વર્ષ 2021 ના પ્રથમ છ મહિનાના ગાળામાં ટ્રેક્ટરના વેચાણને મજબૂત વેગ મળ્યો છે. તાજેતરના મહિનાઓમાં નિકાસમાં સતત વૃદ્ધિ સાથે વર્ષ 2021માંમાટે કુલ સ્થાનિક ટ્રેક્ટર ઉત્પાદનને 1,065,280 યુનિટ થયું છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક આંકડો છે, તે વર્ષ 2020 માં 8,63,125 યુનિટ વેચાણ નોંધાયું હતુ.
કુલ સ્થાનિક વેચાણ 2021 માં 13% વધીને 9,03,724 યુનિટ થયું છે, જે વર્ષ 2020માં 8,02,670 એકમો હતું, જ્યારે નિકાસ 61% વધીને 1,24,901 યુનિટ થયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક નિકાસ વોલ્યુમ છે. વર્ષ 2020માં નિકાસ 77,378 યુનિટ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેક્ટર્સ એ કૃષિ મશીનરીમાં એક મહત્વપૂર્ણ સાધન છે. બીજી બાજુ ટ્રેક્ટરનું ઉત્પાદન અને સ્થાનિક વેચાણ ડિસેમ્બર 2021માં ઘટીને 20 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયું હતું.
"ડિસેમ્બર 2021 માં કુલ સ્થાનિક વેચાણ 27% ઘટીને 44,428 યુનિટ થયું, જે ડિસેમ્બર 2020 માં 61,249 યુનિટ હતું." ટ્રેક્ટર અને મિકેનાઇઝેશન એસોસિએશનના ડેટા પ્રમાણે નવેમ્બર 2021ના 63,783 યુનિટના વેચાણની સરખામણીમાં ડિસેમ્બરના વેચાણમાં 30%નો ઘટાડો થયો છે".
ટ્રેક્ટરના નબળા વેચાણનો આ છઠ્ઠો મહિનો હતો, જે પ્રમાણમાં મોટો આધાર તેમજ અસમાન અને લાંબા ચોમાસાને કારણે વ્યાપક પ્રમાણમાં અસર ધરાવે છે.
ડિસેમ્બર 2021માં એકંદરે ઉત્પાદન ઓછું હતું, જે અગાઉના મહિનામાં 67,566 યુનિટ અને ડિસેમ્બર 2020માં 91,969 યુનિટની સરખામણીએ 53,527 યુનિટ હતું. જો કે, ટ્રેક્ટરની નિકાસમાં ઉછાળો યથાવત રહ્યો, શિપમેન્ટ ડિસેમ્બર 2021ની સરખામણીમાં 7% વધીને 11,186 યુનિટ થયું. ડિસેમ્બર 2020 માં 10,491 યુનિટ રહ્યું છે.
Share your comments