Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

પેડી વીડર યંત્રથી કરો ધાનનું ખેડાણ અને મેળવો નિંદણથી છૂટકારો, કિંમત ફક્ત 1500 રૂપિયા

ભારતમાં ડાંગરની ખેતી (Paddy Cultivation)ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં અનેક પ્રકારની જાતોનું વાવેતર કરી ખેડૂતો ધાન ઉગાડે છે, જેની શરૂઆત નર્સરીથી કરવામાં આવે છે. આ સાથે જ ખેડૂતોને ધાનના ખેડાણ અને નિંદણને દૂર કરવામાં વધારે મજૂરોની જરૂર પડે છે. તમામ લોકો જાણે છે કે દેશમાં શું સ્થિતિ છે. આ સંજોગોમાં ડાંગરની ખેતી કરી રહેલા ખેડૂતો માટે પૈડી વીડર કૃષિ ઉપકરણ (Paddy Weeder Agriculture Machine)માં ઘણુબધુ કામ આવશે. આ કૃષિ ઉપકરણ દ્વારા સરળતાથી નિંદણને હટાવી શકાય છે.

KJ Staff
KJ Staff

ભારતમાં ડાંગરની ખેતી (Paddy Cultivation)ખૂબ જ મોટા પાયે કરવામાં આવે છે. દેશના વિવિધ ભાગોમાં અનેક પ્રકારની જાતોનું વાવેતર કરી ખેડૂતો ધાન ઉગાડે છે, જેની શરૂઆત નર્સરીથી કરવામાં આવે છે. આ સાથે જ ખેડૂતોને ધાનના ખેડાણ અને નિંદણને દૂર કરવામાં વધારે મજૂરોની જરૂર પડે છે. તમામ લોકો જાણે છે કે દેશમાં શું સ્થિતિ છે. આ સંજોગોમાં ડાંગરની ખેતી કરી રહેલા ખેડૂતો માટે પૈડી વીડર કૃષિ ઉપકરણ (Paddy Weeder Agriculture Machine)માં ઘણુબધુ કામ આવશે. આ કૃષિ ઉપકરણ દ્વારા સરળતાથી નિંદણને હટાવી શકાય છે. સાથે જ શ્રમિકોને આપવામાં આવતી પડતરને પણ બચાવી શકાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધાનની ખેતીમાં સૌથી વધારે નિંદણને હટાવવા અને ખેડાણ જેવા કામગીરી કરી શકાય છે. આ સંજોગોમાં ખેડૂત ડાંગર વીડર ઉપકરણ અપનાવી સમયની બચત કરી શકે છે. સાથે ખેતરના ખેડાણનું કામ પણ કરી શકે છે. આ કૃષિ યંત્રને ચલાવવામાં સરળતા રહે છે.

શું હોય છે પેડી વીડર

આ કૃષિ ઉપકરણ વજનમાં ખૂબ જ હલ્કા હોય છે. આ ઉપકરણને એક વ્યક્તિ સરળતાથી ચલાવી શકે છે. તેનાથી પાણી ભરેલા ખેતરોમાં થોડા આગળ પાછળ કરી ધાનની 2 કતારો વચ્ચે ચલાવી શકાય છે. એક બાજુ નિંદણના નાના ટૂંકડા થઈ જાય છે અને તે કીચડમાં ભળી જાય છે અને ધાનના છોડમાં માટી ચડાવવાની પ્રક્રિયા પૂરી થાય છે. આ સાથે ધાનના મૂળની આજુબાજુની જમીન કુરેદી રહે છે. જેથી ધાનનું ઉત્પાદન ઝડપથી થાય છે.

યુપીના ખેડૂતો માટે લાભદાયી છે પેડી વીડર

કૃષિ વૈજ્ઞાનિકોના મતે યુપીના ખેડૂતોને ધાનની ખેતીમાં આ યંત્રનો ઉપયોગ કરવો જોઈએ, અત્રે ઉલ્લેખનીય છે કે આ યંત્ર યુપીના આ જીલ્લા જેવા કે લખનઉ, આંબેડકર નગર અને ઉન્નાવ વગેરેમાં સરળતાથી મળે છે. તેની કિંમત 1500 રૂપિયા આસપાસ હોય છે. જો સરકારી રીતે પેડી વીડરની ખરીદી કરવામાં આવે તો તે 1,800થી 2000 રૂપિયા સુધી મળે છે. ખાસ વાત એ છે કે સરકાર દ્વારા 50 ટકા સબસિડી પણ આપવામાં આવે છે.

Related Topics

paddy weeder weeds

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More