આધુનિક સમયમાં જ્યારે દરેક કામને સરખું કરવા માટે ટેક્નોલોજીનું ઉપયોગ થઈ રહ્યું છે, ત્યારે એવા સમયમાં કૃષિ ક્ષેત્ર પણ પાછળ કેમ મુકાય. એમ તો ખેતી કરવા માટે ટ્રેક્ટર ઘણા વર્ષોથી વપરાય છે પણ નાના અને સીમાંત ખેડૂતો માટે ટ્રેક્ટર ખરીદવું થોડું મુશ્કેલ બની જાય છે. તેથી કરીને આજના કૃષિ જાગરણના ફાર્મ મશીનરીના આર્ટિકલમાં ખેડૂત ભાઈયો અમે તમને એવા 4 ખાસ ટ્રેક્ટરના વિશેમાં જણાવીશું, જેના થકી તમે આધુનિક રીતે ખેતી કરી શકો છો. તેમ જ આ પાંચો ટ્રેક્ટરને ખેડૂતોએ સરળતાથી ખરીદી પણ શકે છે. વધુમાં જણાવી દઈએ કે આ પાંચો ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રમાં બેસ્ટ ટ્રેક્ટર તરીકે પણ પ્રખ્યાત છે.
મહિન્દ્રાનું 575 ડીઆઈ એક્સપી પ્લસ
જ્યારે ટ્રેક્ટરની વાત થાય અને તેમાં મહિન્દ્રા ટ્રેક્ટની વાત નહીં હોય એવું કેવી રીતે બની શકે છે. ટ્રેક્ટર નિર્માણમાં દેશની સૌથી વિશ્વસનીય અને અગ્રણી કંપની મહિન્દ્રા ટ્રેક્ટર દ્વારા વિકસવવામાં આવેલ મહિન્દ્રા 575 ડીઆઈ એક્સપી પ્લસ ટ્રેક્ટરએ ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતું ટ્રેક્ટર છે. તે 47 એચપી એન્જિન સાથે આવે છે. પાવરફુલ હોવા છતાં તેમાં ડીઝલનો વપરાશ ઓછો થાય છે. Mahindra 575 DI XP Plus સાથે તમને 1600 kg સુધીની લિફ્ટિંગ ક્ષમતા મળશે જે લગભગ તમામ પ્રકારની ખેતીની કામગીરી કરવા માટે પૂરતી છે. ખાસ વાત એ છે કે Mahindra 575 DI XP Plusનું ટ્રાન્સમિશન પણ ખૂબ જ અનુકૂળ છે. જો તેની કિંમત કરીએ તો તે 7,38,300 રૂપિયાથી શરૂ થઈને 7,77,890 રૂપિયા સુધી પહોંચે છે, જો કે તેની એક્સ શોહરૂમ કિંમત છે.
સ્વરાજ 855 એફઈ
આ યાદીમાં બીજું ટ્રેક્ટર સ્વરાજનું છે, જે દેશની બીજી સૌથી વિશ્વસનીય ટ્રેક્ટર બ્રાન્ડ છે. જોકે, સ્વરાજ ટ્રેકટર્સ પણ 2007થી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે છે. સ્વરાજ ટ્રેક્ટર તેમની તાકાત અને અર્થતંત્ર માટે વેચાય છે. સ્વરાજ 855 FEમાં પણ આ તમામ સુવિધાઓ છે. તે શક્તિશાળી 52 HP એન્જિન સાથે આવે છે, જેનો અર્થ છે કે સ્વરાજ 855 FE કિંમત શ્રેણીમાં સૌથી શક્તિશાળી ટ્રેક્ટર છે. સ્વરાજ 855 FEમાં 3 સિલિન્ડર એન્જિન છે, જેનો ફાયદો એ છે કે પાવરફુલ હોવા ઉપરાંત ટ્રેક્ટર ડીઝલનો પણ ઓછો વપરાશ કરે છે. તેની લિફ્ટિંગ કેપેસિટી 1500 કિગ્રા છે. સૌથી સારી વાત એ છે કે સ્વરાજ 855 FE માં, PTO ને આગળ અને પાછળ ફેરવવાની સાથે, તમે તેની ગતિને પણ નિયંત્રિત કરી શકો છો. સ્વરાજ 855 FEની એક્સ-શો રૂમ કિંમત 8 થી 8.40 લાખ રૂપિયા છે.
જોન ડીરે 5050 ડી
જોન ડીરે શ્રેષ્ઠ ટ્રેક્ટર અને આધુનિક કૃષિ સાધનો માટે સમગ્ર વિશ્વમાં નંબર 1 ગણવામાં આવે છે. John Deere 5050 D એ ભારતીય ખેડૂતો માટે એક શક્તિશાળી મશીન તરીકે પ્રખ્યાત છે. John Deere 5050 D એકદમ અદ્યતન 50 HP એન્જિન સાથે આવે છે. પાવર સ્ટીયરિંગ સાથે આવેલ આ ટ્રેક્ટક થકી તેને મુશ્કેલ પરિસ્થિતિઓમાં હેન્ડલ કરવાનું ખૂબ જ સરળ થઈ જાય છે. John Deere 5050 D 1600 કિગ્રાની લિફ્ટિંગ ક્ષમતા સાથે આવે છે અને આ સિસ્ટમ પણ કૂલન્ટ-કૂલ્ડ છે. આટલા શક્તિશાળી હોવા ઉપરાંત, John Deere 5050 D ખૂબ ડીઝલ-ઇકોનોમિક પણ છે. John Deere 5050 Dની કિંમત 7.99 થી 8.70 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે.
આઈશર 380 સૂપર ડીઆઈ
ભરોસાપાત્ર ટ્રેક્ટરની વાત આવે ત્યારે આઇશરનું નામ કેવી રીતે છોડી શકાય? ખેડૂતો તેમની ઓછી કિંમત, શક્તિશાળી અને આર્થિક એન્જીન માટે આઇશર ટ્રેક્ટર પસંદ કરી શકે છે. Eicher 380 Super DI શક્તિશાળી 40 HP એન્જિન સાથે આવે છે જે મધ્યમ જમીન ધરાવતા ખેડૂતો માટે શ્રેષ્ઠ ગણાએ છે. આઈશર 380 સુપર ડીઆઈની લિફ્ટ ક્ષમતા 1200 કિગ્રા છે જે ખેતીના તમામ હેતુઓ માટે પર્યાપ્ત છે. Eicher 380 Super DI માત્ર ડીઝલના વપરાશમાં ઘટાડો કરતું નથી પરંતુ તેઓ જાળવણીમાં પણ ખૂબ જ આર્થિક છે. Eicher 380 Super DIની કિંમત રૂ. 6 લાખથી રૂ. 6.40 લાખ (એક્સ-શોરૂમ) વચ્ચે છે.
Share your comments