Magazines

Subscribe to our print & digital magazines now

Subscribe

We're social. Connect with us on:

Farm Machinery

કૃષિમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ-એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા)ની અસરઃ લાભો, પડકારો અને તેનો ઉપયોગ

છેલ્લા કેટલાક વર્ષોમાં તકનીકી ક્ષેત્રે ખુબ જ પ્રગતી જોવા મળી છે. જેથી દિવસેને દિવસે નવી નવી ટેકનોલોજીઓ વિકસિત થાય છે. આવી ટેકનોલોજી થકી કૃષિ સોફ્ટવેરનો વિકાસ થયો છે જેના કારણે ખેતી અને કૃષિની પરંપરાગત પ્રક્રિયામાં ભારે પરિવર્તન આવ્યું છે.

Amansinh Jadeja
Amansinh Jadeja
ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

છેલ્લા કેટલાક વર્ષોમાં તકનીકી ક્ષેત્રે ખુબ જ પ્રગતી જોવા મળી છે. જેથી દિવસેને દિવસે નવી નવી ટેકનોલોજીઓ વિકસિત થાય છે. આવી ટેકનોલોજી થકી કૃષિ સોફ્ટવેરનો વિકાસ થયો છે જેના કારણે ખેતી અને કૃષિની પરંપરાગત પ્રક્રિયામાં ભારે પરિવર્તન આવ્યું છે. હાલમાં નિષ્ણાતોએ વિશ્વસનીય અને કાર્યક્ષમ સોફ્ટવેર વિકસાવવા માટે આધુનિક યુગના સાધનો અને ટેકનોલોજીનો અમલ શરૂ કર્યો છે. ઉદાહરણ તરીકે, કૃષિમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) સોફ્ટવેર પર મોટી અસર છોડી રહ્યું છે, જ્યારે વેપારઉદ્યોગોને બજારમાં ટોપ સુધી પહોચવામાં મદદ કરે છે.

આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) વ્યવસાયિક ઉત્પાદકતાને વેગ આપવા માટે ઘણાબધા  ક્ષેત્રોને ટેકો આપી રહી છે અને એઆઈ દ્વારા વિકસાવેલ નિરાકરણો કૃષિ ઉદ્યોગો/વ્યવસાયોમાં સામે આવતા પડકારોને દૂર કરવામાં મદદ કરી રહ્યા છે. એકંદરે એઆઈ કૃષિ ક્ષેત્ર પર સકારાત્મક અસર છોડી રહ્યું છે. તે સમય સાથે તમામ પ્રકારના વ્યવસાયોને વિકસાવવામાં મદદ કરે છે.

કૃષિમાં એઆઈના ફાયદાઓ:

ઘણા એવા ખેડૂતો છે કે જે ખેતીની બધી પ્રવૃત્તિઓ એકલા સંભાળી શકતા નથી અને કૃષિ વ્યવસ્થાપન સોફ્ટવેરનો ઉપયોગ કરવા માગે છે. આથી કૃષિ ક્ષેત્રમાં એઆઈથી થતા ફાયદાઓ નીચે જણાવેલ છે.

૧. પાક અને જમીનનું વધુ સારું નિરીક્ષણ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવ્યા પહેલા ખેડૂતોને પાકની પ્રગતિ પર દેખરેખ રાખવા માટે જાતે જ પોતાના ખેતરોમાં જવું પડતું હતું. પણ હવે ડ્રોન ખેતરો પર ફરે છે અને વાયરસ, જીવાતો અથવા અન્ય કારણોસર નુકસાન પામેલા છોડને ઓળખે છે.

તેથી, જો તમે પણ જમીન અને પાક પર વધુ સારી દેખરેખ રાખવાની અપેક્ષા રાખતા ખેડૂત છો, તો નિષ્ણાતો પાસેથી કૃષિ સોફ્ટવેરના ઉપયોગ કરવાની માહિતી મેળવી શકો છો. તેઓ તમને કૃષિ વ્યવસાય માટે એક સંપૂર્ણ એપ્લિકેશન પહોંચાડવામાં મદદ કરશે.

