Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

Tractor Performance: ઉનાળામાં ટ્રેક્ટરને આવી જાય છે તાવ, માણસની જેમ તેની પણ સંભાળ છે જરૂરી

ખેતીનું કામ કરવા માટે ખેડૂતોને ઘણા પ્રકારના કૃષિ સાઘનોની જરૂર પડે છે, આમાંથી એક અને સૌથી મહત્વપૂર્ણ સાધન છે ટ્રેક્ટર. જેના થકી ખેડૂતોએ ખેતીના સૌથી મુશ્કેલ અને પડકારરૂપ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકે છે. પરંતુ તેના માટે ટ્રેક્ટરને સારી કાર્યકારી સ્થિતિમાં રાખવું પણ જરૂરી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja

ખેતીનું કામ કરવા માટે ખેડૂતોને ઘણા પ્રકારના કૃષિ સાઘનોની જરૂર પડે છે, આમાંથી એક અને સૌથી મહત્વપૂર્ણ સાધન છે ટ્રેક્ટર. જેના થકી ખેડૂતોએ ખેતીના સૌથી મુશ્કેલ અને પડકારરૂપ કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકે છે. પરંતુ તેના માટે ટ્રેક્ટરને સારી કાર્યકારી સ્થિતિમાં રાખવું પણ જરૂરી છે. તો ખેડૂત ભાઈઓ જેમ કે અમે માણસ થઈને કાળઝાળ ગરમીથી પરેશાન થઈને રૂંધાઈ જઈએ છીએ, ઠીક આવી જ રીતે તમારા ખેતરના સાથી ટ્રેક્ટર પણ ગરમીના કારણે ખરાબ થવાની સ્થિતિમાં પહોંચી શકે છે. તેથી ઉનાળા દરમિયાન તમારે ટ્રેક્ટરની યોગ્ય રીતે જાળવણી કરવી જરૂરી છે. કેમ કે ભારે ગરમીમાં ટ્રેક્ટર સાથે કામ કરતી વખતે, બેટરીને નુકસાન, લીકેજ અને જોડાણો ઢીલા થવાનું જોખમ વધી જાય છે.આથી ખેડૂત ભાઈયો તમારે ટ્રેક્ટરની જાળવણીનું ચેકલિસ્ટ બનાવવું જરૂરી છે, જેથી ટ્રેક્ટરની સમય સમય પર સરળતાથી જાળવણી કરી શકાય.  

બેટરી સાફ અને ચાર્જ કરવી છે જરૂરી: જો ખેડૂતો લાંબા સમય સુધી તેમના ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી, તો બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જાય છે અને યોગ્ય રીતે ચાર્જ થઈ શકતી નથી. જ્યારે આવું થાય છે, ત્યારે અલ્ટરનેટર પર દબાણ આવે છે. ટ્રેક્ટરની બેટરીનું સામાન્ય જીવનકાળ લગભઘ 3 થી 5 વર્ષનું હોય છે. ટ્રેક્ટરને સંપૂર્ણ પાવર સાથે ચલાવવા માટે ખેડૂતોને જૂની બેટરીને નવી બેટરીથી બદલવું જોઈએ. જો ટ્રેક્ટરની બેટરી યોગ્ય રીતે કામ કરે છે, તો ઓલ્ટરનેટર અને એન્જિન સરળતાથી ચાલે છે.

ટ્રેક્ટરની ટાંકીમાં રહેલા જૂનું ઇંઘણ બદલો: ખેડૂત ભાઈયો આ તમારા ટ્રેક્ટર માટે એક દમ સરળ ટિપ છે, જો કે તે તમારા ટ્રેક્ટરને ખરાબ થવાથી બચાવશે. આને અવગણો નહી. ખેડૂત ભાઈયો જો તમારા ટ્રેક્ટર છેલ્લી સીઝનથી ઊભું છે અને તેની ટાંકીમાં જૂન ઈંઘણ અત્યારે પણ છે, તો સૌથી પહેલા તમારે જૂનું તેલ કાઢી નાખવું જોઈએ અને ટાંકીમાં નવું ઈંઘણ નાખવું જોઈએ. કેમ કે જો ઈંધણ લાંબા સમય સુધી ટાંકીમાં રહે છે તો તેથી કન્ડેન્સેશન શરૂ થઈ જાય છે, જેના કારણે તમારા ટ્રેક્ટર સ્ટાર્ટ થવામાં મુશ્કેલ થાય છે.

ટોપ અપ બદલવું છે જરૂરી: ભેજનું નિર્માણ ઘણી પ્રવાગી સિસ્ટમો માટે મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી કરીને ખેડૂત ભાઈઓ તમારે કોઈ પણ સિઝનની શરૂઆતમાં ટ્રેક્ટરને વાપરવાથી પહેલા તેના તમામ પ્રવાહી સ્તરોની તપાસ ચોક્કસ રીતે કરવી જોઈએ. તેના સાથે જ તમારે ટ્રેક્ટરની જરૂરિયાત મુજબ અગત્યના પ્રવાહીનો ટોપ અપ પણ બદલવું જોઈએ.

ટ્રેક્ટરની જોડાણ પર આપો ખાસ ધ્યાન: ખેડૂત ભાઈયો તમારે ઉનાળાની ઋતુમાં ટ્રેક્ટરના જોડાણ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. જો તમારે ટ્રેક્ટરનું ઉપયોગ લોન ક તો પછી મોવર તરીકે કરવું હોય તો તમારે તેના જોડાણોની ખાસ કાળજી લેવી જોઈએ. કેમ કે સિઝનના અંતે, ટ્રેક્ટરમાં જોડાણો કાટ લાગવા માંડે છે જેના કારણે ટ્રેક્ટ્રની કામ કરવાની ઝડપ ઘટી જાય છે.

ફિલ્ટર્સ તપાસો: ટ્રેક્ટરની જાળવણીમાં સૌથી મહત્વની વસ્તુ ફિલ્ટર બદલવાનું છે. ભરાયેલા ટ્રેક્ટર ફિલ્ટર ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. ટ્રેક્ટરનું ફિલ્ટર ત્યારે જ બદલવું જોઈએ જ્યારે તેમાં બિલ્ડ-અપ એકઠું થવા લાગે. આ સિવાય તમે તેનું ફિલ્ટર સાફ કરીને તેને ફરીથી ઇન્સ્ટોલ પણ કરી શકો છો.

ડ્રાઈવ બેલ્ટની ચકાસણી: ટ્રેક્ટરમાં બેલ્ટ તૂટવાની, સડી જવાની અને લપસી જવાની સમસ્યા સામાન્ય છે. ઉનાળામાં ખેડૂતોએ તેમના ડ્રાઇવ બેલ્ટનો ઉપયોગ કરતા પહેલા તેનું નિરીક્ષણ કરવું જોઈએ. પટ્ટાનું નબળું ફિટિંગ અથવા પહેરવામાં આવેલ બેલ્ટ ટ્રેક્ટરના સંચાલનમાં સમસ્યાઓનું કારણ બને છે. જો પટ્ટો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોય, તો તમે સ્થાનિક ટ્રેક્ટર ડીલર પાસે જઈને પણ તેને બદલાવી લેવું જોઈએ ક તો પછી પોતે જ બદલી નાખવું જોઈએ.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More