Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

Crop Insurance: ખરીફ પાકના વાવેતરથી પહેલા મેળવો તેનો વીમા, ફક્ત કરવું પડે આટલું

સુકૃતિ ખેડૂતોને નવ જોખમોમાંથી એક મુખ્ય અને એક સહાયક સ્થિતિ પસંદ કરવાનો વિકલ્પ આપે છે. આ સુવિધા તેમને આબોહવા, પ્રદેશ, ખેતરનું સ્થાન, અન્ય ઐતિહાસિક વલણો વગેરેના આધારે તેમના પાકને સૌથી વધુ અસર કરશે તેવી પરિસ્થિતિઓ પસંદ કરવામાં મદદ કરે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

ખેડૂતો અને તેમના પરિવારના સભ્યો માટે ક્ષેમા સુકૃતિ વરદાન બનીને આવી છે. આ યોજના માટે જેમના પાસે વીમાપાત્ર આવક છે, તેઓ મફતમાં તેના હેઠળ નોંધણી કરાવી શકે છે અને ફક્ત રૂ, 499 પ્રતિ એકરના હિસાબે તેમના પાકનું વીમા મેળવી શકે છે. ખેડૂતો આ યોજના હેઠળ લોગ ઇને કરી શકે છે અને સુકૃતિ ખરીદી શકે છે, જે ભારતની પ્રથમ અને એકમાત્ર કસ્ટમાઇઝ કરેલ પાક વીમા ઉત્પાદન છે,

શુ છે સુકૃતિ ?  

સુકૃતિ ખેડૂતોને નવ જોખમોમાંથી એક મુખ્ય અને એક સહાયક સ્થિતિ પસંદ કરવાનો વિકલ્પ આપે છે. આ સુવિધા તેમને આબોહવા, પ્રદેશ, ખેતરનું સ્થાન, અન્ય ઐતિહાસિક વલણો વગેરેના આધારે તેમના પાકને સૌથી વધુ અસર કરશે તેવી પરિસ્થિતિઓ પસંદ કરવામાં મદદ કરે છે. આવરી લેવામાં આવેલા જોખમોમાં ચક્રવાત, જળપ્રવાહ (પાણી-પ્રેમાળ પાક માટે લાગુ પડતું નથી), પૂર, અતિવૃષ્ટિનો સમાવેશ થાય છે, જ્યારે નાના જોખમોમાં ભૂકંપ, ભૂસ્ખલન, વીજળીના કારણે આગ, પ્રાણીઓના હુમલા (વાંદરા, સસલા, જંગલી ડુક્કર, હાથી) અને થતા નુકસાનનો સમાવેશ થાય છે.

ખેડૂતો હવે પોતાના ઘરેથી સુકૃતિ ખરીદી શકે છે

સુકૃતિ હવે વીમાપાત્ર આવક ધરાવતા ખેડૂતો અને તેમના પરિવારના સભ્યો માટે વધુ આકર્ષક બની છે. તેઓ હવે તેમના ઘરેથી સુકૃતિ ખરીદી શકે છે અને 100 થી વધુ મોસમી પાકોનો વીમો મેળવી શકે છે. આ યોજના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના સહિત અન્ય કોઈપણ વીમા યોજના કરતાં વધુ પાકને આવરી લે છે. ખેડૂતો, સુકૃતિ ખરીદતી વખતે, તેમના નાણાકીય હિતોનું રક્ષણ કરવા વધારાના પ્રીમિયમ ચૂકવીને વીમાની રકમ વધારવાનું પસંદ કરી શકે છે. કેમ કે ક્ષેમાએ એપ દ્વારા વીમા ખરીદવાથી લઈને ક્લેમ સબમિટ કરવા સુધીની ઉપભોક્તા સફરને સીમલેસ બનાવી છે.

PMFBY ના ઉત્પાદન સૂચકાંક નીચેના મુદ્દાઓને આવરી લે છે:

  • ફક્ત પસંદ કરેલા પાકોને આવરી લેવામાં આવ્યા છે
  • ગામ/મંડલને વીમા માટે એકમ વિસ્તાર તરીકે ગણવામાં આવે છે
  • દાવાઓની પતાવટ કરવામાં વધુ સમય લાગે છે
  • CCE હાથ ધરીને દાવાની પતાવટ

ક્ષેમા સુકૃતિ વળતર સૂચકાંક

  • 100 થી વધુ મોસમી પાકોને આવરી લેવામાં આવ્યા છે
  • ફાર્મ વિસ્તાર એ વીમાનું એકમ છે
  • ઓછા સમયમાં દવાની પતાવટ
  • ટેકનોલોજી આધારિત દવાઓની પતાવટ

ખરીફ સિઝનમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનને રક્ષણ આપશે

પાક વીમાને વધુ સુલભ બનાવવાની તેની પહેલના ભાગરૂપે, ક્ષેમાએ ખરીફ સિઝનના પ્રથમ તબક્કામાં 9.40 લાખ ખેડૂતોને સુકૃતિ પ્રદાન કરી છે જે 2.32 મિલિયન એકર ફળદ્રુપ જમીનને રક્ષણ પૂરું પાડશે.ક્ષેમા જનરલ ઈન્સ્યોરન્સ લિમિટેડના ચીફ અંડરરાઈટીંગ ઓફિસર, ક્ષેમા સુકૃતિના વિસ્તરણ પર ટિપ્પણી કરતા, સી.વી. કુમારે જણાવ્યું હતું કે, “ખરીફ સિઝન સાથે વધુને વધુ રાજ્યોમાં ક્ષેમાની અગ્રણી પાક વીમા યોજનાની ઉપલબ્ધતાની જાહેરાત કરવામાં સક્ષમ થવાનો અમને આનંદ છે. અમે આશા રાખીએ છીએ કે ખેડૂતો સુકૃતિ અપનાવશે અને તેને તેમની જરૂરિયાતો અનુસાર સ્વીકારશે, જેથી તેઓ તેમના ખરીફ પાકોનું રક્ષણ કરી શકે અને આવકના નુકસાનથી પોતાને બચાવી શકે. અમારું મિશન ક્ષેમા દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનું છે, કારણ કે આ દિવસોમાં હવામાનની ઘટનાઓ વધુ વારંવાર અને તીવ્ર બની રહી છે, જે ખેડૂતોની આજીવિકા પર અપ્રમાણસર અસર કરી રહી છે."

કયા રાજ્યના ખેડૂતો કરી શકે છે અરજી

અગ્રણી પાક વીમા ઉત્પાદન 'સુકૃતિ' હવે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય, આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, તેલંગાણા જેવા 20 પ્રદેશો અને બે કેંદ્ર શાસિત પ્રદેશોમાં ઉપલબ્ઘ છે. આ સિવાય ક્ષેમાએ ઉપરોક્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખેડૂતોને મદદ કરવા માટે પોઈન્ટ ઓફ સેલ પર્સન્સ (POSP)ની નિમણૂક કરી છે. ખેડૂતો સરળતાથી POSP નો સંપર્ક કરી શકે છે અને પ્રક્રિયાના કોઈપણ તબક્કે સહાય માટે હેલ્પલાઈન નંબર પર કૉલ કરીને વ્યક્તિગત મીટિંગની વિનંતી કરી શકે છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More