૨. કોઈ પણ અડચણ વગર ડેટા એકઠા કરવા

ડ્રોનનો ઉપયોગ હવામાંથી પાક પર નજર રાખવા માટે કરવામાં આવે છે, ત્યારે એવા અદ્યતન સાધનો ઉપલબ્ધ છે જેનો ઉપયોગ ખેડૂતો ખેતરોમાં અને જમીન પર કાર્ય કરવા માટે કરી શકે છે. કેટલાક રોબોટ્સ ખેતીની જમીનમાંથી પસાર થાય છે અને ખેતીમાં ચાલતી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખે છે.

રોબોટને તેના નેવિગેશનમાં મદદ કરતી વખતે, LiDAR (Light Detection and Ranging)  છોડના સ્વાસ્થ્ય ને લગતી મહત્વપૂર્ણ માહિતી પણ એકત્રિત કરી શકે છે. તે રોબોટને છોડની ઉંચાઈ અને અન્ય મહત્વપૂર્ણ લાક્ષણિકતાઓ વિશેની વિગતો એકત્રિત કરવા માટે સક્ષમ બનાવે છે. એકંદરે, કૃષિ ઉદ્યોગના માલિકો કૃષિમાં એઆઈ થી એકત્રિત કરેલા ડેટા પર વિશ્વાસ  કરી રહ્યા છે.

 ૩. જીવાતો અને નીંદણને શોધવા

નિંદણ અને જીવાતોને શોધી કાઢવી એ આજના ખેડૂતો માટે એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે દવાઓ અને નિંદણનાશકના સતત ઉપયોગથી  નિંદણ અને જીવાતો, નિંદણનાશક અને દવાઓ સામે પ્રતિરોધક બની જાય છે. નિષ્ણાતોના અંદાજ મુજબ, લગભગ ૨૫૦ પ્રકારના નિંદણો નિંદણનાશક દવાઓ સામે પ્રતિરોધક બની ગયા છે. તેથી, કૃષિમાં એઆઈના અમલીકરણથી ખેતરોને વિવિધ ઘટક અભિગમો શોધવામાં અને તેમના ખેતરને અનિચ્છનીય જીવાતો અને નિંદણથી સુરક્ષિત રાખવામાં મદદ મળે છે.

એઆઈ એ ખેતીની વધુ સારી ઉત્પાદકતાની ખાતરી કરવા સાથે ખર્ચમાં ઘણી હદ સુધી બચત કરવામાં પણ મદદરૂપ થાય છે. તેથી ખેડૂતોએ ફક્ત કૃષિ સોફ્ટવેર વિકસાવવા માટે ખર્ચ કરવાની જરૂર છે, અને પછી તેઓ વર્ષો સુધી લાભ મેળવી શકે છે.

૪. અદ્યતન હવામાન આગાહી

“અદ્યતન હવામાન આગાહી” નામની એઆઈની એક ખાસ એપ્લિકેશન છે જે કૃષિમાં ખેડૂતોને હવામાનની આગાહીના અદ્યતન વિશ્લેષણો મેળવવામાં મદદ કરે છે. આ એપ્લીકેશન ખેડૂતોને ખેતીની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં મદદ કરે છે. આ એપ્લિકેશન આગામી હવામાનની પરિસ્થિતિઓના તમામ ડેટાનું વિશ્લેષણ કરી ખેડૂતોને કૃષિ અને ખેતીની પ્રવૃત્તિઓનું શેડ્યૂલ કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, કૃષિમાં સ્માર્ટ એઆઈ એપ્લિકેશન્સ ખેડૂતોને આગામી હવામાનની સ્થિતિને આધારે બિયારણ વાવવા માટે શ્રેષ્ઠ સમય પ્રદાન કરશે.

