દરેક ખેડૂત પોતાની આવક બમણી કરવા માંગે છે, જેના માટે તેઓ અથાક મહેનત કરી રહ્યા છે. ખેડૂતોની એજ મહેનતમાં પોતાનું યોગદાન આપવા માટે ટ્રેક્ટરનો એક મોટો ફાળો છે. પરતું કોઈ પણ ટેક્ટ્રર ખરીદતા પહેલા તેના વિશેમાં જણવું ખૂબ જ જરૂરી છે અને કાળજીપર્વક વિચારવું પણ જરૂરી છે. ટ્રેક્ટરમાં સૌથી મોટો ભાગ એન્જિનનું હોય છે, તેથી ટ્રેક્ટર ખરીદતી વખતે, તમારી જરૂરિયાતો મુજબ એન્જિન પસંદ કરવું જોઈએ. મોટોભાગના ખેડૂતોએ ટ્રેક્ટરનું યોગ્ય એન્જિન પંસદ કરવામાં ભૂલો કરે છે,. આથી આજના ફાર્મ મશીનરીની આ આર્ટિકલમાં અમે તમને નવા ટ્રેક્ટરનું એન્જિન કેવી રીતે પંસદ કરવું તેથી સંબધિત કેટલીક ખાસ ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ.
એન્જિન વિશે મૂળભૂત બાબતો
કોઈપણ ટ્રેક્ટરના એન્જિન વિશે કેટલીક મૂળભૂત બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે એન્જિનમાં કેટલા સિલિન્ડર છે, તે કેટલી હોર્સ પાવરના છે અથવા એન્જિન કેટલા સીસી છે અને આરપીએમ શું છે. આ તમામ મૂળભૂત બાબતો એકસાથે ટ્રેક્ટર એન્જિનની કામગીરી નક્કી કરે છે. જેટલા વધુ સિલિન્ડર, CC અને RPM વધશે, ટ્રેક્ટર એન્જિન જેટલી વધુ શક્તિ ઉત્પન્ન કરશે અને તેટલું વધુ ડીઝલનો વપરાશ કરશે. તેથી, આ બધા વચ્ચે, તમારે તમારી જરૂરિયાતો અનુસાર એન્જિન પસંદ કરવું પડશે. જેમ જેમ ટ્રેક્ટર એન્જિનમાં સિલિન્ડરોની સંખ્યા વધશે, તેમ તે વધુ શક્તિશાળી બનશે અને તે વધુ મોંઘા પણ થશે. નોંધનીય બાબત એ છે કે જેમ જેમ ટ્રેક્ટરનું એન્જિન વધશે તેમ તેમ તેનો હોર્સ પાવર પણ વધશે. પરંતુ ટ્રેક્ટર ખરીદતી વખતે, તમારે એન્જીનના CC (ક્યુબિક કેપેસિટી) અને રિવોલ્યુશન પ્રતિ મિનિટ (RPM)ને પણ ધ્યાનમાં રાખવું પડશે.
આરપીએમ દર્શાવે છે પાવર ડિલિવરી
ડીઝલ એન્જિનમાં આરપીએમ જેટલું ઓછું હોય છે, તેટલું વધુ ટોર્ક આપે છે, એટલે કે એન્જિનનું RPM તેની પાવર ડિલિવરી દર્શાવે છે. સામાન્ય જાણકારી માટે તમને જણાવી દઈએ કે 1500 થી 2200 આરપીએમના એન્જિનવાળા ટ્રેક્ટરને હેવી-ડ્યુટી વર્ક માટે પર્યાપ્ત માનવામાં આવે છે. ત્યારે એન્જિનની CC (ઘન ક્ષમતા) ની સંખ્યા તેની શક્તિ દર્શાવે છે. એન્જિન જેટલું વધુ CC હશે, તેટલું વધુ ટોર્ક અને હોર્સ પાવર બનાવશે. ઉદાહરણ તરીકે, ટ્રેક્ટરના કિસ્સામાં, 2500 સીસી એન્જિન ધરાવતું ટ્રેક્ટર મોટા ક્ષેત્રો અને હેવી ડ્યુટી કામો માટે પૂરતું છે. જ્યારે નાના અને મધ્યમ ભારવાળા વાહનો માટે 2000 સીસી સુધીનું એન્જિન ધરાવતું ટ્રેક્ટર પર્યાપ્ત છે.
5 HP થી વધુનો ટ્રેક્ટર ખરીદો
તમે ગમે તે ટ્રેક્ટર એન્જિન પસંદ કરો છો, હંમેશા ધ્યાનમાં રાખો કે ખેડૂત ટ્રેક્ટરનો ઉપયોગ ટૂંકા ગાળા માટે નહીં પરંતું ખૂબ લાંબા સમય માટે કરે છે. તેથી હમેશા 5 HP વધારાનું ટ્રેક્ટર ખરીદો. કારણ કે ભવિષ્યમાં જો તમારી ખેતીમાં વધારો થાય અથવા તમારે નવા પ્રકારનું સાધન ચલાવવાનું હોય તો તમારું ટ્રેક્ટર અચાનક અસમર્થ બની શકે છે. વાસ્તવમાં, વધારાની હોર્સ પાવરને લીધે, તમે કોઈપણ નવી ટેક્નોલોજી અને થોડા મોટા ઓજારો આરામથી ચલાવી શકશો. ઉપરાંત, ટ્રેક્ટરમાં વધારાની હોર્સપાવર હોવાને કારણે, તેના એન્જિન પર આખો સમય તણાવ રહેશે નહીં અને એન્જિન તમારા મોટાભાગના કાર્યોમાં તણાવ વિના ચાલશે. આ તમારા એન્જિનનું જીવન વધારશે અને જાળવણીમાં ઘટાડો કરશે. એક નાનું એન્જિન જ્યારે ક્ષમતા કરતાં વધુ ભાર મૂકે ત્યારે વધુ ડીઝલ અને જાળવણીનો વપરાશ કરશે. પરંતુ એક મોટું એન્જિન, જેને સમાન કામ કરવા માટે ઓછા પ્રયત્નોની જરૂર પડે છે, તે પણ ઓછા ડીઝલનો ઉપયોગ કરશે અને ઓછી જાળવણી લેશે.
આ પણ વાંચો:બમ્પર ઉત્પાદન હોવા છતાં ઘઉંના બજાર ભાવમાં નથી થયું ઘટાડો, ગ્રાહકો થયા પરેશાન
Share your comments