ખેડૂતો માટે ચલાવવામાં આવી રહેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાના લાભાર્થિઓની સંખ્યામાં 14 ટકાના ઘટાડો જોવા મળ્યું છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આકડો મુજબ 2022-23 માં ખેડૂત કિસાન સન્માન નિધી યોજનાનો લાભ લઈ રહેલા ખેડૂતોની સંખ્યા 10.73 કરોડ હતી. જો કે ચાલૂ નાણકિય વર્ષ 2023-24 માં 14 ટકા ઘટીને 9.21 કરોડ રહી ગઈ છે. જેમાં સૌથી વધુ ખેડૂતોએ પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના છે. જણાવી દઈએ કે ચાલૂ નાણકિય વર્ષ 2024-25 માટે કેન્દ્ર સરકારે આ યોજના માટે 60 હજાર કરોડ રૂપિયા જાહેર કર્યા છે.
કેમ ઘટી લાભાર્થીઓની સંખ્યા
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ જણાવ્યુ કેન્દ્ર સરકાર દ્વારા આ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે યોજનાના લાભો વચેટિયાઓની સંડોવણી વિના દેશભરના તમામ ખેડૂતો સુધી પહોંચે. તેમણે કહ્યું કે લાભાર્થીઓની નોંધણી અને ચકાસણીમાં પારદર્શિતા જાળવી રાખીને, સરકારે અત્યાર સુધીમાં 11 કરોડથી વધુ ખેડૂતોને 16 હપ્તામાં રૂ. 4 લાખ કરોડથી વધુની ચૂકવણી કરી છે. લાયક લાભાર્થીઓની ઓળખ અને ચકાસણી કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
આધાર પ્રમાણીકરણ ફરજિયાત કર્યા પછી, અસલી લાભાર્થીઓ પર અયોગ્ય લાભાર્થીઓને બાકાત રાખવા તેમજ કોઈપણ ડુપ્લિકેશન ઘટાડવા માટે કામ કરવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું આ 14 ટકા લાભાર્થિઓ નાના કે સીમાંત ખેડૂત નહોતા. જેમણે આ યોજના થકી ચુકવણી કરવામાં આવે છે. તેમના મુજબ આ 14 ટકા ખેડૂતોએ અમીર ખેડૂતો હતા. જો કે આ યોજનાનું લાભ પોતે જ લઈને નાના અને સીમાંત ખેડૂતો માટે યોજનાનું રાસ્તા બંદ કરી દીધું હતું.
કેન્દ્રીય કૃષિ મંત્રી કરી જાહેરાત
કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ 14 ટકા ધટાડાની વાત જણાવતા કહ્યું હતું કે જો લાભાર્થીઓની અંતિમ સંખ્યા 9.5 કરોડની અંદર હોય તો વાર્ષિક રૂ. 6,000ના વર્તમાન દર હેઠળ યોજના પરનો વાર્ષિક ખર્ચ રૂ. 57,000 કરોડની આસપાસ હોઈ શકે છે. સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે PM કિસાન સન્માન નિધિ માટે 60,000 કરોડ રૂપિયા ફાળવ્યા છે.
પંજાબ મહારાષ્ટ્ર અને યૂપીમાં ઘટાડો
લોકસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, મુખ્ય કૃષિ ઉત્પાદક રાજ્યોમાં પંજાબમાં લાભાર્થીઓની સંખ્યામાં સૌથી વધુ ઘટાડો થયો છે. પંજાબમાં પીએમ કિસાનના લાભાર્થીઓની સંખ્યા ગયા વર્ષના 17.08 લાખથી ઘટીને 2023-24માં 9.34 લાખ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 11.5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, ત્યારબાદ 2023-24માં સંખ્યા 1.04 કરોડથી ઘટીને 92.5 લાખ થઈ ગઈ છે. સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં 16.5 ટકાનો ઘટાડો નોંધાયો છે અને 2023-24માં સંખ્યા 2.43 કરોડથી ઘટીને 2.03 કરોડ થઈ ગઈ છે. જણાવી દઈએ કે પીએમ મોદી 16મો હપ્તાની ફાળવણી 9 કરોડ લોકોને જ કરી છે.
Share your comments