૫. વધુ સારી રીતે કાપણી

કૃષિમાં એઆઈની છેલ્લી મોટી અસર પાકની લણણીમાં સુધારો કરવાની છે. તે ખેડૂતને પાકની લણણી માટે શ્રેષ્ઠ સમય જાણવામાં મદદ કરે છે. પાકની લણણીના યોગ્ય સમયની આગાહી કરવી ઓફલાઇન થોડી મુશ્કેલ છે, આથી કૃષિ સોફ્ટવેર વિકાસનો અમલ અહી કામમાં આવે છે.

કૃષિમાં એ.આઈ.ને અપનાવતી વખતે ખેડૂતો દ્વારા સામનો કરવામાં આવતા મોટા પડકારો:

કૃષિ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ફાયદા ઉપરાંત મોટા પડકારો પણ છે. જે નીચે મુજબ છે.

૧. અનુભવનો અભાવ

આપણે સૌ જાણીએ છીએ કે ભારત જેવા વિકાસશીલ દેશના બધા ખેડૂતો શિક્ષિત નથી. આથી ખેડૂતોને ઉચ્ચ કક્ષાના સાધનો અને નવી ટેક્નોલૉજીનો ઉપયોગ કરવાનો પૂરતો અનુભવ અને જાણકારી નથી. તેથી, કૃષિ વ્યવસ્થાપન સોફ્ટવેરનો ઉપયોગ કરતી વખતે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. યુ.એસ., યુરોપ વગેરે જેવા વિકસિત દેશોને કૃષિમાં એઆઈથી ફાયદો થશે, પરંતુ ભારત જેવા દેશમાં કૃષિ ક્ષેત્રે એઆઈ અપનાવતા સમયે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જેથી ખેડૂતોને ટેકનોલોજીના અમલીકરણ અને અપનાવવામાં નિષ્ણાતોની સહાયની જરૂર પડી શકે છે.

૨. એઆઈ અપનાવાની પ્રક્રિયામાં વધારે સમય લાગવો

દરેક ખેડૂતે એ જાણવું જરૂરી છે કે એઆઈ એ કૃષિ ક્ષેત્રમાં ડેટાના વિશ્લેષણ, સંગ્રહ અને દેખરેખ માટે જૂની ટેકનોલોજીનું વધુ અત્યાધુનિક સ્વરૂપ છે. એઆઈને કાર્ય કરવા માટે, યોગ્ય તકનીકી માળખું જરૂરી છે; તેથી, નિષ્ણાતની સહાય લેવી ફરજિયાત છે. આને કારણે, કેટલાક તકનીકી ધરાવતા ખેતરોમાં પણ એઆઈ અપનાવવાની પ્રક્રિયામાં સમય લાગી શકે છે.

ખેડૂતોને એગ્રો ટ્રેડ પ્લેટફોર્મ જેવા સરળ સાધનોથી શરૂ કરીને ધીરે ધીરે ટેકનોલોજીનો પરિચય આપવો જોઈએ. ખેડૂતો એક સરળ ઉકેલથી ટેવાઈ ગયા પછી, આગળ વધવું અને એઆઈ કેવી રીતે કામ કરશે તે શીખવવું યોગ્ય રહેશે. તેથી, ખેડૂતોએ એઆઈ અપનાવવાની પ્રક્રિયા શીખવા માટે પૂરતી ધીરજ રાખવી આવશ્યક છે, જે પરંપરાગત ખેતી પદ્ધતિઓ કરતા થોડી લાંબી છે.

૩. ગોપનીયતા અને સુરક્ષા

કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં એઆઈના ઉપયોગ અંગે કોઈ નિયમો ન હોવાથી, સ્માર્ટ કૃષિ ખેતી કાનૂની અડચણો અને ચિંતાઓ ઉભી કરે છે જે ઘણીવાર અનિચ્છનીય હોય છે. સાયબર એટેક્સ અને ડેટા લિકેજ જેવા સુરક્ષાના જોખમો ઉભા થતા હોવાથી ખેડૂતોને તેમની ખેતીની પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરતા સોફ્ટવેર પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ બનાવે છે.

