Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નવી પહેલ, મત્સ્યોઉદ્યોગ માટે આપવામાં આવશે સબસિડી

દેશમાં ખેડૂતોએ પોતાની આવકમાં વધારો કરવામાં માટે ખેતીના સાથે જ પશુપાલન અને મત્સ્યોદ્યોગ કરી રહ્યા છે. જો આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો આજે પણ આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ પર નિર્ભર છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
મત્સ્યઉદ્યોગ માટે મહિલાઓને મળશે સબસિડી
મત્સ્યઉદ્યોગ માટે મહિલાઓને મળશે સબસિડી

દેશમાં ખેડૂતોએ પોતાની આવકમાં વધારો કરવામાં માટે ખેતીના સાથે જ પશુપાલન અને મત્સ્યોદ્યોગ કરી રહ્યા છે. જો આપણે ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો આજે પણ આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા આ કાર્યને વધુ લોકો સુધી પહોંચાડવા અને તેને પ્રમોટ કરવા માટે એક સ્કીમ ચલાવવામાં આવી રહી છે. જેનો મુખ્ય હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે.

મહિલાઓને માછલી ઉછેર સાથે જોડાવવામાં આવશે

સરકાર દ્વારા એરેશન સિસ્ટમ એસ્ટાબ્લિશમેન્ટ નામની યોજના શરૂ કરવામાં આવી છે. જેના થકી મહિલાઓને માછલી ઉછેર સાથે જોડીને તેઓને આત્મનિર્ભર બનાવવામાં આવશે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને માછલી ઉછેર માટે સબસિડી પણ આપવામાં આવશે. જેના માટે સરકારે કેટલાક માપદંડો નક્કી કર્યો છે. જેના હેઠળ 10 મી ધોરણ પૂર્ણ કરનારી મહિલાઓને જ આ યોજનાનો લાભ મળશે અને તેઓ તેથી વધુ સારો નફો મેળવીને આત્મનિર્ભર થઈ શકે છે. જણાવી દઈએ કેટલાક રાજ્ય સરકારો પણ મત્સ્યોદ્યોગ વિભાગ થકી મહિલા ખેડૂતો માટે એરેશન સિસ્ટમ એસ્ટાબ્લિશમેન્ટ નામની નવી યોજના પણ શરૂ કરી છે.

આ યોજના હેઠળ સરકાર દ્વારા એક વેબસાઇટ પણ શરૂ કરવામાં આવી છે https://fisheries.gov.in  જેના થકી મહિલાઓએ 20 ઓગસ્ટ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ યોજના હેઠળ મહિલા મત્સ્ય ખેડૂતો, જેમની તળાવની લીઝની અવધિ ઓછામાં ઓછી પાંચ વર્ષની છે, હેચરી માલિકો, ખાનગી તળાવો અને લીઝ તળાવો વાળી મહિલ મત્સ્ય બીજ માટે અરજી કરી શકે છે. 

કેટલી સબસિડી આપવામાં આવશે

મહિલા માછલી ખેડુતોને 0.5 હેક્ટરના તળાવ માટે એક 2 હોર્સ પાવર પેડલ નેઇલ એરેટર અને 01 હેક્ટર અથવા તેનાથી મોટા તળાવ માટે વધુમાં વધુ બે એરેટર આપવામાં આવશે. જેમના તળાવની વર્તમાન માછલીની ઉત્પાદકતા ઓછામાં ઓછી 4-5 ટન પ્રતિ હેક્ટર છે, તેમને ઉત્પાદકતા વધારવા માટે ગ્રાન્ટ આપવામાં આવશે. જણાવી દઈએ કે મત્સ્ય ખેડૂતના તળાવમાં વીજળી કનેક્શન અથવા જનરેટરની સુવિધા ઉપલબ્ધ હોવી જોઈએ, તો જ તે યોજનાનો લાભ મેળવી શકશે.

કયા વર્ગની મહિલાને કેટલી સબસિડી

વાયુમિશ્રણ પ્રણાલી સ્થાપન યોજનાનો લાભ મેળવવા માટે, તળાવના આવા તમામ લીઝધારકો કે જેમની લીઝની અવધિ ઓછામાં ઓછી 5 વર્ષ બાકી છે તેઓ પણ અરજી કરી શકે છે. અરજદારના પ્રતિ યુનિટ ખર્ચે, સામાન્ય અને અન્ય પછાત વર્ગની મહિલાઓને રૂ. 0.75 લાખમાં 50 ટકા સબસિડી આપવામાં આવશે. જ્યારે અનુસૂચિત જાતિની મહિલાઓને 60 ટકા ગ્રાન્ટ ફાળવામાં આવશે. વધુમાં જણાવી દઈએ કે તમે ફિશરીઝ વિભાગની વેબસાઈટ પર જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More