ધાન્યપાકમાંથી દબાણ દ્વારા પસાર કરવાથી ધાન સિવાયની વસ્તુઓ જેવી કે ડાખરા, પાંદડા, કાંકરા તેમજ કચરાને દુર કરવાની પ્રક્રિયાની દાણા સાફ કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાલમાં અનાજને સાફ કરવા માટેની નીચેની પદ્ધતિઓ પ્રચલિત છે.
જાડા પડમાં સુકવણી
પાકને 20 સે.મી.થી વધાર જાડાઈના થરમાં સુકવવામાં આવે છે. સમગ્ર પાકની સુકવણી એક સરખી ન થતા જુદા જુદા પડોમાં થાય છે. આથી જે પડ હવાના સીધા જ સંપર્કમાં આવે છે. તેની સુકવણી ઝડપથી થાય છે. આથી નીચેની તળીયાના પડની સુકવણી વધુ પડતી થઈ જાય છે. જ્યારે આથી ઉપરના પડની સુકવણી થતી નથી. આ પ્રકારની અનિયમિતતા દુર કરવા માટે હવાનું તાપમાન ઓછું જોઈએ. તથા પડમાં
જાડાઈ 45 સે.મી. કરતા વધુ શક્ય હોય ત્યાં સુધી રાખવી જોઈએ નહિ .
સફાઈની પ્રક્રિયા (ક્લીનીંગ)
ધાન્યપાકમાંથી દબાણ દ્વારા પસાર કરવાથી ધાન સિવાયની વસ્તુઓ જેવી કે ડાખરા, પાંદડા, કાંકરા તેમજ કચરાને દુર કરવાની પ્રક્રિયાની દાણા સાફ કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાલમાં અનાજને સાફ કરવા માટેની નીચેની પદ્ધતિઓ પ્રચલિત છે.
- જુદા જુદા કાણાવાળી ચારણીમાંથી અનાજને પસાર કરવામાં આવે છે.
- ક્યા રેક અનાજને ઉપણીને હાથ વડે સાફ કરવામાં આવે છે.
- જ્યારે માટીની કાકરી વધુ હોય ત્યારે અનાજને ધોઈને સાફ કરવામાં આવે છે.
અનાજને સાફ કરવામાં તેમજ સારી ગુણવત્તાવાળી પેદાશ મેળવવા માટે નીચેની પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે.
સ્ક્રેપીંગ: અનાજમાંથી શરૂઆતની સાફ કરવાની પ્રક્રિયામાં જયારે મોટા ડાંખરાઓને દુર કરવામાં આવે છે. ત્યારે આ પ્રક્રિયાને સ્ક્રેપીંગ કહેવામાં આવે છે.
સોટીંગ : સ્ક્રેપીંગની પ્રક્રિયા બાદ છુટા પાડવામાં આવેલ અનાજને તેની ગુણવતા પ્રમાણે અથવા કલર, સાઈઝ, આકારમ ઘનતા, બંધારણ પ્રમાણે જુદી પાડવાની ક્રિયાને સોટીંગ કહેવામાં આવે છે.
ગ્રેડિંગ : વ્યાપારિ ક ધોરણે મુલ્યાંકન અથવા ઉપયોગ માટે અનાજને અલગ અલગ વર્ગ પાડવામાં આવે છે. તેને ગ્રેડિંગ કહેવામાં આવે છે. સોટીંગ અને ગ્રેડિંગ માટે જરૂરીયાત મુજબ દાણાના જુદી જુદી વિશિષ્ટ ઘનતા વડે અલગ કરવાની ક્રિયા, હવા ફેક્વાથી દાણા અલગ કરવાની ક્રિયા, ઈલેકટ્રીક ગુણધર્મ વડે દાણા સાફ કરવાની ક્રિયા તેમજ કલર સોટીંગ જેવી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.
પ્રોસેસીંગ તેમજ વ્યાપારીક કક્ષાએ પણ ક્ષમતાનો આધાર પણ અનાજની સફાઈ પર રાખે છે. દાણા સાફ કરવા આધુનિક સાધન (ક્લીનર) હોવું જોઈએ જે બધાજ પ્રકારનો કચરો એટલેકે બીન જરૂરી પદાર્થો , અપરીપકવ દાણા તેમ જ કાંકરાને સારી રીતે દુર કરી શકે તેવું હોવું જોઈએ. ગ્રેઈન કલરની વધુ કાર્યક્ષમતા મેળવવા માટે તેમાં વાઈબ્રેટર સીવ, એરફલો સેપરેટર, મેગ્નેટીક યુનિટ જેવા એકમો હોવા જોઈએ.
રાસાયણિક સ્તરે મુલ્ય વૃદ્ધિ : ફળ – શાકભાજી પર પ્રક્રિયા કરી તેમાં પ્રિઝર્વેટીવ ઉમેરી કે થર્મલ પ્રોસેસીંગ દ્વારા જામ, જેલી, અથાણા, કેચપ, સોસ, મુરબ્બા ,જ્યુસ, પલ્પ અથવા તો કટકા કરી પ્રક્રિયા આપ્યા બાદ ડબામાં પેક કરી લાંબો સમય સાચવી શકાય છે. જેથી સ્વાદિષ્ટ અને પોષણાત્મક બનાવટો મળે છે. અને બગાડનું પ્રમાણ પણ ઓછું કરી શકાય છે.
તેજ તેલીબિયાં પાકો માંથી તેલની સાથે પ્રોટીન તેમજ અન્ય તત્વો છુટા પાડી તેમાંથી વધારાની આવક ઉભી કરી શકાય, મરી મસાલામાંથી ઉડ્યનશીલ તેલ તેમજ ઘઉં, મકાઈ, ડાંગરનું ભૂસુ વગેરેમાંથી પણ તેલ અને બીજા રાસાયણિક તત્વો ને છુટા પાડી તેની કિમંત મેળવી શકાય છે.આવા કૃષિ પેદાશોમાં રાસાયણિક ફેરફાર કરી તેને અન્ય મુલ્યવાન બનાવટોમાં રૂપાંતરીત કરી શકાય છે.
Share your comments