કમનસીબે, ઘણાં ખેડૂતો આવા જોખમોનો ભોગ બને છે અને તેથી જ, ખેડૂતો હંમેશાં સંપૂર્ણપણે સુરક્ષિત કૃષિ વ્યવસ્થાપન સોફ્ટવેર ઇચ્છતા હોય છે. તેથી, અહીં કૃષિ સોફ્ટવેર વિકાસ સેવાઓના વ્યાવસાયિકોએ આવા ખેડૂતોનો વિશ્વાસ મેળવવાની જરૂર છે અને તેમને સંપૂર્ણ સુરક્ષિત કૃષિ સોફ્ટવેર પ્રદાન કરવામાં મદદ કરવાની જરૂર છે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

કૃષિમાં એઆઈના ઉપયોગના કિસ્સાઓ

એઆઈ ટેકનોલોજીની કૃષિ ક્ષેત્ર પર મોટી અસર પડે છે. કૃષિમાં એઆઇના ઉપયોગના કેટલાક કિસ્સાઓ નીચે મુજબ છે:

૧. પ્રિસિઝન એગ્રિકલ્ચરઃ

એઆઇનો ઉપયોગ જમીનનું વિશ્લેષણ, પોષક તત્વોનું વ્યવસ્થાપન અને સિંચાઈ જેવી પાક વ્યવસ્થાપન પદ્ધતિઓની ચોકસાઇ સુધારવા માટે થઈ શકે છે.

૨. પાકનું નિરીક્ષણ અને આગાહી:

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં ઉપયોગમાં લેવાતા ગાણિતિક નિયમો પાકની ઉપજ, રોગ અને જીવાતના પ્રકોપની આગાહી કરવા અને ધ્યાન રાખવાની જરૂરિયાત હોય તેવા વિસ્તારોને ઓળખવા માટે વિવિધ સ્રોતોમાંથી ડેટાનું વિશ્લેષણ કરી શકે છે.

૩. પશુપાલન વ્યવસ્થાપન:

એઆઇ પશુપાલન વ્યવસ્થાપનમાં પશુઓના આરોગ્ય, વર્તણૂક અને ખોરાક આપવાની પેટર્નનું નિરીક્ષણ કરી શકે છે. તે ખેડૂતોને તેમના પશુઓના વ્યવસ્થાપન વિશે વધુ માહિતગાર નિર્ણયો લેવા માટે સક્ષમ બનાવે છે.

૪. શ્રેષ્ઠ પુરવઠા શૃંખલા:

એઆઈ જેવી નવીનતમ તકનીકો બિયારણની પસંદગી અને વાવેતરથી માંડીને લણણી, પરિવહન અને વિતરણ સુધીની સમગ્ર કૃષિ પુરવઠા શૃંખલાને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરી શકે છે.

૫. સ્વચાલિત ખેતી:

એઆઈ-સંચાલિત રોબોટ્સ અને ડ્રોન વાવેતર, લણણી અને પાકનું નિરીક્ષણ કરવા જેવા કાર્યો કરી શકે છે, જેથી ખેત મજૂરોની જરૂરિયાતને ઘટાડે છે અને કાર્યક્ષમતામાં વધારો કરે છે. તેથી, કૃષિ વ્યવસાયીકો સ્વચાલિત ખેતીને સક્ષમ કરવા માટે ડ્રોન કંટ્રોલ એપ્લિકેશન વિકસાવી શકે છે.

