ડુંગળી એક એવું પાક છે જેને ચોમાસાના દિવસોમાં વધું દિવસ સુધી સ્ટોર કરીને નથી રાખી શકાય. જ્યારે તેની લણણી થાય છે, તો તેને ચોમાસાના દિવસોમાં બચાવીને રાખવાનું હોય છે, કેમ કે વરસાદના મૌસમમાં તે ભેજ થવા લાગે છે,
ડુંગળી એક એવું પાક છે જેને ચોમાસાના દિવસોમાં વધું દિવસ સુધી સ્ટોર કરીને નથી રાખી શકાય. જ્યારે તેની લણણી થાય છે, તો તેને ચોમાસાના દિવસોમાં બચાવીને રાખવાનું હોય છે, કેમ કે વરસાદના મૌસમમાં તે ભેજ થવા લાગે છે, એટલે ખેડૂતો તેને જેટલી જલ્દી હોય તેટલી જલ્દી મંડીમાં વેચી નાખીએ તો જ સારૂ.પણ ક્યારે-ક્યારે એવું થથુ નથી અને ખેડૂતો તેને પોતાના ત્યા જ સ્ટોર કરીને રાખે છે, જેથી ચોમાસાના દિવસો શરૂ થતાના સાથે જ ડુંગળીમાં ભેજની શરૂઆત થવાની શરૂ થઈ જાએ છે, જેથી ખેડૂતોને બહુ નુકસાન થાય છે.
ચોમાસાના દિવસોમાં ડુંગળીના ખરાબ થવાના કારણે ગુજરાતના પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના ખેડૂત ભાઈ નરેંદ્ર પાટીદાર પણ મુઝામણમાં રહેતા હતા. કે કેવી તે પોતાની ડુંગળીને બચાવશે. પણ એક દિવસે મંદસૌર જિલ્લાના રહેવાસી નરેંદ્ર પાટીદારને એક વિચાર આવ્યો અને તે પોતાના ડુંગળીના પાકને બચાવા માટે એક એવું કોલ્ડ સ્ટોરેજ રૂમ ઉભા કરી દીધુ, જ્યા ચોમાસામા ડુંગળી ખરાબ ના થઈ શકાય. એજ સ્ટોરજ રૂમમાં તે પોતાના ડુંગળીના સાથે જ બીજા ખેડૂતોના પાકને પણ સ્ટોર કરે છે જેથી તે લોકોના પાક પણ ખરાબ ના થાય અને તે પણ વગર કોઈક રૂપિયાના.
કેવી રીતે કામ કરે છે તે સ્ટોરેજ રૂમ
કોલ્ડ સ્ટોરેજ રૂમને 40 ફુટ પહોળા અને 60 ફુટ લાંબા ઓરડામાં બનાવાંમા આવ્યા છે, જ્યા ડુંગળી સાચવીને રાખી શકાય, તે જગ્યા જમીનથી 6 ઈંચ ઉપર છે અને તેને ફક્ત જાળીથી બનાવવામાં આવ્યુ છે. સાથે જ ત્યા 2થી 3 એક્ઝોસ ફેન પણ લગાવામાં આવ્યા છે,જેથી ડુંગળી ભીની ના થાય. તે રૂમને પોલીથીનથી કવર કરવામાં આવ્યુ છે, જેથી અંદરની હવા બાહેર ના જાય અને ઓરડાનું તાપમાન ઠંડુ રહી શકાય.
ડુંગળીને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટેનો આવી ગયો દેશી જુગાડ
નરેંદ્ર પાટીદાર શુ કહે છે
કોલ્ડ સ્ટોરેજના વિષયમાં તેને ઉભા કરવા વાળા ખેડૂત ભાઈ કહે છે કે, કોલ્ડ સ્ટોરેજમાં એક વર્ષ સુધી ડુંગળી સાચવી શકાય છે. અને હું વીતેલા 8 વર્ષોથી ડુંગળીની ખેતી કરૂ છુ. તે કહે છે કે કોલ્ડ સ્ટોરેજ બનાવવમાં કોઈક મોટું ખર્ચો નથી આવ્યું. મારા ખેડૂત ભાઈઓ આ રીતે અથવા અન્ય રીતે પોતાના પાકનું રક્ષણ કરી શકે છે અને પાકને બગડતો અટકાવી શકે છે. એટલું જ નહીં આ કોલ્ડ સ્ટોરેજમાં 1600 ક્વિંટલ સુધી ડુંગળીનો પાક ભરી શકાય છે. પણ આ વર્ષે ઓછું ઉત્પાદન થવાના કારણે સ્ટોરેજમાં 600 ક્વિંટલ ડુંગળી સ્ટોર કરી છે. જોકે, ચોમાસું સીઝન શરૂ થતા માત્ર ડુંગળી જ નહીં બીજા પણ અનેક પાકમાં ભેજ લાગવાનો ભય ખેડૂતોને રહે છે.
Share your comments