Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

ફોર્સનું આ ટ્રેક્ટર પોતાના નામની જેમ છે “બલવાન”, જાણો તેની એક્સ-શોરૂમ કિંમત

ખેતીમાં ટ્રેક્ટર મહત્વનું ભાગ ભજવે છે. ખેડૂતો ટ્રેક્ટર વડે ખેતીના ઘણા મોટા-મોટા કાર્યો સરળતાથી કરી લે છે. ખેડૂતો ખેતીમાં વપરાતા સાધનો ટ્રેક્ટર વડે ચલાવીને સમય અને મજૂરી બચાવી શકે છે. જો તમે પણ ખેતી માટે શક્તિશાળી ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો,

Amansinh Jadeja
Amansinh Jadeja
બલવાન ટ્રેક્ટર
બલવાન ટ્રેક્ટર

ખેતીમાં ટ્રેક્ટર મહત્વનું ભાગ ભજવે છે. ખેડૂતો ટ્રેક્ટર વડે ખેતીના ઘણા મોટા-મોટા કાર્યો સરળતાથી કરી લે છે. ખેડૂતો ખેતીમાં વપરાતા સાધનો ટ્રેક્ટર વડે ચલાવીને સમય અને મજૂરી બચાવી શકે છે. જો તમે પણ ખેતી માટે શક્તિશાળી ટ્રેક્ટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો ફોર્સ બલવાન 400 એક એવું સુપર ટ્રેક્ટર છે જે તમારા ખૂબ જ સરસ રહેશે. ફોર્સ કંપનીનું આ ટ્રેક્ટર 2596 સીસી એન્જિન સાથે આવે છે અને 22 આરપીએમ સાથે 40 એચપી પાવર જનરેટ કરે છે. આથી કૃષિ જાગરણ ગુજરાત તમને આ ટ્રેક્ટર ખરીદવાની સલાહ આપે છે જેથી તમે તમારા ખેતીના કામને સરલ બનાવી શકો. હાલો હવે અમે તમને તેના બીજા ફીચર્સ વિશે જણાવીએ.

ફોર્સનું આ ટ્રેક્ટર ડ્રાય ટાઇપ એર ફિલ્ટર સાથે આવે છે

ફોર્સ બલવાન 400 સુપીર ટ્રેક્ટરમાં તમને 2596 સીસી ક્ષમતાનું 4 સિલિન્ડર વોટર ફૂલ્જ એન્જિન જોવા મળશે. જે 40 એચપી પાવર જનરેટ કરે છે. આ ફોર્સ ટ્રેક્ટર ડ્રાય ટાઇપ એર ફિલ્ટર સાથે આવે છે. કંપનીનું આ ટ્રેક્ટર 34.4 એચપી મેક્સ પીટીઓ પાવર સાથે આવે છે. અને તેનું એન્જિન 2200 આરપીએમ જનરેટ કરે છે. આ ફોર્સ ટ્રેક્ટર 60 લીટરની ક્ષમતાવાળી ઈંઘણની ટાંકી છે.

ટ્રેક્ટરની લિફ્ટિંગ ક્ષમતા 1450 કિગ્રા

ફોર્સ બલવાન 400 સુપર ટ્રેક્ટરની લિફ્ટિંગ ક્ષમતા 1450 કિગ્રા રાખવામાં આવી છે અને આ ટ્રેક્ટર 1920 કિગ્રાના કુલ વજન સાથે આવે છે. કંપનીનું આ શક્તિશાળી ટ્રેક્ટર 3380 MM લંબાઈ અને 1710 MM પહોળાઈ સાથે 1965 MM વ્હીલબેઝમાં આવે છે

ટ્રેક્ટરમાં જોવા મળશે મિકેનિકલ સ્ટીયરીંગ પાવર

ફોર્સ બલવાન 400 સુપર ટ્રેક્ટરમાં તમને મિકેનિલ સ્ટીયરીંગ જોવા મળશે. કંપનીના આ ટ્રેકટરમાં 8 ફોરવર્ડ +4 રિવર્સ ગિયર્સ બોક્સ આપવામાં આવ્યું છે. આ ફોર્સ ટ્રેક્ટર સિંગલ કલચ સાથે આવે છે અને તેમાં સતત મેશ પ્રકારનું ટ્રાન્સમિશન હોય છે. કંપનીએ ખેડૂતોની સલામતી માટે આ ટ્રેક્ટરમાં કુલ્લી ઓઈલ ઈમર્સ્ડ મલ્ટીપ્લેટ સીલબંધ ડિસ્ક બ્રેક્સ પ્રદાન કર્યા છે. કંપનીના આ શક્તિશાળી ટ્રેક્ટરમાં ટ્વીન સ્પીડ પીટીઓ ટાઇપ પાવર ટેકઓફ છે, જે 540 આરપીએમ જનરેટ કરે છે. તમને ફોર્સ બલવાન 400 સુપર ટ્રેક્ટરમાં 2WD ડ્રાઇવ જોવા મળશે, તેમાં 6.00 x 16 ફ્રન્ટ ટાયર અને 13.6 X 28 પાછળનું ટાયર છે.

ફોર્સ બલવાન 400 સૂપરની એક્સ-શૌરૂમ કિંમત

ભારતમાં ફોર્સ બલવાન 400 સુપર ટ્રેક્ટરની એક્સ-શૌરૂમ કિંમત 6.40 લાખ રૂપિયા રાવખવામાં આવી છે. આ બલવાન 400 સુપર ટ્રેક્ટરની ઓન-રોડ કિંમત આરટીઓ નોંઘણી અને તમામ રાજ્યોમાં લાગૂ પડતા રોડ ટેક્સને કારણે બદલાઈ શકે છે. કંપની તેના ફોર્સ બલવાન 400 ટ્રેક્ટર સાથે 3 વર્ષની વોરંટી પણ આપે છે. તો પછી રાહ શૈની જોવોં છો આજે બુક કરો ફોર્સનું સુપર બલવાન 400 ટ્રેક્ટર જો કરશે તમારા ખેતીના કામને સરખો બચાવશે મજૂરીના પૈસા.

Related Topics

Balwan Tractor Fource Agriculture

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More