કૃષિમાં એઆઈનું ભવિષ્ય:

પાકની ઉત્પાદકતા વધારવા માટે ઘણા લાંબા સમયથી ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. તે ખેતી માટે જરૂરી ખેત મજૂરોની માંગને પણ ઘટાડે છે. કૃષિ સોફ્ટવેર વિકાસના આવ્યા પછી,  ખેડૂતો કૃષિમાં સિંચાઈ દ્વારા વધુ સારી ખેડથી માંડીને ટ્રેક્ટર્સ દ્વારા સમકાલીન એ.આઈ. સુધી વિકસિત થઈ શક્યા છે. કમ્પ્યુટર દ્રષ્ટિની વિસ્તૃત અને સુલભ ઉપલબ્ધતા આ ક્ષેત્રમાં મોટી પ્રગતિનું પ્રતિનિધિત્વ કરી શકે છે. વિશ્વભરમાં આપણી આબોહવા, પર્યાવરણ અને ખાદ્ય જરૂરિયાતોમાં નોંધપાત્ર ફેરફારોને ધ્યાનમાં રાખીને, મોબાઇલ એપ્લિકેશન વિકાસમાં એઆઈ ૨૧મી સદીની કૃષિમાં સુધારો કરવાની સંભાવના ધરાવે છે. તેથી, ખેડૂતો કૃષિમાં એઆઈના અમલીકરણ માટે જઈ શકે છે અને તેમની ખેતીની પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરી શકે છે.

ફોટો-સોશિયલ મીડિયા
ફોટો-સોશિયલ મીડિયા

નિષ્કર્ષ:

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિચારસરણીને અનુસરે છે; તે ડેટામાંથી શીખે છે અને સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. સ્માર્ટ ખેતીનો વિકાસ એઆઈ સુધી આગળ વધ્યો છે. જો કે, અન્ય ટેકનોલોજી હજુ પણ જરૂરી છે. કૃષિમાં એઆઈથી નફો મેળવવા માટે ખેડુતોને તકનીકી માળખાગત સુવિધાની જરૂર હોય છે. આવી માળખાગત સુવિધાને ઉભી કરવામાં થોડો સમય લાગશે, પરંતુ ખેડૂતો એક મજબૂત તકનીકી ઇકોસિસ્ટમ બનાવી શકે છે જે ટકી રહેશે.

અત્યારના સમયમાં, એગ્રિકલ્ચર સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીએ કેટલીક બાબતો પર ખ્યાસ ધ્યાન આપવાની જરૂર છે. જેમ કે, – તેમના કૃષિ સોફ્ટવેરને વધુ વિસ્તરિત કરવું, પડકારોનો સામનો કરવામાં ખેડૂતોને કેવી રીતે મદદ કરવી, તેના સોફ્ટવેરને સંપૂર્ણ સુરક્ષિત કરવું, વગેરે. એઆઈ કૃષિ સોફ્ટવેર વિકાસની પ્રક્રિયાને વધુ સરળ અને મુશ્કેલી મુક્ત બનાવવામાં મદદ કરશે. તો, ખેડૂતો, તમે શેની રાહ જુઓ છો? કોઈ વિકસિત કંપનીના સંપર્કમાં આવો અથવા સમર્પિત આઇઓટી એપ્લિકેશન વિકાસકર્તાઓને રાખો જે તમારા કૃષિ ઉદ્યોગ માટે એક સંપૂર્ણ એપ્લિકેશન બનાવી શકે.

સૌજન્ય: 

કૃષિમાં આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ-એઆઈ (કૃત્રિમ બુદ્ધિમત્તા)ની અસરઃ લાભો, પડકારો અને તેનો ઉપયોગ

વી. બી. કિહલા, આર. એન. વઘાસીયા, રૂષિતા વિરાણી, રાજ પટેલ

સીનીયર રીસર્ચ ફેલો, આયોજન શાખા, સંશોધન નિયામકશ્રીની કચેરી, નકૃયુ, નવસારી

પીજી વિદ્યાર્થી, કૃષિ હવામાન વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નકૃયુ, નવસારી

પીજી વિદ્યાર્થી, કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ, ન. મ. કૃષિ મહાવિદ્યાલય, નકૃયુ, નવસારી

Share your comments

Subscribe Magazine

More on Farm Machinery

More