Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Government Schemes

ખરીફ પાક માટે આ રાજ્યના ખેડૂતોને મળશે 2900 કરોડ, ફાળવામાં આવશે નુકસાનનું વળતર પણ

તમને જણાવી દઈએ કે કૃષક બંધુ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, પાકની ખેતી માટે ખેડૂતોને દર વર્ષે વધુમાં વધુ 10,000 રૂપિયા અને ઓછામાં ઓછા 4,000 રૂપિયા આપવામાં આવે છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો- સોશિયલ મીડિયા
ફોટો- સોશિયલ મીડિયા

એક બાજુ ચોમાસાની શરૂઆત થઈ રહી છે, બીજી બાજુ પશ્ચચિમ બંગાળના ખેડૂતોને મમતા બનર્જીની તરફથી ખરીફ સિઝનની ભેટ મળી રહી છે. વાત જાણો એમ છે કે ખેડૂતો માટે પશ્ચિમ બંગાળની મમતા સરકારે કૃષક બંધુ (નૂતન) યોજના લઈને આવી હતી. જેના હેઠળ રાજ્યના ખેજૂતો માટે નાણાકીય સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત રાજ્યના 1 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 2900 કરોડ રૂપિયાની ફાળવાણી કરવામાં આવશે. જેની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી છે. જણાવી દઈએ કે આ યોજના તદ્દન પીએમ કિસાન સન્માન નિધી યોજનાની જેમ છે. વધુ માહિતી માટે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળની મમત સરકારે કેન્દ્રની મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોઈ પણ યોજના પોતાના રાજ્યમાં અમલમાં મુકતી નથી. તેઓ પોતાની યોજનાઓ થકી રાજ્યના લોકોને સહાય પૂરી પાડે છે.

નુકસાનનું પણ મળશે વળતર

કૃષક બંધુ (નૂતન) યોજના સાથે મમતા દીદીએ બીજી જાહેરાત પણ કરી છે. તેમણે રવિ સિઝનમાં દરમિયાન પ્રતિકૂળ પરિસ્થિતિને કારણે રાજ્યના જો 2.10 લાખ ખેડૂતોનું નુકસાન થયું છે. તેમને પાકના નુકસાન માટે 293 કરોડ રૂપિયાનું વળતર પણ જાહેર કર્યો છે.તેને લઈને સોશિયલ માડિયા હેન્ડલ પરની એક પોસ્ટમાં જણાવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યા છે કે ખરીફ સિઝન 2024 માટે પશ્ચિમ બંગાળ સરકાર ખેડતોને નાણાકીય સહાય પૂરી પાડશે. તેમ જ જેટલા પણ ખેડૂતોનું રવિ સિઝન દરમિયાન પ્રતિકુલ પરિસ્થિતિના કારણે નુકસાન થયું હતું તેમણે પણ તેમના નુકસાનું વળતર પૂરા પાડવામાં આવશે.

ખેડૂતોને અત્યાર સુધીમાં કેટલા પૈસા મળ્યા  

સોશિયલ મીડિયા પર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બનર્જીએ આગળ લખ્યું કે કૃષક બંધુ (નૂતન) યોજના હેઠળ 1 એકરથી વધુ ખેતીલાયક જમીન માટે, ખેડૂતોને 10,000 રૂપિયાની ફાળવણી કરવામાં આવશે અને ઓછી જમીન માટે પ્રમાણસર રકમ વાર્ષિક ઓછામાં ઓછી 4,000 રૂપિયા હશે. તેમણે આગળ લખ્યું કે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 18,234 રૂપિયાની રકમ ખેડૂતો સુધી પહોંચી ગઈ છે. વધુંમાં તેમણે લખ્યું કે 10 થી 15 વર્ષની વય વચ્ચે મૃત્યુ પામેલ ખેડૂતોના પરિવારને 2 લાખ રુપિયાનું વળતર આપવામાં આવશે. આ અંતર્ગત છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમ બંગાળમાં 1.12 લાખ પીડિત પરિવારોને કુલ 2,240 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

કૃષક બંધુ યોજના ક્યારે શરૂ થઈ હતી

તમને જણાવી દઈએ કે કૃષક બંધુ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ, પાકની ખેતી માટે ખેડૂતોને દર વર્ષે વધુમાં વધુ 10,000 રૂપિયા અને ઓછામાં ઓછા 4,000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ લાભાર્થીઓને દર વર્ષે ખરીફ અને રવી સિઝનમાં બે સમાન હપ્તામાં આપવામાં આવે છે, 2019 પછી, જૂન 2021માં, આ યોજના 'કૃષક બંધુ (નુતન)'ના નામે ફરી શરૂ કરવામાં આવી છે.

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More