ટ્રેક્ટર એ એક મહત્વપૂર્ણ કૃષિ ઉપકરણ છે. દર વર્ષે દેશભરમાં તેનું સારું વેંચાણ થાય છે. નાણાકીય વર્ષ 2021 માં ટ્રેક્ટરના સારા વેચાણ બાદ હવે તેનો ઘટાડો થવાની આશંકા છે. ટ્રેક્ટરનો વેચાણ વૃદ્ધિ દર એક અંકમાં આવી શકે છે. જોકે અપેક્ષા હતી કે ટ્રેકટરોનું વેચાણ ચારથી છ ટકા સુધી રહેશે, પરંતુ હવે ટ્રેક્ટરના વેચાણમાં વૃદ્ધિ દરામાં ફક્ત એકથી ચાર ટકાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કોરોના વાયરસના સંક્રમણના કારણે વિશ્વના તમામ દેશોની અર્થવ્યવસ્થા મંદીની લપેટમાં છે. ભારત પણ આમાં અપવાદ નથી. કંપનીઓના માસિક અહેવાલોમાં ઉત્પાદન વૃદ્ધિ અને વેચાણના આંકડા ગયા વર્ષ કરતા ઓછા બતાવવામાં આવી રહ્યા છે. દેશમાં કોરોના લોકડાઉન વચ્ચે દેશની અગ્રણી ટ્રેક્ટર કંપનીઓને ફટકો પડયો હોવાનું પણ સ્થિતિ પરથી ફલિત થાય છે.
કોરોના મહામારીને કારણે ગ્રામીણ બજારમાં હજુ પણ અનિશ્ચિતતા
આઈસીઆરએના જણાવ્યા અનુસાર આ વખતે સ્થાનિક બજારમાં ટ્રેક્ટરનું વેચાણ એકથી ચાર ટકા રહેવાની ધારણા છે, જ્યારે અગાઉ એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે વેચાણ ચારથી છ ટકા હોઇ શકે છે. એવું માનવામાં આવે છે કે આવું એટલુ જ થઈ રહ્યું છે કારણ કે કોરોના મહામારીને કારણે ગ્રામીણ બજારમાં હજી પણ અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આ વર્ષે ટ્રેક્ટરની મંગ ધીમી ગતિમાં
ઘટાડો પછી પણ બજારમાં ટ્રેકટરોની માંગમાં વધારો કરવાના તમામ કારણો મજબૂત છે. કારણ કે રવી પાકનું ઉત્પાદન સારું રહ્યું છે અને ખેડૂતોને પૈસા પણ મળ્યા છે. સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે.નાણાકીય સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત બજારમાં પાકોની માંગ સાથે સામાન્ય ચોમાસાની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આ વર્ષે ટ્રેકટરોની માંગ ધીમી ગતિએ ચાલી રહી છે. જ્યારે ગયા વર્ષે ટ્રેક્ટર ઉદ્યોગમાં 27 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.
લોકડાઉનના કારણે ડીલરશીપ પર અસર
આઈસીઆરએના વાઇસ પ્રેસિડેન્ટ રોહન કંવર ગુપ્તાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીની બીજી લહેર બાદ શરૂ થયેલા ઉદ્યોગોને ખરાબ અસર થઈ છે. આને કારણે વિકાસમાં અંતરાય આવી રહ્યો છે. રાજ્યો દ્વારા લાદવામાં આવેલા લોકડાઉનને કારણે ડીલરશીપને પણ અસર થઈ છે. ઉપરાંત ગ્રામીણ બજારને પણ અસર થઈ છે.તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવી પરિસ્થિતિ હોવા છતાં જૂન મહિનામાં લોકડાઉનમાં રાહત બાદ બજારમાં સુધારો થશે.
ટ્રેક્ટરના વેચાણ પર 2 ટકાનો ઘટાડો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની કૃષિના ઉપકરણોના બનાવવા વાળો મુખ્ય ઉત્પાદન એકમના પ્રમુખ હેમંત સિક્કાએ કહ્યું હતા કે હાલમાં દેશમાં કૃષિ માટે તમામ પરિબળો અનુકૂળ છે. ચોમાસુ યોગ્ય ગતિએ આગળ વધી રહ્યું છે. સારા વરસાદની સંભાવના છે, જેના કારણે ખરીફ પાક સારો થાય તેવી સંભાવના છે. ગ્રામીણ વિસ્તારોમાં કોરોનાની બીજી લહેર ફાટી નીકળી છે. જો કે ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોનાને કારણે લોકડાઉન કરવામાં આવ્યું હતું જેના કારણે ઘણું નુકસાન થયું હતું. જ્યારે ટ્રેક્ટર મેન્યુફેક્ચર્સ એસોસિએશનના પ્રમુખ ટીઆર કેસાવાને જણાવ્યું હતું કે આ વર્ષે સાત ટકાનો વધારો થઈ શકે છે.અથવા તેમાં બે ટકાનો ઘટાડો પણ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાની બીજી લહેરની ટ્રેક્ટરોના વેચાણ ઉપર ખરાબ અસર પડી છે. કોરોનાની ચેઇન તોડવા માટે મે મહિનામાં ઘણા રાજ્યોમાં લોકડાઉન અમલમાં હતું. જેના કારણે વાહનોના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં ટ્રેક્ટર સેગમેન્ટ પણ સામેલ હતું. જ્યાં એપ્રિલની તુલનામાં મે મહિનામાં ટ્રેકટરના વેચાણમાં મોટો ઘટાડો થયો હતો. આ ઘટાડો આજે પણ બરકરાર છે.
મે મહિનામાં મહિન્દ્રાના ટ્રેકટરો સૌથી વધુ વેચાયા હતા. જ્યાં ગ્રાહકોએ તેના 3,803 એકમો ખરીદ્યા હતા. જોકે, એપ્રિલ મહિનાની તુલનામાં તેના વેચાણમાં 53 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો. એપ્રિલ મહિનાની તુલનામાં મે મહિનામાં તમામ ટ્રેક્ટર કંપનીઓના વેચાણમાં ઘટાડો થયો છે.
ટ્રેક્ટર ઉદ્યોગની મોટી કંપની ટાફે, સોનાલિકા અને એસ્કોર્ટ્સે પણ વેચાણમાં ઘટાડો નોંધાવ્યો હતો. ડેટા બતાવે છે કે મે 2020ની તુલનામાં ટેફે ગ્રુપના વેચાણમાં 32.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ મે 2021 માં 9 હજાર 505 યુનિટ વેચ્યા હતા. જ્યારે મે 2020માં 14 હજાર 070 હતા. મે 2021માં કંપનીનો માર્કેટ શેર પણ ઘટીને 6.2 ટકા થયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના ફેલાવાની અસર સીધી ખરીદી પર પડી છે. મોટાભાગની કંપનીઓનું વેચાણ ઘટ્યું છે.
Share your comments