કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે એફપીઓ FPO નવા લોકોને ખેતી ક્ષેત્ર તરફ આકર્ષિત કરશે અને કૃષિ ક્ષેત્રમાં શિક્ષિત લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. ભારત સરકાર આ બાબતે પ્રગતિ કરવાનો ઈરાદો ધરાવે છે.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતુ કે દેશમાં 6,865 કરોડ રૂપિયાના ખર્ચ સાથે 10,000 નવા ખેડૂત ઉત્પાદક સંગઠનો FPO Farmers Producer Organisation બનાવવાની યોજના ઝડપથી આગળ વધી રહી છે. જેનાથી કરોડો નાના ખેડૂતોને સારી એવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. અને તેનાથી તેમના ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. સાથે જ તેમના ઉત્પાદનોની ગુણવત્તા વૈશ્વિક ધોરણો અનુસાર વધશે અને કૃષિ નિકાસ પણ વધશે. સમિટનું ઉદ્ઘાટન કરતી વખતે નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું હતુ કે એફપીઓ FPO યોજનાને વધુ વિસ્તારવાની જરૂર છે, કારણ કે આપણા દેશમાં મોટાભાગના નાના ખેડૂતો છે અને તેમને આગળ લઈ જવા માટે આ ખૂબ જ ઉપયોગી યોજના છે.
એફપીઓ FPO દ્વારા ખેડૂતો તેમની ખેતીનું આયોજન કરી શકે છે. સામૂહિક રીતે સાધનો અને ઈનપુટ્સ ખરીદી શકે છે, ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે, જે ચોક્કસપણે ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરશે અને ઉત્પાદનોની ગુણવત્તા સારી બનેલી રહેશે. તેનાથી ગ્રાહકો સુધી પહોંચવામાં તેમના માટે સરળતા પણ રહેશે.એફપીઓ FPO ની રચના ખેડૂતોને સુવિધા આપવા ઉપરાંત તેમની આવક વધારવા માટે કરવામાં આવી છે.
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે એફ પી ઓ નવા લોકોને કૃષિ ક્ષેત્ર તરફ આકર્ષિત કરશે અને કૃષિ ક્ષેત્રમાં શિક્ષિત લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે. આ બાબતે ભારત સરકારને તમામ સંસ્થાઓ પાસેથી સહકારની પણ અપેક્ષા છે. ભારત સરકાર ખેતીને નફાકારક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારનો પ્રયાસ છે કે નાણાં ખેડૂતો સુધી પહોંચી શકે અને ખેડૂતોને મદદ મળી રહે.
ઉપરાંત ખેડૂતોએ મોંઘા પાક તરફ આગળ વધવું જોઈએ અને ટેકનોલોજી સાથે જોડાવવું જોઈએ. તેમના ઉત્પાદનોની ગુણવત્તા સારી હોવી જોઈએ જેથી કરીને તેઓ વૈશ્વિક ધોરણોથી આગળ ઊભા રહી શકે અને તેઓ તેમના દેશનું કૃષિ ઉત્પાદન વધારવામાં પણ યોગદાન આપી શકે.
આપણા દેશના ખેડૂતો અને ખેતીમાં રસ ધરાવતા તમામ લોકો આ દિશામાં ખૂબ જ ઝડપથી પ્રયાસો કરી રહ્યા છે, જેનું પરિણામ આજે આપણને બધાને દેખાઈ રહ્યું છે. મોટાભાગના કૃષિ ઉત્પાદનોના સંદર્ભમાં આપણે વિશ્વમાં પ્રથમ અથવા બીજા સ્થાને છીએ. કૃષિએ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેની પ્રાસંગિકતા સાબિત કરી છે, જે આપણને વધુ તાકાત સાથે આગળ વધવાની પ્રેરણા આપે છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી બાગાયત વિકાસ મિશન : સરકારી અને પડતર જમીન પર ફ્રી માં ખેતી કરો
આ પણ વાંચો : Jan Dhan Account : જનધન ખાતુ ધરાવતા લોકોને હવે દર મહિને મળશે રૂપિયા 10,000ની મદદ
Share your comments