એવું કહેવાય છે નવા યુગના વિચારો એક મિસાલ નક્કી કરી શકે છે. કંઈક એવું જ હિમાચલ પ્રદેશના એક એન્જીનિયરે કરી બતાવ્યું છે, જેની પ્રશંસા થઈ રહી છે. આ વાત એક એવા સફળ એન્જીનિયરની છે. જેને કબાડામાં રહેલા એક સ્કૂટરના એન્જીનના હેન્ડ ટ્રેક્ટર તૈયાર કર્યું છે. આ એન્જીનયરનું નામ છે જનક ભારદ્વાર. જે મંડી જીલ્લાના નગવાઈ ગામનો રહેવાસી છે.
બાળપણથી મશીન લગાવે છે
જનકે સોલનની બહરા યુનિવર્સિટીથી એન્જિનિયરીંગનો અભ્યાસ પૂરો કર્યો. આ દરમિયાન જનક અને તેના મિત્રોએ ઈન્સ્ટીટ્યુટ પાસે જ એક વર્કશોપની શરૂઆત કરી. જેથી તે સરળતાથી પુસ્તકીયા જ્ઞાનને સમજી શકે. આ વર્કશોપમાં ગાડીઓ અને અન્ય ઉપકરણોને ઠીક કરવાનું કામ કરતો હતો. અનેક ખેડૂત તેમની પાસે તેમના પાવર ટીલર સહિત અન્ય કૃષિ ઉપકરણ ઠીક કરાવવા પહોંચતા હતા. આ દરમિયાન જનકે લાગ્યુ કે જ્યારે ખેડૂત વારંવાર ઉપકરણ ઠીક કરાવી રહ્યા છે તો તેમનો આર્થિક ખર્ચ ખૂબ જ વધી ગયો છે. ત્યારે જનકે નક્કી કર્યું કે શાં માટે કોઈ એવા ટકાઉ મશીન તૈયાર કરવામાં આવે કે જેની મદદથી ખેડૂત મહેનત, સમય અને પડતર ખર્ચ બચાવી શકે.
ખેડૂતો માટે તૈયાર કર્યું હેડ ટ્રેક્ટર
તે કૃષિ ઉપકરણ ખેડૂતો માટે ખૂજ જ ટકાઉ અને સસ્તુ છે. તે હેડ ટ્રેક્ટર તૈયાર કરવામાં આશરે 1 મહિનાનો સમય લાગે છે. ખાસ વાત એ છે કે આ હેડ ટ્રેક્ટરને કબાડામાં રહેલા સ્કૂટરના એન્જીનથી તૈયાર કરવામાં આવ્યુ છે. તેનો કુલ ખર્ચ 20 હજાર રૂપિયા છે. જ્યારે બજારમાં પાવર ટીલરની કિંમત રૂપિયા 1 લાખથી વધારે છે.
1 લીટર પેટ્રોલમાં થશે 1 વીધા ખેતીનું ખેડાણ
આ હેડ ટ્રેક્ટર બીજા પાવર ટીલરની તુલનામાં વધારે ક્ષમતા ધરાવે છે. તેની મદદથી 1 વીધા ખેતીનું ખેડાણ ફક્ત 1 લીટર પેટ્રોલથી કરવામાં આવશે. તેને ખેતરો સુધી સરળતાથી પહોંચાડી શકાય છે.ખાસ વાત એ છે કે તેના 2 હિસ્સા ખોલી સરળતાથી ખેતરોમાં લઈ જઈ શકાય છે. આ ઉપરાંત પહાડી વિસ્તારોના ખેડૂતો માટે પણ હેડ ટ્રેક્ટર ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
આ પ્રકારે કામ કરે છે હેડ ટ્રેક્ટર
તેમા ચાર બ્લેડ લાગેલી હોય છે. તેને એન્જીન સાથે જોડવામાં આવે છે. જે ખેતીના ખેડાણમાં કામ આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેના હાથથી પકડીને ઉપયોગમાં લેવામાં આવે છે. તેના ઉપકરણનું બજેટ ઘણુ ઓછું છે. તેમા તમે નાના હળનો પણ અલગ-અલગ લગાવી શકો છો. ખેતરના પહેલા ખેડાણમાં અલગ હળનો ઉપયોગ કરી શકાય છે. બીજા ખેડાણમાં સક્ષમ હળનો ઉપયોગ કરી પેટ્રોલ, સમય અને મહેનતની બચત કરી શકાય છે.
અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
આ હેડ ટ્રેક્ટરનો આવિષ્કાર કરવા માટે જનકે વર્ષ 2017માં નેશનલ એવોર્ડ ફોર સ્કીલ ડેવલપમેન્ટનો એવોર્ડ મળ્યો છે. આ સાથે જ ન્યૂ ઈનોવેશન માટે પણ નેશનલ એવોર્ડ મળ્યો છે. એટલું જ નહીં તે હિમાચલ પ્રદેશ સરકાર તરફથી પણ સન્માનિત કરવામાં આવેલ છે.
500 વિદ્યાર્થીઓને વિના મૂલ્યે તાલીમ
અત્રે ઉલ્લેખનીય ચે કે જનક હિમાચલના સોલન જીલ્લાના ક્યારીમોડમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ ચલાવી રહી છે.અહીં ITI,એન્જીનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે જ્યારે નાણાં લીધા વગર વિદ્યાર્થીઓને તાલીમ આપે છે. છેલ્લા 3 વર્ષમાં તે લગભગ 500થી વધારે વિદ્યાર્થીને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી છે.
ખેડૂતો માટે કરી રહ્યા છે રિસર્ચ
જનકનું માનવું છે કે ભારત અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ ચે, માટે તેને ઉત્તેજન આપવા માટે અનેક અન્ય રિસર્ચના કામો સાથે જોડાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખેડૂતો સુધી હેડ ટ્રેક્ટરની ઓળખ માટે મોટાપાયે પ્રોડક્શનની તૈયારી શરૂ કરી છે. જનક તેમની સફલતા માટે ખેડૂતોને પ્રેરણાદાયક માને છે. ખેડૂતોને ખેતીમાં સમસ્યા ન હોય માટે તે કૃષિ ક્ષેત્રમાં નવી ટેકનોલોજી વિકસિત કરવા પ્રયત્ન કરે છે.
Share your comments