ કાર્ડ છે, તો તમે તેના માટે સરળતાથી અરજી કરી શકો છો.
4 હજારની આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે
વીમા કવચ હેઠળ, ગ્રામીણ મહિલાઓને લઘુત્તમ રૂ. 200 અને મહત્તમ રૂ. 4 હજારની આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. જો કે, આ માટે મહિલાઓએ પ્રીમિયમ પણ ચૂકવવું પડશે, જે માત્ર 200 રૂપિયા (જીએસટી સહિત) નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને મહિલાઓને 4 હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળી શકે છે. ઉનાળા કવચ હોવાથી, આ વીમા કવરનો લાભ 16 માર્ચથી 15 જૂન, 2024ના સમયગાળા દરમિયાન જ આપવામાં આવશે.
દરરોજ મળશે 200 રૂપિયા
તાપમાનમાં વધારાના કારણે જો તમારી રોજગારી પર અસર થાય છે તો 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને તમે દરરોજ 200 રૂપિયા અને વધુમાં વધુ 4 હજાર રૂપિયાનો લાભ મેળવી શકો છો. વીમા કવર સંબંધિત વધુ માહિતી માટે, તમે AIC ની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો. આ ઉપરાંત ભારતીય કૃષિ વીમા કંપનીનો ટોલ ફ્રી નંબર 5488258 પર પણ સંપર્ક કરી શકાય છે.
ક્યારે થઈ હતી એઆઈસીની શરૂઆત
તમને જણાવી દઈએ કે એગ્રીકલ્ચરલ ઈન્સ્યોરન્સ કંપની ઓફ ઈન્ડિયા (AIC) ભારતની જાહેર ક્ષેત્રની વીમા કંપની છે, જેની શરૂઆત 2003માં થઈ હતી. હાલમાં, તે વિવિધ પાક વીમા યોજનાઓ અને ઉત્પાદનો હેઠળ કરોડો ખેડૂતોને આવરી લે છે. આમ, તે વિશ્વની સૌથી મોટી પાક વીમા કંપની છે. તે ભારતના અંદાજે 500 જિલ્લાઓમાં ઉત્પાદન-આધારિત અને હવામાન-આધારિત પાક વીમો પૂરો પાડે છે.
Share your comments