ભારતમાં 25થી વધુ ટ્રેકટર ઉત્પાદક કરવા વાળી કંપનિઓ છે. એટલે ખેડૂતોને તે વાતની મુંઝવણ રહે કે, તે ક્યા પ્રકારના ટ્રેકટર ખરીદીએ. અને તેમા પણ તે કંપનિઓ 30થી 80 પ્રકારના જુદા-જુદા રેંજમાં 100થી વધારે ટ્રેકટરનો મોડલ બનાવીએ છીએ. આથી ખેડૂતો એ મુઝવણમાં આવી જાય છે, કેમ કે તેમને ટ્રેકટરની પંસદગી કાળજીપૂર્વક કરવી પડે છે અને કાળજી લેવી પણ જોઈએ
આજના સમયમાં ખેતકામ માટે મશીનો જરૂર પડે છે. પાકની સિંચાઈથી લઈને તેની લણણી કરવાની સુધીની મશીનો આવી ગઈ છે. હવે તે સમય જતા રહ્યો જ્યા ખેતકામ કરવા માટે બળદ પર હળ બાંધવાની જરૂત હતી.પણ હવે તે સમય વીતી ગયો તેની જગ્ય હવે ટ્રેકટર લઈ લીધુ છે.એટલે આજે કૃષિ જાગરણ ગુજરાતી પોતાના ખેડૂત ભાઈઓને ટ્રેકટરના વિષયમાં માહિતી આપશે. જે ખેડૂતોને ટ્રેકટર કેવી ખરીદવું તેની ખબર નથી તેમના માટે આ લેખ અગત્યનો છે.
ટ્રેકટરની માહિતી (Information about tractor)
ટેકટરન પીટીઓ શાફટ અને થ્રી-પોઈન્ટ હિંચની મદદથી ખેડૂતો ખેતકાર્યો કરવામાં આસાની થાય છે, તેના સાથે આવતા જુદા જુદા યંત્રો જેવા કે પ્લાઉ, હેરો, રોટાવેટર, બીજ અને ખાતરનો વાવણીયો, વીડર, રીપર, શ્રેશર, વીનોવર, કલીનર કમ ગ્રેડર વગેરે સરળતાથી ચલાવી શકાય છે. ટ્રેકટરની હાઈડ્રોલિક સીસ્ટમથી યંત્રોને જરૂરિયાત મુજબ ઊંચાનીચા પણ કરી શકાય છે. મોટા પાચે કઈએ તો ટ્રેકટર ખેડૂતો માટે તેમનો ત્રીજો હાથ છે. જેથી ખેડૂત સહલાઈતી ખેત કામ કરી શકે છે.
કેવી રીતે કરવાની ટ્રેકટરની પસંદગી (How to Buying tractor)
ભારતમાં 25થી વધુ ટ્રેકટર ઉત્પાદક કરવા વાળી કંપનિઓ છે. એટલે ખેડૂતોને તે વાતની મુંઝવણ રહે કે, તે ક્યા પ્રકારના ટ્રેકટર ખરીદીએ. અને તેમા પણ તે કંપનિઓ 30થી 80 પ્રકારના જુદા-જુદા રેંજમાં 100થી વધારે ટ્રેકટરનો મોડલ બનાવીએ છીએ. આથી ખેડૂતો એ મુઝવણમાં આવી જાય છે, કેમ કે તેમને ટ્રેકટરની પંસદગી કાળજીપૂર્વક કરવી પડે છે અને કાળજી લેવી પણ જોઈએ. જોવા જઈએ તો ખેડૂતો પોતાના ખેતરની જરૂરિયાત પ્રમાણે ઊંચા કે નીચા હોર્સપાવરના ટ્રેકટરોની પસંદગી કરે છે. જો ઊંચા હોર્સપાવરના ટ્રેકટરની પસંદગી કરે તો વધુ મૂડીનું રોકાણ થાય, તેનું વ્યાજ પણ વધુ આવે.અને જો નીચા હોર્સપાવરના ટ્રેકટરની પસંદગી કરે તો ખેતકાર્યો સમયસર ના થાય, વધારે સમય લાગે અને તેથી પાક ઉત્પાદન પર તેની વિપરીત અસર પડશે..એટલે ટ્રેક્ટકની પંસદગી સોચી સમઝીને કરવી જોઈએ
આ પોઈંટ્સના આધારે કરો ટ્રેક્ટરની પંસદગી
- જો વર્ષમાં એક જ પાક લેવામાં આવતો હોય, તો જરૂરી પાવરની ગણતરી કરવા 0.5 હોર્સપાવર પ્રતિ હેકટર લેવું અને બે કે બેથી વધુ પાક લેવામાં આવતા હોય તો એક હોર્સપાવર પ્રતિ હેકટર ગણતરીમાં લેવું જોઈએ.
- જો રેતાળ જમીન હોય, આગલા અને પાછલા બન્ને વ્હીલ વચ્ચે અંતર હોવું જોઈએ.સાથે જ જે ટ્રેકટરના નીચેના ભાગ ઉપરની સપાટી વચ્ચે અંતર હોય તથા વજન ઓછું હોય તેવું ટ્રેકટર પસંદ કરવું જોઈએ.
- જમીનના પ્રકાર મુજબ ટ્રેકટરની સાઈઝ નક્કી કરવી જોઈએ કારણ કે જમીનના જુદા જુદા પ્રકાર મુજબ ખેડ સામેનો જમીનનો અવરોધ પણ જુદો જુદો હોય છે.
- જો જમીન ભારે માટીયાળ હોય, તો વહીલ બેજ વધુ હોય, ગ્રાઉન્ડ કલીયરન્સ ઓછું હોય તથા વજન વધુ હોય તેવું ટ્રેકટર પસંદ કરવું જોઈએ.
- ટ્રેકટરની મુળ ખરીદ કિંમત ઓછી હોય અને રીસેલ વેલ્યુ વધુ મળે તે ખરીદતી વખતે અચૂક જોવું જોઈએ.
- નજીકમાં સર્વિસ અને રીપેરીંગની સગવડતા મળી શકે તેવા ટ્રેકટર ઉત્પાદકોને અગ્રિમતા આપવી જોઈએ.
- વિસ્તારની આબોહવા મુજબ એટલે કે ગરમ આબોહવા ધરાવતા વિસ્તારમાં વોટરકૂલ્ડ એન્જન અને ઠંડી આબોહવા ધરાવતા વિસ્તારમાં એરકૂલ્ડ એન્જન ટાઈપના ટ્રેકટરની પસંદગી કરવી જોઈએ.
Share your comments