Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

શું છે ટ્રૅક્ટરની હાઇડ્રોલિક સિસ્ટમ અને કેવી રીતે કરે છે કામ ? CLICK કરો અને જાણો

હાઇડ્રોલિક સિસ્ટમનો ઇતિહાસ (History of Hydraulic System) વિશ્વની પહેલી હાઇડ્રોલિક મશીન પ્રેસના સ્વરૂપમાં જોસેફ બ્રામાહે વર્ષ 1795માં બનાવી હતી.

KJ Staff
KJ Staff
Hydraulic System
Hydraulic System

હાઇડ્રોલિક સિસ્ટમનો ઇતિહાસ (History of Hydraulic System)

વિશ્વની પહેલી હાઇડ્રોલિક મશીન પ્રેસના સ્વરૂપમાં જોસેફ બ્રામાહે વર્ષ 1795માં બનાવી હતી.

 હાઇડ્રોલિક સિસ્ટમની કાર્યશૈલી  (Working Style of Hydraulic System)

ખેડૂતો દ્વારા હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ સુરક્ષિત રીતે કરવામાં આવે, તે માટે તેમના માટે હાઇડ્રોલિક સિસ્ટમ સમજવી ખૂબ જરૂરી છે. ટ્રૅક્ટરમાં લગાવવામાં આવતી હાઇડ્રોલિક સિસ્ટમ પણ અત્યાધુનિક એંજીનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. ટ્રૅક્ટરમાં મોટાભાગે ખુલ્લી અને બંધ હાઇડ્રોલિક સિસ્ટમ આવે છે. હાઇડ્રોલિક મશીનમાં દબાણ તરલ પદાર્થ દ્વારા કરવામાં આવે છે. એવા મશીનના કામ કરવાથી તરલ શક્તિ ઉપયોગી હોય છે. આ પ્રકારના મશીનમાં હાઇડ્રોલિક દ્રવ્ય તે સંપૂર્ણ મશીનને કામ કરવા માટે તરલ શક્તિ ઉપયોગી હોય છે. આ પ્રકારના મશીનમાં હાઇડ્રોલિક દ્રવ્યને સંપૂર્ણ મશીનમાં વિવિધ હાઇડ્રોલિક મોટર્સ અને હાઇડ્રોલિક સિલેંડરમાં પંપ કરવામાં આવે છે કે જેથી યંત્રને ઊપર-નીચે કરી શકાય છે. તેમાં હાઇડ્રોલિક ઊર્જાને યાંત્રિક ઊર્જામાં બદલવામાં આવે છે.

 ટ્રૅક્ટર હાઇડ્રોલિક સિસ્ટમનો ઉદ્દેશ (The Purpose of Tractor Hydraulic System)

ટ્રૅક્ટર હાઇડ્રોલિક સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ તરલ ગતિકીના માધ્યમથી વિવિધ કૃષિ કાર્યોને સરળતાથી કરવાનો છે. આ માટે ટ્રૅક્ટરની બ્રેક અને સ્ટીયરિંગનો ઉપયોગ કરવામાં આવે છે.

હાઇડ્રોલિક સિસ્ટમની મદદથી ટ્રૅક્ટરના વિવિધ કૃષિ યંત્રોને સરળતાથી ઊપર અથવા નીચે કરી શકાય છે. હાઇડ્રોલિક સિસ્ટમનો સૌથી પાયાગત સિદ્ધાંત એ છે કે તરલનું દબાણ દરેક જગ્યા પર સમાન રીતે થાય છે. ઑઇલ એક નિશ્ચિત આંતરિક દબાણ પેદા કરે છે કે જેથી હાઇડ્રોલિક સિલેંડરોમાં ઉચ્ચ દબાણને લીધે પિસ્ટનની બંને બાજુ ઝડપથી દોલન કરે છે.

હાઇડ્રોલિક સિસ્ટમનો ઉપયોગ કયા ક્ષેત્રોમાં કરી શકાય છે (In Which areas can the Hydraulic System be used)

તેનો ઉપયોગ જેસીબી, બુલડોઝર, માઇનિંગ ક્ષેત્રના મશીનોમાં, ટ્રૅક્ટરથી સંચાલિત તમામ યંત્રોમાં કરવામાં આવે છે. કૃષિ ક્ષેત્રમાં આ સિસ્ટમથી ખેડાણ, વાવેતર, છોડ ટ્રાંસપ્લાંટિંગ તથા અન્ય તમામ કૃષિ પ્રવૃત્તિઓ કરવામાં ઉપયોગમાં લેવામાં આવતા યંત્રો જેવા કે ટ્રૉલી, પોટૅટો પ્લાંટર, કલ્ટીવેટર વગેરેમાં કરી શકાય છે. આ પ્રકારના કામો માટે ઓછામાં ઓછા 50થી 55 એચપીના ટ્રૅક્ટરની જરૂર પડે છે. આ સિસ્ટમ ખૂબ જ સરળ અને ઓછા મેંટેનંસવાળી છે.

કૃષિ ક્ષેત્રમાં હાઇડ્રોલિકની ભૂમિકા (Role of Hydraulics in Agriculture)

ભારત કૃષિ પ્રધાન દેશ છે અને તેની આશરે 60 ટકા વસ્તી કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે તેમ જ આજે પણ દેશમાં કૃષિ કાર્યનો મોટો ભાગ પરંપરાગત રીતે તથા જૂની પદ્ધતિથી થાય છે.

અગાઉની સરખામણીમાં આજની હાઇડ્રોલિક્સ સિસ્ટમમાં તરલ પદાર્થનું પ્રમાણ અને ઇલેક્ટ્રૉનિક નિયંત્રણ વધી ગયુ છે. પહેલાના સમયમાં ચેનની મદદથી કૃષિ યંત્રમાં સંચાલન કરવામાં આવતુ હતું. આજે તેનું સ્થાન હાઇડ્રોલિક સિસ્ટમે લીધુ છે. તેની ક્ષમતા વધારે અને કૃષિ કાર્યો માટે સચોટ છે.

ખેડાણમાં વાપરો આ આધુનિક યંત્રો કે જે વધારે છે ઉત્પાદકતા અને નફો

Related Topics

hydraulic system tractor

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More