Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

ભારતના પહેલા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર થયો લોન્ચ, જાણો કિંમતથી લઈને તમને થવા વાળા દરેક ફાયદા વિશે

આજકાલ ખેતીમાં ટેક્નોલોજીનું ઘણો મહત્વ વધી ગયો છે. ખેડૂતોએ પોતાની ખેતીને સફળ બનાવવા તેમજ પાકનું અઢળક ઉત્પાદન મેળવવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આથી કરીને કંપનીઓએ પણ ખેડૂતો માટે નવીનતમ ટેક્નોલોજી લઈને બજારમાં આવી રહી છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ઇલેક્ટ્રિક ટ્રેક્ટર
ઇલેક્ટ્રિક ટ્રેક્ટર

આજકાલ ખેતીમાં ટેક્નોલોજીનું ઘણો મહત્વ વધી ગયો છે. ખેડૂતોએ પોતાની ખેતીને સફળ બનાવવા તેમજ પાકનું અઢળક ઉત્પાદન મેળવવા માટે આ ટેક્નોલોજીનો ઉપયોગ પણ કરી રહ્યા છે. આથી કરીને કંપનીઓએ પણ ખેડૂતો માટે નવીનતમ ટેક્નોલોજી લઈને બજારમાં આવી રહી છે. એજ સંદર્ભમાં ઓટો નેક્સ્ટ કંપનીએ ભારતનું પ્રથમ ઇલેક્ટ્રિક ટ્રેક્ટકર ઓટોનેક્સ્ટ એક્સ45 એ લોન્ચ કર્યો છે. 45 એચપી ધરાવતો આ ઈલેક્ટ્રિક ટ્રેક્ટરની પ્રારંભિક કિંમત 15 લાખ રૂપિયા રાખવામાં આવી છે. જણાવી દઈએ તાજેતરમાં મહારાષ્ટ્રના થાણે ખાતે આવેલ તલાવ પાલી લેક સાઈડ પર ઓટોનેક્સ્ટ એક્સ45 ના લોન્ચ ઇવેન્ટ યોજાયું હતો.આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ ઓટો નેક્સ્ટની પહેલની પ્રશંસા કરી હતી અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ માટે મહારાષ્ટ્ર સરકારના વિઝનને આગળ ધપાવ્યું હતું

ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ઓટોનેક્સ્ટ X45

ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ઓટોનેક્સ્ટ X45 એક શક્તિશાળી ટ્રેક્ટર છે. દેખાવ અને ડિઝાઇનની દ્રષ્ટિએ આ ટ્રેક્ટર પરંપરાગત ડીઝલ ટ્રેક્ટર જેવું જ છે. આ ટ્રેક્ટર ઓછા ખર્ચે ખેતીના તમામ કામો કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. કંપનીએ આ ટ્રેક્ટરમાં 32 kW ની ઇલેક્ટ્રિક મોટર આપી છે જે મહત્તમ 45 HP પાવર જનરેટ કરે છે. જેના કારણે આ ટ્રેક્ટર ભારે કામ સરળતાથી કરી શકે છે. તેમાં 35 KWHr ક્ષમતાની બેટરી છે, જે એકવાર ચાર્જ થવા પર લગભગ 8 એકર વિસ્તારમાં 8 કલાક સુધી કામ કરી શકે છે.

સરળતાથી થાય છે ચાર્જ

ઓટોનેક્સ્ટ X45 ઇલેક્ટ્રિક ટ્રેક્ટરને ચાર્જ કરવા માટે બે અલગ-અલગ વિકલ્પો આપવામાં આવ્યા છે. તેને હોમ સોકેટ (15A) સાથે કનેક્ટ કરીને સરળતાથી ચાર્જ કરી શકાય છે. તે જ સમયે, તેની બેટરીને નિયમિત (સિંગલ ફેઝ) ચાર્જરથી સંપૂર્ણ ચાર્જ થવામાં લગભગ 6 કલાક લાગે છે. તે જ સમયે, તેની બેટરી થ્રી-ફેઝ ચાર્જરથી માત્ર 3 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે. આ ટ્રેક્ટર 10-15 ટનની ઉત્તમ લોડિંગ ક્ષમતા સાથે આવે છે. ડીઝલ ટ્રેક્ટરની જેમ જ આ ટ્રેક્ટરથી તમામ પ્રકારના સાધનો ઓપરેટ કરી શકાય છે.

ડીઝલનું ખર્ચ બચાવશે

ઈલેક્ટ્રિક હોવાના કારણે આ ટ્રેક્ટર ડીઝલનું ખર્ચ બચાવશે. જો કોઈ ખેડૂત વર્ષમાં ખરીફ, રવિ અને ઝૈદ સીઝન દરમિયાન 8 એકરમાં ખેતી કરે છે તો તે ડીઝલ પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ આ ટ્રેક્ટર ઇલેક્ટ્રિક થવાના કારણે તેથી ખેડૂતોનું લાખો રૂપિયાની સેવિંગ થશે. જો તમે ઓટોનેક્સ્ટ X45 ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનો 500 કલાક ઉપયોગ કરો છો, તો તમે ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં 2 લાખ રૂપિયા બચાવી શકો છો. કંપનીના જણાવ્યા અનુસાર આ ટ્રેક્ટરનું મેન્ટેનન્સ ખૂબ જ ઓછું છે. ડીઝલ ટ્રેક્ટરની સરખામણીમાં આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચ પણ ઓછો છે. આ ટ્રેક્ટર ઉત્તમ પ્રદર્શન માટે ઉચ્ચ ટોર્ક અને ઝડપી પ્રવેશક પ્રદાન કરે છે.

કોઈ પણ અવાજ કર્યા વગર કરશે કામ

ખેતી ઉપરાંત, ઓટોનેક્સ્ટ ટ્રેક્ટરનું આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર મટીરીયલ મેન્યુફેક્ચરિંગ, સિમેન્ટ મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન ઈન્ડસ્ટ્રી, એરપોર્ટ, ડિફેન્સ અને બાયોમાસને લગતા કામો માટે યોગ્ય છે. આ ટ્રેક્ટર કોઈપણ અવાજ કર્યા વિના કામ કરે છે, જેના કારણે આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહે છે.

ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની બેટરી લાઇફ

ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની બેટરી લાઇફ લોડ, વપરાશ અને તાપમાન શ્રેણી પર આધારિત છે. ઓટોનેક્સ્ટ X45 ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં સ્માર્ટ સ્વેપ કરી શકાય તેવા મોડ્યુલ આધારિત બેટરી છે. કંપનીની વેબસાઇટ અનુસાર, ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની બેટરી સામાન્ય કામ કરવાની સ્થિતિમાં 8 થી 10 વર્ષ સુધી ચાલી શકે છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર સમગ્ર ભારતમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. ટ્રેક્ટર બુકિંગ સંબંધિત વધુ માહિતી માટે, તમે કંપનીની સત્તાવાર વેબસાઇટ પર જઈને સંપર્ક કરી શકો છો.

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More