જો કોઈ ખેડૂત નવું ટ્રેક્ટર ખરીદે છે, તેઓ સૌથી પહેલા તેનું રજીસ્ટ્રેશન કરાવે છે. મોટાભાગના ખેડૂતો આરટીઓમાં નોંધંણી કરાવાની સાથે ચિંતા મુક્ત થઈ જાય છે. પરંતુ આ પૂરતું નથી. ટ્રેક્ટરના સાથે તમારે તેની ટ્રોલીની નોંધણી પણ આરટીઓમાં કરાવવી ફરજિયાત છે. કેમ કે જો તમે નોંધણી વગર ટ્રોલીનો ઉપયોગ કરશો તો તમારે ભારે દંડ ભરવાનો વારો આવી શકે છે. એટલું જ નહીં ટ્રોલીના રજીસ્ટ્રેશન જો નહીં કરાવો તો તમારા ટ્રેક્ટર પણ આરટીઓએ પોતાના પાસે રાખી શકે છે. જો તમે દંડથી બચવા માંગો છો તો આરટીઓ જઈને તમારી ટ્રોલીના રજીસ્ટ્રેશન ચોક્કસ કરાવો.
જાણવા જેવી બાબત
જો તમે ટ્રોલીનું રજીસ્ટ્રેશન કરાવી લીધું છે તો પણ તમારે એક વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. શક્ય છે કે તમે ટ્રોલીની નોંઘણી ફક્ત વ્યક્તિગત ખેતી માટે કરી હોય.પરંતુ જો તમે રજીસ્ટ્રેશન કરાવ્ય પછી અંગત કામ માટે તેને વાપરો છો કે પછી ભાડે રાખો અને કોઈ વ્યવસાયિક કાર્ય માટે ટ્રોલીનો ઉપયોગ કરો છો તો પણ તમને દંડ ભરવું પડશે. કેમ કે તેઓ ગેરકાયદેસર છે. ખાનગી ટ્રોલીનો રજીસ્ટ્રેશન કરાવીને કોમર્શિયલ કાર્ય કરવું દંડનીય છે. તેથી જો તમારે કોમર્શિયલ કાર્ય કરવું હોય તો ટ્રોલીની રજીસ્ટ્રી પણ કોમર્શિયલ કરાવો.
મુસાફરોને લઈ જવાનું ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન
લગભગ તમામ ખેડૂતો માલ વહન કરવા માટે જ ટ્રોલી ખરીદે છે. તમે રજીસ્ટ્રેશન કરાવવા જશો ત્યારે પણ ટ્રોલીને આરટીઓ તરફથી માલવાહક શ્રેણીમાં જ રજીસ્ટ્રેશન મળશે. પરંતુ જો તમે ટ્રોલી દ્વારા મુસાફરોને લઈ જશો તો તે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે. જે ખેડૂતો તેમના ટ્રેક્ટર-ટ્રોલી વડે મુસાફરોનું પરિવહન કરે છે તે ભારે દંડનો સામનો કરી શકે છે. તેના સાથે જ દરેક પ્રકારની ટ્રોલીમાં માલ વહન કરવાની પોતાની ક્ષમતા હોય છે અને આ ક્ષમતા તેના નોંધણી પ્રમાણપત્રમાં પણ નોંધાયેલી હોય છે. જે ખેડૂતો ટ્રોલી પર નિર્ધારિત મર્યાદા કરતા વધુ માલ વહન કરતા જોવા મળે છે, એટલે કે ટ્રોલી ઓવરલોડ કરે છે, તો તમારા નામે ભારે દંડ જાહેર થઈ શકાય છે.
ટ્રોલીમાં ફેરફાર કરાવું પણ છે દંડ
આ સાથે જે ખેડૂતોએ પોતાની ટ્રોલીમાં ફેરફાર કરાવે છે તેમને દંડ પણ થઈ શકે છે. જો તમે ટ્રોલીમાં આવા ફેરફારો કર્યા છે જે તેના મૂળભૂત માળખામાં ફેરફાર કરે છે, તો તેના પર દંડની જોગવાઈ છે. તમને જણાવી દઈએ કે જો તમે આમાંથી કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે, તો 1 લાખ રૂપિયા સુધીનું દંડ તમારે ભોગવું પડી શકે છે.
Share your comments