Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખેડૂતો માટે ભૂપેન્દ્ર સરકારનું આર્થિક પેકેજ જાહેર, જાણો કોને મળશે લાભ ?

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને પેકેજ જાહેર કરવામાં આવેલ છે. અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

Sukhadev Thakor
Sukhadev Thakor
Farmer
Farmer

રાજ્યમાં સપ્ટેમ્બર મહિનામાં થયેલા ભારે વરસાદથી પાક-નુકશાન સામે રાજ્ય સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કૃષિ રાહત પેકેજમાં અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોના પાક-નુકશાનને ધ્યાને રાખીને પેકેજ જાહેર કરવામાં આવેલ છે. અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને નુકસાન થયું છે.

આ વિસ્તારના ખેડૂતોને મળશે લાભ

તમને બધાને ખબર જ હશે કે સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ થઈ હતી જેના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ નુકશાન થયુ છે તેથી સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં જે ખેડૂતોને અતિવૃષ્ટીના કારણે નુકશાન થયુ છે તે ખેડૂતોને આ પેકેજનો લાભ મળશે.

હેક્ટર દિઠ મળવા પાત્ર સહાય

  • અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગામોના જે ખેડૂતોના પાકને ૩૩(તેત્રીસ) ટકા કે તેથી વધુ નુકશાની હોય તેવા ખેડૂતોને વધુમાં વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. ૧૩,૦૦૦ સહાય ચૂકવાશે.
  • એસડીઆરએફ (SDRF)ના ધોરણો મુજબ એસડીઆરએફની જોગવાઈમાંથી બિનપિયત પાક તરીકે વધુમા વધુ ૨(બે) હેક્ટરની મર્યાદામાં હેક્ટરદીઠ રૂ. ૬,૮૦૦ અપાશે.
  • બાકીની તફાવતની હેક્ટર દીઠ રૂ. ૬,૨૦૦ મહત્તમ ૨(બે) હેક્ટરની મર્યાદામાં રાજ્યના બજેટમાંથી અપાશે.
  • એસડીઆરએફ(SDRF)ના ધોરણો મુજબ રૂ. ૫(પાંચ) હજાર કરતા ઓછી રકમ સહાય ચૂકવવાપાત્ર હોય તો પણ ખાતાદીઠ રુ. ૫(પાંચ) હજાર ઓછામાં ઓછા ચૂકવાશે અને તેમાં પણ તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવાની રહેશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

  • આ રાહત સહાય પેકેજનો લાભ મેળવવા માટેની 25 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધીની રાખવામાં આવેલ છે.
  • આ રાહત સહાય પેકજનો લાભ મેળવવા માંગતા ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે કોઈ પણ જાતની ફી ચૂકવવાની રહેશે નહી.

રાહત પેકેજનો લાભ લેવા જરૂરી દસ્તાવેજ

  • ૮ –અ,તલાટીનો વાવેતરનો દાખલો
  • ૭-૧૨, આધાર નંબર
  • બેંક ખાતાની વિગતો સાથેની પાસબુકની નકલ
  • મોબાઈલ નંબર
  • સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં એક જ ખાતેદારને લાભ અપાય તે અંગે અન્ય ખાતેદારોની સહી સાથેનું ના-વાંધા સંમતિપત્રક વગેરે સાથે ટીડીઓ(તાલુકા વિકાસ અધિકારી)ને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે.
  • એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર થશે.
  • આધાર નંબર ન હોય તો આધાર કાનૂન(એક્ટ)માં નિયત જોગવાઈ મુજબના જરૂરી દસ્તાવેજો સહાય માટે રજૂ કરવા પડશે.
  • ખાતેદારના મૃત્યુના કિસ્સામાં તેના વારસદારોએ પેઢીનામું રજૂ કરવાનું રહેશે. જે કોઈ એક જ વારસદારને સહાય મળવાપાત્ર થશે. અને તે અંગે અન્ય વારસદારો તથા ખાતાના અન્ય ખાતેદારઓએ સંમતિનું સોંગદનામું આપવું પડશે.
  • વનઅધિકારપત્ર સનદ હેઠળ મેળવેલી જમીનના ખેડૂતોને પણ તથા વન વિસ્તારના સેટલમેન્ટ ગામોમાં ખેતી કરતા અસરગ્રસ્ત ખેડૂતોને પણ જરૂરી આધાર પુરાવા રજૂ કર્યેથી સહાયનો લાભ મળશે.

કોને નહીં મળી શકે  લાભ?

સરકારી, સહકારી કે સંસ્થાકીય જમીનધારકોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે નહીં.

આ પણ વાંચો - PMKSY: વૃદ્ધ ખેડૂતોને મળશે પેન્શન, સરકાર દર મહિને આપશે રૂ.5000

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More