
કેટલાક રાજ્યોમાં ઘઉંની લણણીનો સીઝન શરૂ થઈ ગયો છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. દર વર્ષે ખેડૂતોએ ઘઉંની લણણી માટે મજૂરોની શોધમાં રહે છે અને કેટલીક વખતે એવું બને છે કે ખેડૂતોને લણણી માટે મજૂરો મળતા નથી, જેના કારણે ખેડૂતોને નુકસાન પણ વેઠવાનું વારો આવી જાય છે. અને બીજી વાત એવું પણ છે કે મજૂરોને પૈસા પણ આપવું પડે છે, જેથી ખેડૂતોનો ખર્ચો વધી જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ખેડૂતોના પૈસા બચાવવા માટે બજારમાં એક નવી ટેક્નોલોજી આવી ગઈ છે, જો ફક્ત ખેડૂતોના ખર્ચને ઓછા નહીં કરશે પણ સાથે જ કેટલાક વીધામાં ઉગાડવામાં આવેલ ઘઉંની લણણી પણ મિનિટોમાં કરી નાખશે. બ્રશ કટર નામથી ઓળખાતી આ મશીન ખેડૂતોના કામને ફક્ત સરળ નથી બનાવશે પરંતુ તેઓના ખર્ચા પણ ધટાડશે.
નાના ખેડૂતો માટે બેસ્ટ છે બ્રશ કટર
બ્રશ કટર મશીનના સાથે અલગ અલગ બ્લેડ આવે છે, જેમનો ઉપયોગ અલગ અલગ કામ માટે થાય છે.જણાવી દઈએ કે આ મશીન કંપન પ્રતિરોધક છે, જેથી ખેડૂતો તેને હાથની મદદથી સરળતાથી ચલાવી શકે છે. નાના ખેડૂતો જેમના ખેતર નાના છે અને મોટા મશીનો વડે કાપણી કરી શકતા નથી તે આ મશીનથી કરી શકે છે અને આથી કામ ઝડપથી થાય છે.
આ પણ વાંચો:કલાકોનું કામ મિનિટોમાં, માણસની જગ્યા હવે એઆઈ ઝાડ પર ચઢી ને તોડશે નારિયેળ
ઓછા બળતણ વપરાશ
ઘઉંની લણણી માટે ખાસ તૈયાર કરવામાં આવેલ આ મશીન પર બળતણનું વપરાશ પણ ઓછો આવે છે. એક વીઘાથી લઈને ત્રણ વીઘા સુધી બળતણનું ખર્ચ ફક્ત ત્રણ લીટર આવે છે. જેથી આ મશીન ખેડૂતો માટે વરદાનથી ઓછી નથી. જો આ મશીનની કિંમતની વાત કરીએ તો વિવિધ કંપનીઓમાં તેની કિંમત અલગ અલગ છે. જો કે 3 હજારથી લઈને 30 હજાર સુધી છે, જેમાં સૌથી સારો બ્રશ કટર સ્ટીલ કંપનીનો છે,જેની કીંમત વિવિધ કાર્યો મુજબ અલગ અલગ છે. વધુમાં જણાવી દઈએ કે આ મશીન તમે સબસિડી પર પણ ખરીદી શકો છો અને પોતાના સમય અને પૈસાની બચત કરી શકો છો.
Share your comments