પાક વાવેતરના સમયે દરેક ખેડૂતનો પ્રયત્ન રહે છે કે તેને વધારે પ્રમાણમાં ઉત્પાદન મળતુ રહે. આ માટે તે એવા આધુનિક કૃષિ યંત્રોનો પણ સહારો લેવામાં આવે છે. જે તેમની ખેતીમાં મોટા પ્રમાણમાં કામ, ઓછા સમયમાં કરવા માટે સહાયક હોય છે. અનેક પ્રકારના કૃષિ ઉપકરણ સાથે વર્તમાન સમયમાં ટ્રેક્ટરનું પણ ખેતરમાં ઘણુ મોટું યોગદાન છે. એક બાજુ આપણે એમ કહી શકીએ છીએ કે ખેતીમાં ટ્રેક્ટર ખેડૂતોનું પાર્ટનર છે. તેની મદદથી ખેડૂત અનેક કૃષિ યંત્ર (Farm Implements) નો ઉપયોગ કરી તેની ખેતીને સરળ અને સફળ બનાવી શકે છે.
આજે બજારમાં અનેક દેશી-વિદેશી બ્રાન્ડના ટ્રેક્ટર છે, જે તમને તમામ પ્રકારની ખેતી સાથે જોડવાના કાર્યો કરવા માટે સક્ષમ છે. તમામ કંપનીઓ સમય-સમયે તેમના ટ્રેક્ટરમાં ખેડૂતોની જરૂરિયાતો પ્રમાણે સુધારા કરી નવી વિશેષતાઓ જોડી રહ્યા છે. આ સંજોગોમાં યોગ્ય ટ્રેક્ટરની પસંદગી કરવી ખુજ જરૂરી છે. આજે આપણે અહીં તમને કહેવા માંગી છીએ કે જો તમે ટ્રેક્ટર ખરીદવા અંગે વિચાર કરતા હોય તો તમારે ખરીદવાના સમયે કેટલીક જાણકારી હોવી જરૂરી છે
ટ્રેક્ટર પાવરની રાખો જાણકારી...
તમારે ટ્રેક્ટર પાવર અંગે ચોક્કસપણે જાણ હોવી જોઈએ. કારણ કે ખેતી સંબંધિત તમામ પ્રકારના કામને સરળતાથી મેળવવાની ટ્રેક્ટરની ક્ષમતા તેના પાવરથી જ જાણી શકાય છે. ટ્રેક્ટરની પાવરની સૌથી પહેલા એ નિર્ધારિત કરવામાં આવે છે કે તે કોઈ કામને કરવા કે કોઈ પણ પ્રકારના કૃષિ ઉપકરણો કે કૃષિ યંત્રને ચલાવવા માટે સક્ષમ છે કે નહીં. માટે તમારે ટ્રેક્ટરથી જેટલી વધારે ઉપયોગ પાવર મળશે. તમે એટલા જ વધારે સરળતાથી તમામ કૃષિ કાર્યો કરી શકશો. તેનાથી તમારા ડિઝલના વપરાશ પણ ઓછો થશે અને તમારા પૈસા પણ પૂરા વસૂલ થઈ જશે.
ટ્રેક્ટરમાં ઉપયોગી પાવર શું હોય છે?
ચાલો, સૌથી પહેલા એ સમજીએ કે તે ઉપયોગી પાવર શું હોય છે. તમને જણાવીએ કે ટ્રે્ક્ટરમાં ઉપલબ્ધ કરવામાં આવતા કુલ એન્જીન પાવર તેના વિવિધ પાર્ટ્સમાં વહેચી જાય છે. જેમ પાવર રેડિએટર ફેન ચલાવવામાં, અલ્ટરનેટર ચલાવવામાં, ગિયર બોક્સ ચલાવવા વધારે હોય છે. તમારે પીટીઓ હોર્સપાવર અને ડ્રાબર હોર્સપાવરમાં આ ઉપયોગી પાવર મળે છે, માટે પીટીઓ હોર્સપાવર જરૂર તપાસ કરશો
નિયમ હેઠળ દરે ટ્રેક્ટર પર આપવામાં આવવી જોઈએ PTO Power
આ પાવર ભારત સરકારના નિયમ હેઠળ દરેક ટ્રેક્ટર પર આપવામાં આવવી જોઈએ. જેથી તેને ખરીદનારા ગ્રાહકો તે ટ્રેક્ટરની ક્ષમતાની યોગ્ય જાણકારી મળી શકે.
ખેડૂત એવી રીતે ઓળખ કરી શકે છે, સૌથી મૂલ્યવાન ટ્રેક્ટર
ખેડૂત પણ કંપનીની એક શ્રેણીના ટ્રેક્ટરમાં જે PTO પાવર વધારે હશે, તે ટ્રેક્ટર તે શ્રેણીમાં સૌથી વધારે શક્તિશાળી કે પાવરફુલ ટ્રેક્ટર કહેવામાં આવે છે. માટે ખેડૂતભાઈ જ્યારે કોઈ ટ્રેક્ટર ખરીદવા જાય તો તેને PTO પાવર ચોક્કસ જોઈ લેવા જોઈએ, જેથી તેની ક્ષમતા અંગે જાણકારી મળી શકે.
ટ્રેક્ટર પર PTO પાવર કહ્યાંથી આપવામાં આવે છે?
તમામ ટ્રેક્ટર ઉત્પાદક કંપનીઓ ટ્રેક્ટર પર એક પ્લેટ લગાવી શકે છે, જેનાપર એન્જીન નંબર ચેસિસ નંબર, ટ્રેક્ટર બનવાની તારીખ તથા અન્ય સંબંધિત માહિતી આપવામાં આવેલ હોય છે. તે પ્લેટ પર તે ટ્રેક્ટરની PTO પાવર પણ kW અથવા HPમાં આપવામાં આવેલ હોય છે. જો આ પ્રકારની કોઈ જાણકારી ટ્રેક્ટર પર ન આપવામાં આવેલ હોય તો તમે ટ્રેક્ટર શોરૂમના માધ્યમથી તે અંગે માહિતી મેળવી શકાય છે.
Share your comments