Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

આ ગુજ્જુ ખેડૂતે કર્યા એવા આવિષ્કાર કે, જેની થઈ રહી છે દેશ-વિદેશમાં થઈ રહી છે ચર્ચા

ગુજરાતના અમરેલી જિલ્લાના મોટા દેવાલ્યા ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ મનસુખભાઇ જગાની બહુ ભણેલા નથી. મનસુખભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું. પરંતુ તેમનું ત્યાં મન લાગતું નહોંતું. તેઓ કઈંક અલગ જ કરવા ઇચ્છતા હતા.

Sukhadev Thakor
Sukhadev Thakor
મનસુખભાઇએ આવિષ્કાર કરેલ યંત્રો
મનસુખભાઇએ આવિષ્કાર કરેલ યંત્રો

ગુજરાતના અમરેલી જિલ્લાના મોટા દેવાલ્યા ગામમાં એક ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલ મનસુખભાઇ જગાની બહુ ભણેલા નથી. મનસુખભાઈએ વર્ષો સુધી હીરાની ફેક્ટરીમાં હીરા ઘસવાનું પણ કામ કર્યું. પરંતુ તેમનું ત્યાં મન લાગતું નહોંતું. તેઓ કઈંક અલગ જ કરવા ઇચ્છતા હતા. આ માટે ગામ પાછા આવી ગયા. હંમેશાંથી મશીન અને અન્ય ઉપકરણો સાથેના લગાવના કારણે મનસુખભાઈએ અહીં તેમનો એક નાનકડો વર્કશોપ શરૂ કર્યો અને સાથે-સાથે ખેતી પણ કરવા લાગ્યા. પોતાનું મગજ લગાવી તેઓ સસ્તામાં પડે તેવાં ઉપયોગી મશીન બનાવવા લાગ્યા, જેથી ખેડૂત ભાઇઓની મદદ થઈ શકે. પરંતુ તેઓ હંમેશાંથી કઈંક એવું બનાવવા ઇચ્છતા હતા જે એકદમ નવું હોય અને ઉપકરણ પણ અનોખુ હોય, સાથે-સાથે ખેતીમાં પણ ઉપયોગી નીવડી શકે.

મનસુખભાઇએ આવિષ્કાર કરેલ યંત્રો

બુલેટ સાંટી

  • વર્ષ 1994માં મનસુખભાઈએ તેમનો પહેલો આવિષ્કાર કર્યો.
  • “બુલેટ સાંટી.” આ એકદમ ટ્રેક્ટરની જેમજ કામ કરે છે.
  • તેમણે એક એવું ‘સુપર હળ’ બનાવ્યું , જે ખોદણીથી લઈને વાવણીની સાથે-સાથે જમીનને સમથળ બનાવવામાં પણ કામ છે.
  • મનસુખભાઈ જણાવે છે કે, તેમને લગભગ 5 વારના પ્રયત્ન બાદ સફળતા મળી.
  • તેમનો આ આવિષ્કાર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી સાબિત થયો છે.
  • ખેડૂતોને હવે મજૂરો કે બળદ વગેરે પર નિર્ભર રહેવું નથી પડતું, સાથે-સાથે ખેડકામથી લઈને વાવણી માટે ટ્રેક્ટરની જરૂર પણ નથી પડતી.

તેઓ વધુમાં જણાવે છે, “બુલેટ સાંટીની મદદથી ખેડૂતો માત્ર અડધા કલાકમાં બે એકર જમીનને ખેડી શકે છે અને એ પણ માત્ર એક લીટર ડિઝલમાં જ કોઇપણ ખેતરનું નિંદણ અને વાવણીનું કામ પણ ઝડપથી થઈ શકે છે અને તેમાં ખર્ચ પણ બહુ ઓછો લાગે છે. જેમાં પ્રતિ હેક્ટર માત્ર 8 રૂપિયાનો જ ખર્ચ આવે છે. તમે તમારા બાઇકમાંથી જ આ બુલેટ સાંટી બનાવી શકો છો. આ કામમાં લાગે છે માત્ર 30-35 મિનિટ જ. તેના પાછળ ખર્ચ લાગે છે 30-40 હજાર રૂપિયા.”

