વધતી મોંઘવારીને કંટ્રોલમાં કરવા માટે અને સામાન્ય માણસને રાહત આપવા માટે કેંદ્ર સરકારે “ભારત રાઈઝ” નામથી એક નવી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના થકી સામાન્ય માણસને 29 રૂપિયા/કિલોના ભાવે ચોખા ઉપલબ્ધ કરવામાં આવશે.જ્યારે સબસિડી વાળા ચોખા 5 અને 10 કિલોના પેકેટમાં ઉપલબ્ધ થશે. જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ચોખાના છુટક ભાવમાં 15 ટકાનો વઘારો થયો છે. દરમિયાન ગ્રહાકોને રાહત આપવા માટે સરકારે 29 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભારત ચોખા લોન્ચ કર્યો છે. આથી પહેલા સરકાર ભારત લોટ અને ભારત દાળ પણ શરૂ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કરી રજુઆત
ખાદ્ય અને ગ્રાહક બાબતોના પ્રધાન પીયૂષ ગોયલે 5 કિલો અને 10 કિલોના પેકમાં ઉપલબ્ધ સબસિડીવાળા ચોખાની રજૂઆત કરી હતી. આમ કરતી વખતે તેમણે કહ્યું કે સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે સામાન્ય લોકોને રોજિંદા ખાદ્યપદાર્થો પોષણક્ષમ દરે ઉપલબ્ધ થાય.ગોયલે કહ્યું, પહેલા કિંમતોને નિયંત્રિત કરવાથી ઘણા લોકોને ફાયદો થતો ન હતો, ત્યારે પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ હેઠળ છૂટક હસ્તક્ષેપ શરૂ કરવામાં આવ્યો હતો. ગોયલે જણાવ્યું હતું, છૂટક હસ્તક્ષેપના ભાગરૂપે, મધ્યમ વર્ગના ગ્રાહકો અને ગરીબોને રાહત આપવા માટે 'ભારત બ્રાન્ડ' હેઠળ ચોખાનું છૂટક વેચાણ રૂ. 29 પ્રતિ કિલોના ભાવે કરવામાં આવશે.
આથી પહેલા આપણે વેચ્યું ભારત લોટ
મંત્રીએ કહ્યું, 'જ્યારથી અમે ભારત લોટ વેચવાનું શરૂ કર્યું છે ત્યારથી છેલ્લા છ મહિનામાં ઘઉંનો ફુગાવો શૂન્ય છે. અમે ચોખામાં પણ આ જ અસર જોશું.' તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મધ્યમ વર્ગના લોકોની પ્લેટમાં જતી વસ્તુઓના ભાવ એકદમ સ્થિર હોવું જોઈએ. ગોયલે કહ્યું, 'સરકાર પોસાય તેવા દરે દૈનિક આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવા સક્રિય છે.તેમણે 100 મોબાઈલ વાનને પણ ફ્લેગ ઓફ કરી જે 'ભારત ચોખા’ વેચશે. તેમ જ તેમણે કાર્યક્રમ દરમિયાન પાંચ લાભાર્થીઓને પાંચ કિલોના પેકનું ભારત ચોખા પણ આપ્યું.
ભારત ચોખા માટે સારો પ્રતિસાદ મળવાની આશા
ઓપન માર્કેટ સેલ સ્કીમ દ્વારા ફ્લેટ રેટ પર બલ્ક વપરાશકર્તાઓને ચોખાના વેચાણ માટે નિરાશાજનક પ્રતિસાદ મળ્યા બાદ સરકારે FCI ચોખાના છૂટક વેચાણનો આશરો લીધો છે. સરકારને 'ભારત ચોખા’ માટે સારો પ્રતિસાદ મળવાની આશા છે કારણ કે તે 'ભારત લોટ' જે એજ એજન્સીઓ દ્વારા 27.50 રૂપિયા પ્રતિ કિલો અને 'ભારત ચણા' 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
મંત્રીએ કર્યો પોતાનો અંગત અનુભવ શેર
પોતાનો અંગત અનુભવ શેર કરતા ગોયલે કહ્યું કે તેમણે 'ભારત દાળ' અને 'ભારત લોટ'નો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે અને તે બંને સ્વાદિષ્ટ છે. તેણે કહ્યું, ‘હવે, મેં ‘ભારત ચોખા’ ખરીદી છે. આ સારી ગુણવત્તાની પણ હશે.' ચોખાની સરેરાશ કિંમત અંગે સચોટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે કે કેમ તે પૂછવામાં આવતાં, તેમણે કારણ જણાવતા કહ્યું કે બજારમાં ઘણી જાતો છે, ગોયલે કહ્યું, .યોગ્ય વિશલેષણ કર્યા પછી ચોખાની આ જાતની ચૂંટણી કરવામાં આવી છે. તેમને કહ્યું કે આ મોદીની ગેરન્ટી છે.
Share your comments