
જ્યારથી ખેતીમાં ટ્રેક્ટરનો ઉપયોગ થવાનું શરૂ થયું છે, ત્યારથી મહિન્દ્રા ટ્રેક્ટર ખેડૂતોની પહેલી પંસદ છે. છેલ્લા 60 વર્ષમાં બીજા ટ્રેક્ટર કંપનીઓની સરખામણીએ મહિન્દ્રા ટ્રેક્ટર પર ખેડૂતોના વિશ્વાસ સૌથી વધુ છે અને હવે ફરી એક વાર મહિન્દ્રા ખેડૂતોની પહેલી પસંદ બનીને સામે આવ્યો છે. જાન્યુઆરીની જેમ ફેબ્રુઆરીમાં પણ મહિન્દ્રાના કૃષિ સાધનો અને ટ્રેક્ટરમાં સ્થાનિક સ્તરે વેચાણમાં 19 ટકામો વધારો નોંધાયો છે. જ્યારે વાર્ષિક નિકાસ સ્તરે 6 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ ખરીફ સિઝનમાં સારા પાક પછી, અનુકૂળ હવામાનને કારણે રવિ પાકનું વાવેતર મોટી સંખ્યામાં થયું છે. તેથી ખેડૂતોને કૃષિ પ્રવૃત્તિઓમાં ટ્રેક્ટરની વધુ જરૂર છે, જેના માટે ખેડૂતોએ સૌથી વધુ મહિન્દ્રા પર પોતાના વિશ્વાસ દેખાડ્યો છે.
ફેબ્રુઆરીમાં કેટલા ટ્રેક્ટર વેચાયા
મહિન્દ્રા ગ્રુપના ભાગ રૂપે મહિન્દ્રા એન્ડ મહિન્દ્ર લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટર (એફઈએસ) એ ફેબ્રુઆરી 2025 માટે તેના ટ્રેક્ટર વેચાણના આંકડા જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી 2025 માં સ્થાનિક વેચાણ 23880 યુનિટ નોંધાયું છે, જે ગયા વર્ષે ફેબ્રુઆરી 2024 માં 20121 યુનિટ કરતાં 19 ટકા વધુ છે. વધુમાં જણાવી દઈએ કે મહિન્દ્રા અગાઉ જાન્યુઆરી 2025 માં ભારતમાં 26305 ટ્રેક્ટરનો વેચાણ કર્યો હતો, જે ગયા વર્ષે જાન્યુઆરી 2024 માં 22972 યુનિટ કરતા 15 ટકા વધુ હતા. તે પહેલા, એટલે કે ડિસેમ્બર 2024 માં મહિન્દ્રાએ 22019 ટ્રેક્ટર વેચ્યા હતા.
બમ્પર પાકના કારણે ટ્રેક્ટરની માંગમાં વધારો
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ફાર્મ ઇક્વિપમેન્ટ સેક્ટરના પ્રમુખ હેમંત સિક્કાએ જણાવ્યું હતું કે અમે ફેબ્રુઆરી 2025 દરમિયાન સ્થાનિક બજારમાં 23880 ટ્રેક્ટર વેચ્યા છે, જે ગયા વર્ષની સરખામણીમાં 19 ટકાનો વધારો દર્શાવે છે. સારા ખરીફ પાક પછી, અનુકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે રવિ પાકની આગાહી પણ સકારાત્મક દેખાઈ રહી છે. તેમને જણાવ્યું કે કૃષિ લોન મર્યાદામાં વધારો, ખેડૂતોની આવક વધારવા માટે સરકારનો સતત ટેકો અને રવિ સિઝનના બમ્પર પાકને કારણે ટ્રેક્ટરની માંગમાં વધુ વધારો થવાની શક્યતા છે
Share your comments