વર્ષ 2000 માં પ્રોફેસર અનિલ ગુપ્તાના સંગઠન, હની બી નેટવર્કને મનસુખભાઇ વિશે ખબર પડી. તેમણે ગામમાં જઈને બુલેટ સાંટી જોયું અને તેનું નિરિક્ષણ કર્યું. આ હની બી નેટવર્કના પ્રયત્નથી જ મનસુખભાઈને તેમની બુલેટ સાંટીને એડવાન્સ લેવલ પર ડેવલપ કરવામાં મદદ મળી. તેમણે મનસુખભાઇના આ આવિષ્કાર માટે પેટન્ટ પણ ફાઇલ કરી અને આજે ભારત અને અમેરિકામાં આ ટેક્નોલૉજી પર તેમને પેટન્ટ મળેલ છે.

સાઇકલ સ્પ્રેયર
સાઇકલ સ્પ્રેયર

સાઇકલ સ્પ્રેયર:

  • વર્ષ 2005 માં તેમણે 8 દિવસમાં જ સાઈકલ સ્પ્રેયરનું ઈનોવેશન કર્યું હતુ.
  • તેમણે એક સાઇકલની પાછળના પૈડામાં થોડા બદલાવ કર્યા અને પછી તેના પર સ્પ્રેયરને એડજસ્ટ કર્યું.
  • આ સાઇકલ સ્પ્રેયર ખેડૂતો માટે ખૂબજ ઉપયોગી છે.
  • તેનાથી આરામથી આખા ખેતરમાં બહુ ઓછા ખર્ચે સ્પ્રે કરી શકાય છે.
  • માત્ર ત્રણ કલાકમાં ખેડૂત 4 એકરમાં સ્પ્રે કરી શકાય છે. ટેન્કની ક્ષમતા 25-30 લીટર છે. તેમાં વધારે મજૂરોની પણ જરૂર નથી પડતી.
  • કામ પૂરું થઈ જાય પછી સ્પ્રેયરને સાઇકલમાંથી કાઢી શકાય છે.
  • આ આવિષ્કાર માટે પણ મનસુખભાઈને નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનથી સન્માન મળ્યું છે અને તેના પર તેમની પેટન્ટ પણ છે.
સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર
સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર

સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર

  • તેમણે એક સીડ કમ ફર્ટિલાઇઝર ડિબલર બનાવ્યું.
  • તેનાથી વાવણી તેમજ ખેતરમાં ખાતર નાખવાનું કામ સરળતાથી કરી શકાય છે.
  • તેનાથી સમાન રૂપે બી રોપી શકાય છે અને સમારૂપે ખાતર પણ ખેતરમાં નાખી શકાય છે.
  • આમાં બીજનું નુકસાન થતું નથી અને ખાતરનો બગાડ પણ અટકે છે.

 

મનસુખભાઈના આવિષ્કારોની સૌથી સારી વાત એ છે કે, તેને ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યાં છે. સૃષ્ટિની મદદથી મસસુખભાઈની આ ટેક્નોલૉજી બીજા દેશો સુધી પણ પહોંચી છે. તેમને દક્ષિણ આફ્રિકા જઈ તેના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરવાની પણ તક મળી. મનસુખભાઈ કહે છે કે, તેમણે સપનામાં પણ વિચાર્યું નહોંતું કે, તેમને રાષ્ટ્રપતિ સન્માન મળશે અને કોઇ બીજા દેશમાં જવાની તક મળશે.

મનસુખભાઈની બુલેટ સાંટીની ટેક્નોલૉજીની મદદથી આજે 150 સામાન્ય ફેબ્રિકેટર મશીન બનાવવામાં આવ્યાં છે. 5 હજાર પરિવારોને આ ટેક્નોલૉજીથી રોજગાર મળી રહ્યો છે. લગભગ 20,000 ખેડૂતો આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી રહ્યા છે. ગુજરાતના ઉપેન્દ્રભાઈ રાઠોડે આ ટેક્નોલૉજી પર આધારિત સનેડો ટ્રેક્ટર બનાવ્યું છે, જે ખેડૂતો માટે ખૂબજ મદદરૂપ બન્યું છે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More