Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

નિંદણથી નિરાંત અપાવે MH 610 Power triler : જાણો તેની વિશેષતાઓ

નમસ્કાર ખેડૂત મિત્રો આપનું કૃષિ જાગરણમાં સ્વાગત છે. હું તુષાર પટેલ આજે આપની માટે લાવ્યો છું કે શું ખરેખર MH 610 Power triler ખેતી અને ખેડૂતો માટે કારગત છે ? હું આ વિશેની મહત્વની જાણકારીની આપવાની સાથે-સાથે MH 610 Power trilerથી કેટલો ફાયદો છે ? એ તમામ બાબતો પણ જણાવીશ. આ માહિતી હું આપને આપના જેવા ખેડૂત મિત્રના અનુભવના આધારે જણાવીશ.

KJ Staff
KJ Staff
Stihl MH 610 Power Tiller
Stihl MH 610 Power Tiller

નમસ્કાર ખેડૂત મિત્રો આપનું કૃષિ જાગરણમાં સ્વાગત છે. હું તુષાર પટેલ આજે આપની માટે લાવ્યો છું કે શું ખરેખર MH 610 Power triler ખેતી અને ખેડૂતો માટે કારગત છે ? હું આ વિશેની મહત્વની જાણકારીની  આપવાની સાથે-સાથે MH 610 Power trilerથી કેટલો ફાયદો છે ? એ તમામ બાબતો પણ જણાવીશ. આ માહિતી હું આપને આપના જેવા ખેડૂત મિત્રના અનુભવના આધારે જણાવીશ.

તો સર્વપ્રથમ આપણે ટુંકમાં જોઇએ કે આ MH 610 Power triler છે શું ? તો આ મશીન એ નક્કર જમીનને તોડીને પોચી કરવાનું કામ કરે છે.  તે શક્તિશાળી પેટ્રોલ એંજિનથી ચાલે છે તેમજ વિના પ્રયાસે 80૦ સેંટીમીટર પહોળીં ચૅનલ પૃથ્વી પર લગાવે છે.  તેની બ્લેડનો આકાર તમને ધરતીમાં ઉત્કૃષ્ટ શક્તિ અને કાર્યક્ષમતાનું મિશ્રણ કરી આપવામાં સહાય કરે છે. તે ધરતીમાં ધરબાયેલા જૂના મૂળ અને છોડની સામગ્રીને સરળતાથી કાપીને સપાટી પર લાવે છે. આ સાથે તેના દ્વારા ઊભા પાકોની વચ્ચે થતા નિંદણ પણ ધારથી દૂર કરી શકાય છે.

Stihl Power Tiller
Stihl Power Tiller

ઇંટરવ્યૂ :-

નામ :- રાજુભાઈ સોલંકી
ગામ :- વાલી
જમીન :- ૬ એકર
પાક :- પુષ્પોની ખેતી ( ગલગોટા , ગુલાબ અને સ્પાઇડર લીલી )
મશીન :- MH 610 Power triler
એમનો અનુભવ :-

રાજુ ભાઈ સોલંકી સામે આ પાવર ટ્રિલરના ઉપયોગ પહેલા પોતાની ૬ એકર જમીનમાં ફૂલોની ખેતીમાં નિંદણ નિયંત્રણ એ એક મોટો પ્રશ્ન હતો અને ચોમાસા બાદ તો ચારે બાજુ નિદાન ને, બસ નિંદણ . તેઓ દવાઓનો ઉપયોગ કરતા, પરંતુ વધુ કેમિકલયુક્ત દવાના ઉપયોગથી જમીનની ફળદ્રૂપતા તથા ઉત્પાદનમાં અસર થઈ. તેથી તેમણે આ MH 610 Power triler વસાવ્યું. આ મશીન આવ્યા બાદ તેઓના કહેવા અનુસાર એમને નિંદણનો આ મોટો પ્રશ્ન હવે એક સમાન્ય જણાય છે. તેઓ આ મશીનને જરૂરિયાત પ્રમાણે રોજે રોજ ચલાવે છે. તેઓ આ પાવર ટ્રિલર છેલ્લા ૭ મહિના ઉપરાંતથી વાપરે છે, પણ આજ દિન સુધી તેમને એમાં કોઈ ખામી વારતાઈ નથી. સાથે એમાં યાંત્રિક ખર્ચ પણ ઓછો છે અને ઉપયોગમાં પણ એકદમ સરળ. રાજુભાઈના મતે આ મશીન નાના ખેડૂતો વસાવે, તો તેમને વધુ લાભ થાય. જેઓ હાથ વડે નિંદામણ દૂર કરે છે અથવા જેમની પાસે ટ્રૅક્ટર નથી, તેવા ખેડૂતો માટે આ મશીન એક ઉત્તમ વિકલ્પ છે.

સલાહ : રાજુભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર જો આ પાવર ટ્રિલરમાં બીજા અમુક કટર અને સાથે થોડાક ફેરફાર કરવામાં આવે, આવા કંઇક વિશેષ યાંત્રિક બદલાવો લાવવામાં આવે, તો તે વધુ સારું સાબિત થઈ શકે, તેમ છે.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More