મહિન્દ્રાએ મહારાષ્ટ્રમાં એઆઈ તકનીક થકી શેરડીની લણણી કાર્યક્રમની શરૂઆત કરી છે, જેના થકી સમય પર શેરડીની લણણી તેમજ શેરડીમાં ખાંડની માત્રા કેટલી છે તેની પણ માહિતી આપશે. આ તકનીક થકી ઉપજ અને શેરડીની રિકવરીમાં સુધારો થશે, તેમજ ખેડૂતોની આવકમાં વધારાના સાથે ખાંડ બનાવનારી કંપનીઓને વહેલી તકે ખબર પડી જશે કે શેરડીમાં ખાંડ બનાવવા માટે પૂરતો રસ છે કે નહીં. એજ સંદર્ભમાં મહિન્દ્ર એન્ડ મહિન્દ્રા દ્વારા વિકસાવવામાં આવેલ એઆઈ તકનીકને ખેડૂતો સુધી પહોંચાડવા માટે મહાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.
જણાવી દઈએ કે મહિન્દ્ર દેશની પહેલી એવી કંપની છે જેને એઆઈ તકનીક થકી શેરડીની લણણી કરવા વાળી ટેક્નોલોજી વિકસાવી છે. વધુ માહિતી માટે જણાવી દઈએ મહિન્દ્રાએ તેના ટ્રાયલ માટે મહારાષ્ટ્રના અહમદનગર ખાતે આવેલ ખાનગી કંપની મહર્ષિ શંકરરાવ કોલ્હે એસએસકે લિમિટેડ (પૂર્વમાં સંજીવની શૂગર્સ) ની ચૂંટણી કરી છે. ખાનગી કંપની મહર્ષિ શંકરરાવ કોલ્હે મુજબ 2024 માં દેશમાં જેટલા પણ શેરડી માટે જમીન નોધાયેલ છે, એઆઈ આધારિત ટેક્નોલોજી શેરડીના પાકની સમયસર લણણી માટે ખાંડની સામગ્રીના ચોક્કસ અંદાજે સક્ષમ બનાવે છે.
આ કાર્યક્રમને લઈને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના અધ્યક્ષ હેમંત સિક્કાએ કહ્યું કે આર્ટિફિશિયલ ઇંટેલિજેન્સ એપ્લિકેશન કૃષિના ક્ષેત્ર માટે ખૂબજ ફાયદાકાર છે અને તેઓ ઘણ લાભ આપે છે. આવી જ એક એપ્લિકેશન ખાંડ ઉદ્યોગ માટે અમારૂં શેરડી વિશ્લેષણ સાધન છે.જો કે કૃષિમાં સૌથી વધુ સંસ્થાકીય ક્ષેત્રોમાનું એક છે. શેરડીની ખેતી હેઠળ કૃષિ ભૂમિ પર એઆઈની જમાવટ જેના પરિણામોને વેગ આપવા માટે જમીનના વિશાળ વિસ્તારો માટ મૂલ્યવાન આંતરદૃષ્ટિ પેદા કરવામાં સક્ષમ બનાવે છે.જેમ કે મહત્તમ ઉપજ અને ખાંડની રિકવરી માટે શેરડીની લણણી માટે યોગ્ય સમયનો અંદાજ લગાવો. ટેક્નોલોજી થકી મહિન્દ્રામાં આપણું લક્ષ્ય ખેતી કરવાની જૂની રીતને બદલાવાનું છે. તેથી કરીને એમએસકે સાથે અમે ભાગીદારા બની રહ્યા છે તેની અમને ઘણી ખુશી છે.
કોલ્હે શુગર ફેક્રટ્રીના અધ્યક્ષ વિવેક કોલ્હેએ ટેક્નોલોજીને લઈનેને કહ્યુ કે આમારી મિલ એઆઈ આધારિત લણણી સોલ્યુશની નોંધણી કરવા વાળી ભારતની પહેલી મિલ છે. ત્રણ વર્ષ પહેલા અમે 3000 હજારથી પણ વધુ હેક્ટર કૃષિ જમીન પર પોતાના પાયલટ પ્રોજેક્ટની શરૂઆક કરી હતી, જેથી અમને ઘણો લાભ થયો હતો તેમજ ખાંડની રિકવરીમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. એજ પરિણામોના આધારે અમે આ વર્ષે મહિન્દ્રા સાથે ફરીથી એમઓયુ કર્યો છે અને પાણીની અછતને પૂરા કરવા માટે આ નિર્ણય કર્યો છે. આ તકનીકમાં લાંબા સમય સુધી શેરડીની ખેતી કરનાર ભારતના દરેક ખેડૂતેને લાભ પહોંચાડવાની ક્ષમતા છે.
શેરડીની લણણીમાં ક્રાંતિના ધેય્યે લાવવાના લક્ષ્ય સાથે મહિન્દ્રાએ 4 વર્ષોથી પણ વધુ સમયથી અલગ અલગ શેરડીની મિલોના સાથે કાર્ય કરી રહ્યો છે. જો કે મહિન્દ્રાએ એઆઈ તકનીકના લણણી માટે ઉપયોગ કરવા વાળી વિશ્વની પહેલી કંપની છે. શેરડીના પાકમાં ખાંડની માત્રાને ચોક્કસ રીતે નિર્ઘારિત કરવા માટે મહિન્દ્રા સ્પેક્રટ્રોમેટ્રી અને સૈટેલાઈટ ઇમેજિંગના સાથે અત્યાધુનિક ચોક્કસાઈવાળી કૃષિ પદ્ધતિઓનું ઉપયોગ કરે છે. એઆઈ એલ્ગોરોધિમ પાકના પાંદડાઓના પ્રકાશસંશ્લેષણ ઘટકોનું પૃથ્થકરણ કરે છે અને પરિપક્વતાના તબક્કાને ઓળગે છે અને ખાંડની મહત્તમ ઉપજ વધાર તેમજ ખેડૂતોની આવક વધારા માટે તેઓને ક્યારે લણણી કરવી જોઈએ તેની પૂરતી માહિતી આપે છે.
વધુ માહિતી માટે જણાવી દઈએ કે વિશ્વમાં ભારત સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરનાર દેશ છે. ભારતમાં શેરડીની ઘણી જાતો જોવા મળે છે, જો કે અઢળક ઉત્પાદન આપે છે. જેને દેશના ઘણા રાજ્યોમાં ઉગાડવામાં આવે છે, જેમાંથી ગુજરાત પણ એક છે. તેના સાથે શેરડી રાષ્ટ્રીય કૃષિ ગ્રોસ ડોમેસ્ટ્રિક પ્રોડક્ટકમાં નોંઘપાત્ર યોગદાન આપે છે. તેઓ ખોરાક, ફાઈબર, ઘાસચારા. બળતણ અને રસાયણોનો મુખ્ય સ્ત્રોત છે.
Share your comments