ભારતની ટોચની ટ્રેક્ટર ઉત્પાદક કંપની મહિન્દ્રા ટ્રેક્ટર્સે મે 2024માં તેના ટ્રેક્ટર વેચાણના આંકડા જાહેર કરતા જણાવ્યું કે મે 2024 કંપનીના પ્રદર્શન માટે અત્યાર સુધીનું સૌથી સારું રહ્યું છે. મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા જાહેર કરવામાં આવેલ ડેટા મુજબ કંપનીએ મે 2024 માટે સ્થાનિક વેચાણમાં 6 ટકા અને નિકાસ વેચાણમાં 85 ટકા વૃદ્ધી હાંસલ કરી છે. તો ચાલો આપણે કૃષિ જાગરણ ગુજરાતીના આ લેખમાં જાણીએ કે મે 2024 માં મહિન્દ્રા ટ્રેક્ટરએ કેટલા ટ્રેક્ટર સ્થાનિક અને વિદેશી નિકાસમાં વેચ્યા છે.
સ્થાનિક નિકાસમાં થયું મહિન્દ્રાને 6 ટકાનું વધારો
મહિન્દ્રા ટ્રેક્ટર્સ દ્વારા જાહેર કરવામાં આવે અહેવાલ મુજબ મહિન્દ્રા ટ્રેક્ટર્સે મે 2024 માટે સ્થાનિક વેચાણમાં 6 ટકાના વૃદ્ધી હાંસલ કરી છે. કંપનીએ મે 2024માં ભારતમાં 35,237 ટ્રેક્ટરનું વેચાણ કર્યો છે. જો કે ગયા વર્ષની સરખામણીએ 2 હજાર વધું છે. જણાવી દઈએ કે ગયા વર્ષે કંપનીએ 33,113 એકમોનું વેચાણ કર્યો હતું.
વિદેશી નિકાસમાં થયું આટલું વધારો
સ્થાનિક નિકાસના સાથે જ મહિન્દ્રા ટ્રેક્ટર્સે વિદેશી નિકાસના આંકડાઓ પણ જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા મુજબ કંપનીને મે 2024 માં ટ્રેક્ટરના નિકાસ વેચાણમાં 85 ટકાનો વધારો નોંધાયો છે. મે 2024 માં કંપનીએ તેના 1872 ટ્રેક્ટર ભારતની બહાર વેચ્યા છે, જો ગયા વર્ષની સરખામણીએ 8 હજાર વધું છે. જણાવી દઈએ ગયા વર્ષે કંપનીએ વિદેશી નિકાસમાં 1013 એકમોનું નિકાસ વેચાણ કર્યો હતું.
કુલ વેચાણમાં કેટલા ટકાનું થયું વધારો
કંપનીના એક પ્રેસિડેન્ડ હેમંત સિક્કાએ એક સાક્ષતકારમા જણાવ્યું કે મે મહિનામાં કંપનીએ કુલ એટલે કે સ્થાનિક + નિકાસ ટ્રેક્ટરના વેચાણમાં 9 ટકાની વૃદ્ધી નોંધાવી છે. કંપનીએ મે 2024 માં 37,109 ટ્રેક્ટર વેચ્યું છે, જ્યારે ગયા વર્ષે આ જ મહિનામાં મહિન્દ્રા ટ્રેક્ટર્સના 34,126 એકમોનું વેચાણ કરવામાં આવ્યું હતું.
આ વર્ષે ટ્રેક્ટરની માંગમાં વધારો થવાની શક્યતા
કંપનીની કામગીરી અંગે ટિપ્પણી કરતાં, મહિન્દ્રા ટ્રેક્ટર્સના,ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિ. ના પ્રેસિડેન્ટ હેમંત સિક્કાએ જણાવ્યું કે અમે મે 2024 માં સ્થાનિક બજારમાં 35,237 ટ્રેક્ટર્સનું વેચાણ કર્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 6 ટકાની વૃદ્ધી દર્શાવે છે. પૂર્વીય રાજ્યો દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના સમયસર આગમન અને સામાન્ય કરતા વધુ ચોમાસાની આગાહીના કારણે ખરીફ પાક માટે જમીનની તૈયારીની પ્રવૃત્તિઓ સમયસર શરૂ થવાની અપેક્ષા છે, જેના કારણે આગામી મહિનાઓમાં ટ્રેક્ટર્સની માંગમાં વધારો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે નિકાસ બજાર, અમેરિકામાં ઓઝા નિકાસના આધારે અમે 1.872 ટ્રેક્ટર્સનું વેચાણ કર્યુ છે, જે ગયા વર્ષ કરતાં 85 ટકા વધુ છે.
Share your comments